મેથી ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt

મેથી ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. જૂડી મેથી ની ભાજી
  2. ૩ વાટકીઘઉં નો લોટ
  3. ૧ વાટકીબાજરી નો લોટ
  4. ૨ ટેબલ સ્પૂનતેલ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. ૨ ટેબલ સ્પૂનલસણ ની પેસ્ટ
  7. ૧ ટેબલ સ્પૂનઆદુ ની પેસ્ટ
  8. ૨ ટેબલ સ્પૂનમરચાં ની પેસ્ટ
  9. ૧ ટેબલ સ્પૂનહળદર
  10. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  11. ૨ ટેબલ સ્પૂનતલ
  12. ૨ ટેબલ સ્પૂનખાંડ
  13. બાઉલ દહીં
  14. ૧/૨બાઉલ ગોળ

રાંધવાની સૂચનાઓ

૨૦-૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં લઈને તેમાં ગોળ મિક્સ કરો. ગોળ ઓગળે ત્યાં સુધી તેને હલાવો. એક પ્લેટમાં સમારી ને ધોઈલી મેથીની ભાજી લો.

  2. 2

    હવે મેથીની ભાજી માં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, તલ,ખાંડ,તેલ, હળદર,લાલ મરચું પાઉડર,આદુ-મરચા-લસણની પેસ્ટ, મીઠું વગેરે ઉમેરો. આ બધું બરાબર મિક્સ કરી લો.પછી તેમાં દહીં અને ગોળના મિશ્રણ થી લોટ બાંધો.

  3. 3

    લોટ બાંધ્યા પછી તેને થોડીવાર રહેવા દો.પછી તેના નાના-નાના લુઆ કરીને તેને મીડિયમ સાઇઝનાં વણી લો. હવે તેને ગરમ કરેલા તવા પર તેને બંને બાજુ તેલ લગાવીને શેકો.

  4. 4

    હવે તમે આ થેપલા ચા સાથે અથવા તો અથાણા સાથે પણ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
પર

ટિપ્પણીઓ

Similar Recipes