થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#week23
#papaya
#salad
થાઇ ગ્રીન પપૈયા સલાડ બનાવવા માટે કાચા પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આ સલાડમાં ગાજર, ટામેટાં, ફણસી અને કેપ્સીકમ પણ ઉમેરવામાં આવે છે. આ સલાડ નો ટેસ્ટ થોડો મીઠો, તીખો અને ખાટો હોય છે તેથી આ સલાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે. થાઇલેન્ડમાં આ સલાડ Som tam તરીકે પણ જાણીતો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1નાનું કાચું પપૈયું
  2. 1 નંગમિડીયમ સાઈઝ ગાજર
  3. 2 નંગનાના ટામેટાં
  4. 5-6 નંગફણસી
  5. 1/2લાલ કેપ્સીકમ
  6. 1નાનો ટુકડો આદુ
  7. 5-6કળી લસણ
  8. 1 Tbspપીસેલા લાલ મરચા
  9. 1લીંબુનો રસ
  10. 1/2 Tbspખાંડનો પાઉડર
  11. 1 Tspસોયા સોસ
  12. 1/4 કપરોસ્ટેડ શીંગદાણા
  13. 2 Tbspઝીણો સમારેલો ફુદીનો
  14. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    આદુ અને લસણને અધકચરા વાટી લેવાના છે.

  2. 2

    એક બાઉલમાં વાટેલું આદુ લસણ, લીંબુનો રસ, લાલ મરચાની પેસ્ટ, ખાંડનો પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું લઇ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  3. 3

    હવે તેમાં ખમણેલું કાચું પપૈયું, ખમણેલું ગાજર, લાંબી સમારેલી ફણસી ઉમેરવાની છે.

  4. 4

    લાંબા સમારેલા ટામેટાં અને લાંબુ સમારેલું કેપ્સિકમ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    ત્યારબાદ તેમાં સોયા સોસ, શીંગદાણા અને ઝીણો સમારેલો ફુદીનો ઉમેરી બરાબર રીતે મિક્સ કરવાનું છે.

  6. 6

    તો અહીંયા આપણો થાઈ ગ્રીન પપૈયા સલાડ સર્વ કરવા માટે રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes