ખંભાતનું સ્પેશ્યલ પાપડ નું ચવાણું  (Khambhat Special Papad Chavanu Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

પાપડ નું ચવાણું મેં અહીંયા એક ટીવ્સ્ટ સાથે બનાવ્યું છે. આમાં મેં તળેલી મસાલાવાળી ચણાની દાળ અને ખારી બુંદી નાંખી ને બનાવ્યું છે જે બહુજ ટેસ્ટી લાગે છે.
#DFT #CB3

ખંભાતનું સ્પેશ્યલ પાપડ નું ચવાણું  (Khambhat Special Papad Chavanu Recipe In Gujarati)

પાપડ નું ચવાણું મેં અહીંયા એક ટીવ્સ્ટ સાથે બનાવ્યું છે. આમાં મેં તળેલી મસાલાવાળી ચણાની દાળ અને ખારી બુંદી નાંખી ને બનાવ્યું છે જે બહુજ ટેસ્ટી લાગે છે.
#DFT #CB3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
4 સર્વ
  1. 2 1/2 કપમમરા
  2. 8 નંગનાના અડદ ના પાપડ
  3. 1/2 કપસેવ
  4. 50 ગ્રામતળેલી મસાલાવાળી ચણાની દાળ
  5. 50 ગ્રામખારી બુંદી
  6. મીઠું
  7. 1/2 ટે સ્પૂન બુરુ સાકર
  8. વઘાર માટે :
  9. 1 ટે સ્પૂન તેલ
  10. 1/2 ટી સ્પૂનહળદર
  11. 1 ટી સ્પૂનલાલ મરચું
  12. ચપટીહીંગ
  13. ચપટીલીંબુ ના ફુલ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    પાપડ ને તળી ને મીડીયમ કટકા કરવા.સાઈડ પર રાખવા.

  2. 2

    એજ તેલ માં હળદર અને મીઠું નાખી, મમરા વઘારવા. કડક કરવા.

  3. 3

    એક બાઉલ માં મમરા,તળેલા પાપડ, સેવ, ચણા ની દાળ, ખારી બુંદી નાંખી ને મિક્સ કરવું. લાલ મરચું અને બુરુ સાકર નાંખી ને હલાવવું.

  4. 4

    વઘારીયા માં તેલ ગરમ કરી અંદર હીંગ,હળદર અને લીંબુ ના ફુલ નાંખી વઘાર ને ચવાણા ઉપર રેડવો. હલકા હાથે મીકસ કરવું. એરટાઈટ ડબ્બામાં માં ભરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes