છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#Week7
#post1
#khichdi
#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati )
આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો.

છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)

#GA4
#Week7
#post1
#khichdi
#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati )
આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૩૫ મિનિટ
૫ વ્યક્તિ
  1. 🌐ખીચડી રાંધવા ના ઘટકો :--
  2. ૩ ટેબલ સ્પૂનતેલ
  3. ૨ નંગતમાલપત્ર
  4. ૧ ઇંચતજ નો ટુકડો
  5. ૪ નંગલવિંગ
  6. ૫-૭ નંગ આખા મરી
  7. ૨ ટી સ્પૂનહળદર પાઉડર
  8. સ્વાદ મુજબનમક
  9. ૧/૨ કપચોખા
  10. ૧/૪ કપમગ ની ફોતરા વાળી દાળ
  11. ૧/૪ કપઅડદ ની દાળ
  12. ૧/૪ કપચણા ની દાળ
  13. ૧/૪ કપતુવેર દાળ
  14. ૧/૪ કપમસૂર દાળ
  15. ૧/૪ કપસીંગદાણા
  16. ૧ નંગબટાકુ નાના ટુકડા કાપેલા
  17. ૧/૩ કપલીલા વટાણા
  18. ૧ નંગરીંગણ નાના ટુકડા સમારેલા
  19. ૧/૩ કપફુલેવર નાના ટુકડા સમારેલા
  20. જરૂર મુજબપાણી
  21. 🌐ખીચડી ના વઘાર ના ઘટકો :---
  22. ૩ ટેબલ સ્પૂનતેલ
  23. ૧ ટેબલ સ્પૂનજીરું
  24. ૬-૮ નંગ મીઠા લીમડા ના પાન
  25. ૧/૨ ટી સ્પૂનહિંગ
  26. ૨ નંગડુંગળી જીની સમારેલી
  27. ૨ ટેબલ સ્પૂનઆદુ + લીલા મરચા + લસણ ની પેસ્ટ
  28. ચપટીહળદર પાઉડર
  29. ૪ નંગટામેટા જીના સમારેલા
  30. ૧ ટેબલ સ્પૂનખાંડ
  31. સ્વાદ મુજબનમક
  32. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  33. ૧ ટેબલ સ્પૂનખીચડી નો મસાલો
  34. ૨ ટેબલ સ્પૂનલીલી કોથમીર ના પાન
  35. 🌐ગાર્નિશ ના ઘટકો :---
  36. જરૂર મુજબ લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી જ દાળ ને 1 કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ એક કૂકર માં તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, આખા મરી ઉમેરી એમાં હળદર પાઉડર અને નમક ઉમેરી સોતે કરી લો.

  2. 2
  3. 3

    હવે આમાં ચોખા ને પલાળેલી બધી દાળ ઉમેરો. સાથે સમારેલા શાકભાજી લીલા વટાણા, બટાકા, રીંગણ, અને ફુલેવર ઉમેરી સોતે કરી લો.

  4. 4

    હવે આમાં સીંગદાણા ઉમેરી થોડી વાર સોતે કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. ને કૂકર નું ઢાંકણ ઢાંકી ને 3 સીટી માં ખીચડી કૂક કરી લો.

  5. 5

    હવે ખીચડી તૈયાર છે તો એનો વઘાર કરીશું. એની માટે એક પેન કે કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં જીરું, મીઠા લીમડા ના પાન, હિંગ, આદુ+ લસણ + લીલા મરચાં ની પેસ્ટ, જીની સમારેલી ડુંગળી અને ચપટી હળદર પાઉડર ઉમેરી સાંતળી લો.

  6. 6

    હવે જીના સમારેલા ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરી સોતે કરી લો. ટામેટાં થોડા ચઢે એટલે એમાં ખાંડ, નમક, લાલ મરચું પાઉડર અને ખીચડી નો મસાલો ઉમરીને બધું મિક્સ કરી લો.

  7. 7

    હવે આમાં બનાવેલી ખીચડી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ને સતત હલાવતા રહી આમાં લીલી કોથમીર ના પાન ઉમેરી આ ખીચડી ને 10 મિનિટ માટે કૂક કરી લો.

  8. 8

    હવે આપણી પૌષ્ટિક અને હેલ્થી છ ધાન વાળી ખીચડી તૈયાર છે સર્વ કરવા માટે. આ ખીચડી ને કોથમીર ના પાન થી ગાર્નિશ કરો. આ ખીચડી સાથે તળેલા મોડા મરચાં, ડુંગળી નું સલાડ અને મસાલા છાસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes