પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
રોજ એક જ ટાઇપ ની ખીચડી ખાઈ ને કંટાળો આવે ત્યારે આવી ખીચડી બનાવી શકાય છે. રાયતા સાથે ખીચડી મસ્ત લાગે છે.
પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
રોજ એક જ ટાઇપ ની ખીચડી ખાઈ ને કંટાળો આવે ત્યારે આવી ખીચડી બનાવી શકાય છે. રાયતા સાથે ખીચડી મસ્ત લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી ધોઈ ને ૧૦ મિનિટ પલાળવી. ત્યારબાદ કુકર માં હળદર અને મીઠું નાખી બાફી લો.
- 2
હવે પેન ઘી મૂકી તેમાં પાલક ટામેટાં અને કેપ્સીકમ સિવાય ના બધાં શાક સંતાડવા. ત્યારબાદ તેમાં બધા મસાલા અને પાલક ટામેટાં કેપ્સીકમ નાખી ને કુક કરવું. શાક ના ભાગ નું મીઠું નાખવું.
- 3
ત્યારબાદ બાફેલી ખીચડી નાખી નાખી મિક્સ કરી ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
લહુસુની દાલ પાલક ખીચડી (Lasooni dal palak khichdi Recipe in Gujarati)
#GA4#week24#Garlicદાલ પાલક ખીચડી તો આપને બનાવતા જ હોઈએ.આજે ગાર્લીક ફ્લેવર્સ ની ખીચડી બનાવી. જે બહુ જ યમ્મી લાગે. Namrata sumit -
લસૂણી પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
પાલક માં ખૂબ જ ગુણકારી તત્વો હોય છે જેમ કે વિટામીન એ,વિટામીન સી,વિટામિન કે૧,ફોલિક એસિડ, લોહતત્વ,કૅલ્શિયમ.અહીં મેં એક ટ્વિસ્ટ આપીને પાલકનું કોમ્બિનેશન ખીચડી સાથે કર્યું છે જે હેલ્થી તો છે જ ટેસ્ટી પણ બઊજ લાગે છે તમે પણ આ રેસીપી એકવાર જરૂર થી ટ્રાઇ કરજો Jinkal Sinha -
છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1#khichdi#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati ) આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો. Daxa Parmar -
ગિરનારી ખીચડી(girnari khichdi recipe in gujarati)
#માઇઇબુક સ્પે.ગિરનારી ખીચડીખુબજ પોષ્ટિક અને પચવામાં પણ હળવી જેમાં બધાજ શાક ભાજી અને ચોખા તેમજ બધી જ દાળ જે અવેલેબલ હોય તે નાખી શકાય છે..અમારા જૂનાગઢ માં ગિરનાર હિલ ઉપર દાતાર બાપુ ની જગ્યા છે ત્યાં જયે એટલે પ્રસાદી માં આ ખીચડી અચૂક હોય જ છે ખાવામાં ખુબજ ટેસ્ટી અને ફટાફટ બની જતી આ ખીચડી ચોક્કસ ટ્રાય કરવા જેવી. Charmi Tank -
ખારીયું વીથ ખીચડી(Khariyu with khichdi recipe in Gujarati)
#GA4#Week11 #Green onionખારીયું એટલે લીલા કાંદા નું શાક...જેવું જ પન આ થોડું રસાવાળું હોય..ખારીયું ને ખીચડી સાથે મિક્ષ કરી ને ખવાય છે ખૂબજ સરસ લાગે છે મારા ઘરે તો ખારીયું બને એટલે ખીચડી પન બને જ....ને રોટલા પન....એટલે મે ખારીયું, ખીચડી,ગરમ રોટલા ઉપર તાજું માખણ, લીલા ટામેટાં ને મરચાં નો સંભારો, પાપડ, ને છાશ બનાવી...જે બધું જ એકબીજા સાથે સરસ લાગે છે.... Rasmita Finaviya -
પાલક મેથી ની વઘારેલી ખીચડી (Palak Methi Vaghareli Khichdi Recipe In Gujarati)
હાલ માં ભાજી અને લીલું લસણ ભરપૂર આવે છે. મે તેનો ઉપયોગ કરી ને ખીચડી બનાવી છે. Disha Prashant Chavda -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10સામાન્ય રીતે ખીચડી નું નામ પડે ત્યારે થોડી બીમાર જેવી ફિલિંગ આવે ,બાળકો નું મોઢું બગડે ..પણ આ નવું વર્ઝન ..પાલક ,મસાલા ખીચડી .. હેલધી અને સ્વાદિષ્ટ બનેછે .અને સૌ કોઈ ને ભાવે છે .. Keshma Raichura -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
ખીચડી(khichdi recipe in Gujarati)
#FFC7 સામાન્ય રીતે ખીચડી સાથે તાંદલજા ની ભાજી બનાવતાં હોય છીએ.અહીં ખીચડી ની અંદર તાંદલજા ભાજી ઉમેરી ને બનાવી છે.સ્વાદ માં અલગ બની છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
પાલક - ખીચડી(Palak khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#KHICHADI#COOKPAGUJCOOKPADINDIA ખીચડી એ દરેક નાં ઘર માં સાંજ ના સમયે બનતી વાનગી છે. જે જુદા જુદા અનાજ અને દાળ નાં કોમ્બિનેશન સાથે બનાવી શકાય છે.તેમ છતાં દરેક નાં ઘર માં જુદા જુદા સ્વાદ ની ખીચડી બનતી હોય છે. મેં અહીં ઘઉં ના ફાડા અને પાલક ની ભાજી સાથે મિક્સ દાળ નો ઉપયોગ કરી ને ખીચડી તૈયાર કરી છે.જે એકદમ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જે વઘારેલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. Shweta Shah -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
વઘારેલ મસાલા ખીચડી(Vaghrel masala khichdi recipe in Gujarati)
#GA4#Week7# khichdiખીચડી નો સમાવેશ સાંજ ના ભોજન સાથે કરવામાં આવે છે તેની સાથે ગુજરાતી ભોજન પીરસવામા આવે છે તો મે પણ સાંજ ના ભોજન માં ભાખરી , શાક, સલાડ, દહીં, પાપડને છાસ ની સાથે વઘારેલ મસાલા ખીચડી બનાવી છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)
#GA4#week2 પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. Bhakti Adhiya -
પાલક ખીચડી(Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week2 ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી એવી ખીચડી.. પાલક ખીચડી.. Aanal Avashiya Chhaya -
ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati)
#KS7આજે હું મારાં ઘર ના બધાની પસંદગી ની ગ્રીન ગાર્ડન ખીચડી રેસીપી બતાવું છું. જે હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર છે. Ami Sheth Patel -
-
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
આમ તો ખીચડી દરેક ના ધર મા બનતી હોય છે, પણ અહીં મે થોડી અલગ રીતે બનાવી છે, આ ખીચડી ની અંદર તેલ નો ઉપયોગ બિલકુલ કરીયૉ નથી, આ ખીચડી ટોટલી ઘી માં જ બનાવી છે, અને ખાવા માં પણ ખુબ જ સરસ લાગે છેમસાલા ખીચડી અને કઢી,હેલ્થી અને પૌષ્ટિક Arti Desai -
-
-
લહેસુની પાલક ખીચડી (Lehsuni Palak Khichdi Recipe In Gujarati)
#AM2આજ ના સમય માં બાળકો ને ખીચડી પ્રત્યે અણગમો હોય છે.. ત્યારે આવી દાળ અને ચોખા થી બનેલી આવી અવનવી ખીચડી જે હેલ્થી અને કલરફુલ હોવા થી બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે પણ બનાવજો જરૂર એકવાર. Noopur Alok Vaishnav -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખીચડી ને સુપર ફૂડ કે વન પોટ મિલ કહેવાય છે... તેમાં પણ મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ઉમેરી ખીચડી બનાવો તો હેલ્થ વેલ્યુ ખૂબ વધી જાય છે.... સાદી ખીચડી ગરમ હોય ત્યારે ઉપરથી ઘી નાખી અને ઠંડી થાય પછી સીંગતેલ નાખી સાથે ખાટું અથાણું ખાવા થી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.... આજે મે મિક્સ વેજ. વઘારેલી ખીચડી બનાવી છે. Hetal Chirag Buch -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#SJR સાંજ નાં ઝડપ થી તૈયાર તેવી સ્વાદિષ્ટ ખીચડી બને છે. Bina Mithani -
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani -
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
લહસુની પાલક ખીચડી વન પોટ મિલ છે. જે મગની દાળ, ચોખા અને પાલકમાંથી બનાવવામાં આવે છે. આ એક સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણનો વઘાર ખીચડી ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. આ ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB10#lahsoonipalakhichdi#garlicspinachkhichdi#restaurantstyle#cookpadgujarati#cookpadindia#foodphotography Mamta Pandya -
વેજ ફાડા ખીચડી(Veg Fada Khichadi Recipe In Gujarati)
આજે મેં ખૂબ જ સરળતાથી બનતી અને પચવામાં પણ સરળ એવી ફાડા ની વેજ ખીચડી બનાવી છે જે ડિનર માં દહીં સાથે સરસ લાગે છે Dipal Parmar -
હરિયાળી ખીચડી (Hariyali Khichadi Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Khichdi#cookpad#cookpadindiaગુજરાતી ને ડિનર મા ખીચડી ના મળે તો રાત ના ઊંઘ ના આવે. 😂ખીચડી બઉ બધા પ્રકાર ની બની શકે. મગ ચોખા, તુવેર દાળ ની ખીચડી, વેજિટેબલ ખીચડી, અને ઠંડી ની સીઝન મા તો પાલક ની ભાજી, લીલી તુવેરના દાણા નાખીને બનાવી એટલે મજા પડી જાય. Mitali Chavda (Mitali Darshan Vala) -
કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati#વઘારેલી_ખીચડી#કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe in Gujarati) ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે. શિયાળા ની ઋતુ માં ખીચડી ખાવાથી ઘણા એવા ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે. આ કાઠિયાવાડી ખીચડી પણ પોષક તત્વો થી ભરપુર છે. એમાં મે ઘણા બધા શાકભાજી અને ત્રણ જાત ની દાળ નો ઉપયોગ કરી ને એક હેલ્થી ખીચડી બનાવી છે. Daxa Parmar -
ખીચડી
#RB19 ખીચડી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. એકદમ સુપાચ્ય અને ડાયેટીંગ માટે ખીચડી તો બેસ્ટ છે. Bhavnaben Adhiya -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14656249
ટિપ્પણીઓ (25)