ક્રીમી ટોસ્ટ (Creamy Toast Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

અહી મે વ્હાઇટ સોસ માં બધા વેજિટેબલ નાખી ને આ ટોસ્ટ બનાવ્યા છે.નાના થી લઈ મોટા સુધી બધા ને જ ભાવશે.
#GA4
#Week23

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
૭ થી ૮ ટોસ્ટ
  1. વ્હાઇટ સોસ માટે
  2. ૧ ટેબલસ્પૂનમેંદો
  3. ૧ ટેબલસ્પૂનબટર
  4. ૧/૨ કપદૂધ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ચીઝ ક્યૂબ
  7. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  8. ૧/૨ ટીસ્પૂનચિલી ફ્લેક્સ
  9. ૧/૨ ટીસ્પૂનઓરેગાનો
  10. વેજીટેબલ
  11. ૧/૪ કપબ્રોકોલી
  12. ૧/૪ કપમકાઈ ના બાફેલા દાણા
  13. ૧/૨ નંગકાંદો બારીક સમારેલો
  14. ૧/૨ નંગકેપ્સિકમ બારીક સમારેલું
  15. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ૧ ટેબલસ્પૂનઓલીવઓઈલ
  18. ૩ ટેબલસ્પૂનબટર શેકવા માટે
  19. ચીઝ ક્યૂબ
  20. બ્રેડ સ્લાઈસ
  21. ગાર્નિશ માટે
  22. ૭-૮ ઓલીવ સ્લાઈસ
  23. એલેપિનો સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક પેન માં બટર અને મેંદો લઈ એને ૨ થી ૩ મિનિટ માટે શેકી લો. હવે એમાં દૂધ નાખી ઉકાળો. ધ્યાન રાખવું એમાં લમ્પસ ના પડે.

  2. 2

    હવે એમાં મરી પાઉડર,મીઠું,ચિલી ફ્લેક્સ,ઓરેગાનો,મિક્સ હરબ નાખી મિક્સ કરી ઘટ્ટ થવા દો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે બીજા પેન મા ઓલિવ ઓઈલ મૂકી એમાં બ્રોકોલી નાખી સાંતળી લો. બ્રોકોલી ચડી જાય એટલે એમાં કેપ્સિકમ અને કાંદા નાખો.છેલ્લે એમાં બાફેલા મકાઈ ના દાણા નાખી મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી લો.

  4. 4

    હવે આ વેજીટેબલ ને વ્હાઇટ સોસ માં નાખી મિક્સ કરી લો. ટોપિંગ તૈયાર છે.

  5. 5

    હવે એક નોનસ્ટિક પેન માં બટર મૂકી બ્રેડ એક બાજુ શેકી લો. હવે શેકાય ગયેલા ભાગ પર ટોપીંગ મૂકી ઉપર થી ચીઝ છીની એના પર ઓલિવ એને ઇલેપીનો મૂકી બીજી બાજુ ક્રિસ્પી થવા દો.

  6. 6

    તૈયાર છે ક્રીમી ટોસ્ટ. કેચઅપ સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes