પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)

Dipali Popat
Dipali Popat @cook_26686013

#GA4 #Week23
પાપડ ચવાણું (ખંભાત નું પ્રખ્યાત)

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
  1. ૧ મોટો વાટકોમમરા
  2. ૧ નાની વાટકીસેવ
  3. ૮ નંગઅડદના પાપડ
  4. ૨.૫ ચમચી હળદર
  5. ૩.૫ ચમચી મરચાની ભૂકી
  6. ૧/૨ ચમચીલીંબુ ના ફૂલ (ક્રશ કરેલા)
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૧ વાટકો તેલ
  9. ૧.૫ ચમચી દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ પાપડ ચવાણું બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો. ત્યારબાદ એક કડાઈમાં ૪ ચમચી તેલ મૂકી અને અડદના પાપડ ને તળી લો

  2. 2

    ત્યારબાદ ફરીથી કડાઈમાં ૩ ચમચી તેલ મૂકો. ત્યારબાદ તેલ બરાબર થઈ જાય પછી તેમાં ૧.૫ ચમચી હળદર નાખીને મમરા નાખો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે મીઠુ નાખી અને બરાબર રીતે મિક્સ કરો. ત્યારબાદ ગેસ બંધ કરી અને તેમાં ૧.૫ ચમચી મરચાની ભૂકી નાંખી અને બરાબર રીતે હલાવી લો.

  3. 3

    ત્યારબાદ ૧ ડીશમાં તળેલા પાપડ લઈ ને તેના કટકા કરી નાખો. ત્યારબાદ એક કાથરોટમાં વઘારેલા મમરા,સેવ અને પાપડ લો. તેની ઉપર ૨ ચમચી મરચાની ભૂકી નાખો. ત્યારબાદ વઘાર કરવા માટેના ચમચામાં ૧.૫ ચમચી તેલ મૂકો.

  4. 4

    તેલ બરાબર થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દો અને તેમાં ૧ ચમચી હળદર અને ક્રશ કરેલા લીંબુનાં ફૂલ નાખી અને બરાબર રીતે હલાવીને કાથરોટ માં નાખો અને તેની ઉપર દળેલી ખાંડ નાખી અને બરાબર રીતે મિક્સ કરી લો.

  5. 5

    તૈયાર થયેલ પાપડ ચવાણાને એક બાઉલમાં કાઢીને મીલુ વાળું દૂધ અને મીઠા દૂધ સાથે સર્વ કરો...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Dipali Popat
Dipali Popat @cook_26686013
પર

Similar Recipes