બાજરી મેથી ના થેપલા

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
શેર કરો

ઘટકો

30 - 35 મિનીટ
3 - 4વ્યક્તિ માટે
  1. 1બાઉલ - બાજરી નો લોટ
  2. 1બાઉલ - ઘઉં નો લોટ
  3. સ્વાદ અનુસાર- મીઠું
  4. 1 ટી સ્પૂન- લાલ મરચું
  5. 2 ટી સ્પૂન- હળદર
  6. 1 ટી સ્પૂન- ધાણા જીરું
  7. 4-5 ટી સ્પૂન- તેલ (મોણ માટે)
  8. 1 ટી સ્પૂન- તલ
  9. 1નાનો બાઉલ - ધોઈ ને સમારેલી મેથી
  10. 1/2નાનો બાઉલ - કોથમીર ધોઈ ને સમારેલીીી
  11. 1/4 ટી સ્પૂન- હિંગ
  12. 1નાનો બાઉલ - ગરમ કરેલું દહીં

રાંધવાની સૂચનાઓ

30 - 35 મિનીટ
  1. 1

    1 બાઉલ માં બન્ને લોટ ચાળી ને લેવા.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી લેવા.

  3. 3

    મસાલા માં ફેરફાર તમે તમારી મરજી મુજબ કરી શકો છો. ત્યારબાદ તેમાં મેથી અને કોથમીર ઉમેરી તેલ નું મોણ નાખવું.

  4. 4

    તેને બરાબર મિક્સ કરી ગરમ કરેલા દહીં થી કણક બાંધી દેવી.

  5. 5

    5 - 10 મિનિટ માટે કણક ઢાંકી ને મૂકી રાખવી.

  6. 6

    5 - 10 મિનિટ પછી તેના લુવા કરી વણી અને શેકી લેવા.

  7. 7

    કોથમીર ની ચટણી,દહીં અથવા ચા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes