કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#SPR
#MBR4
#week4
#cookpadgujarati
#cookpadindia
#cookpad
કોલસ્લો સલાડ મૂળ એક અમેરિકન સલાડ છે. કોલસ્લો સલાડનું મેઇન ઇંગ્રીડીયન્ટ કોબી છે. કોબી સિવાય આ સલાડમાં ગાજર, કેપ્સીકમ, મકાઈ અને સાવ ઓછા પ્રમાણમાં ડુંગળી પણ ઉમેરવામાં આવે છે. વેજીટેબલ્સ સિવાય આ સલાડમાં ઓરેન્જ, એપલ, પાઈનેપલ, ગ્રેપ્સ, સ્ટ્રોબેરી જેવા ફ્રુટ્સ પણ ઉમેરી શકાય છે. આ સલાડ નો ઉપયોગ એક સાઇડ ડીશ તરીકે અથવા તો ફીલિંગ માટે પણ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 સર્વીંગ માટે
  1. 1 કપપાતળી અને લાંબી સુધારેલી કોબી
  2. 1/2 કપલાંબુ ખમણેલું ગાજર
  3. 1/4 કપલાંબુ પાતળું સમારેલું ગ્રીન કેપ્સીકમ
  4. 1/4 કપલાંબુ પાતળું સમારેલું રેડ કેપ્સીકમ
  5. 1 Tbspઝીણી ખમણેલી ડુંગળી
  6. 2 Tbspબાફેલી મકાઇના દાણા
  7. 1/2 કપમેયોનીઝ
  8. 2 Tbspદૂધ
  9. 2 Tspખાંડ
  10. 1/2 Tspમરી પાઉડર
  11. 1/2 Tspમસ્ટર્ડ પાઉડર
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 1 Tspલીંબુનો રસ
  14. 2 Tbspસ્પ્રિંગ ઓનિયન
  15. 2 Tbspબ્લેક ઓલીવ્સ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક બાઉલમાં લાંબી સમારેલી કોબી, ખમણેલું ગાજર અને લાંબા સમારેલા કેપ્સીકમ લેવાના છે.

  2. 2

    તેમાં લાંબા સમારેલા રેડ કેપ્સિકમ, ખમણેલી ડુંગળી અને બાફેલી મકાઈના દાણા ઉમેરવાના છે.

  3. 3

    હવે તેમાં મેયોનીઝ, દૂધ, મરી પાઉડર, મસ્ટર્ડ પાઉડર, ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરવાનો છે.

  4. 4

    સ્પ્રિંગ ઓનિયન અને બ્લેક ઓલીવ્સની સ્લાઈસ ઉમેરવાની છે.

  5. 5

    બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. આ સલાડને ઠંડો કરવા માટે ફ્રિઝમાં 1/2 કલાક માટે રાખવાનો છે.

  6. 6

    તો અહીંયા આપણો સલાડ સર્વ કરવા માટે તૈયાર છે.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes