મેથી ના વડા (Methi Vada Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 - 30 મિનિટ
3 - 4 દિવસ માટે
  1. 1મોટો બાઉલ - બાજરી નો લોટ
  2. 1/2બાઉલ - ઘઉં નો લોટ
  3. સ્વાદ અનુસાર- મીઠું
  4. 2 ટી સ્પૂન- હળદર
  5. 2 ટી સ્પૂન- લાલ મરચું
  6. 1/2 ટી સ્પૂન- તલ
  7. 1/8 ટી સ્પૂન- હિંગ
  8. 1બાઉલ - ધોઈ ને બારીક સમારેલી મેથી
  9. 5-6 ટી સ્પૂન- ધોઈ ને સમારેલી કોથમીર
  10. 4 ટેબલ સ્પૂન- ગરમ કરેલું દહીં
  11. 4-5 ટેબલ સ્પૂન- તેલ
  12. તેલ - તળવા માટે

રાંધવાની સૂચનાઓ

25 - 30 મિનિટ
  1. 1

    બંને લોટ ને ચાળી લેવા.

  2. 2

    તેમાં મીઠું,મરચું,હળદર,તલ નાખી મિક્સ કરી ચાખી લેવું.તમારા ટેસ્ટ મુજબ ફેરફાર કરી લેવા.

  3. 3

    હવે તેમાં ધોઈ ને બારીક સમારેલી મેથી અને કોથમીર ઉમેરી મોણ માટે તેલ ઉમેરવું.

  4. 4

    બધું બરાબર મિક્સ કરી ગરમ કરેલા દહીં થી કણક બાંધી લેવી.

  5. 5

    10 મિનિટ નો રેસ્ટ આપી લુવો લઈ વણી લેવું.ગોળ મોટો રોટલો વણી તેની આજુ બાજુ ની સાઈડ પિત્ઝા કટર થી કાપી ચોરસ બનાવી લેવું.

  6. 6

    ત્યારબાદ તેમાં થી ડાયમંડ આકાર ના વડા કટ કરી લેવા.

  7. 7

    ગરમ તેલ માં તળી લેવા.

  8. 8

    જો તમે ઇચ્છો તો બન્ને લોટ એક સરખા માપ થી પણ લઈ શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes