કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)

#KS1
#cookpadindia
#cookpadgujarati
#વઘારેલી_ખીચડી
#કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe in Gujarati)
ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે.
શિયાળા ની ઋતુ માં ખીચડી ખાવાથી ઘણા એવા ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે. આ કાઠિયાવાડી ખીચડી પણ પોષક તત્વો થી ભરપુર છે. એમાં મે ઘણા બધા શાકભાજી અને ત્રણ જાત ની દાળ નો ઉપયોગ કરી ને એક હેલ્થી ખીચડી બનાવી છે.
કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1
#cookpadindia
#cookpadgujarati
#વઘારેલી_ખીચડી
#કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe in Gujarati)
ખીચડી એ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેને દાળ અને ભાતને એક સાથે ઉકાળીને અને ઘી, શાકભાજી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘણા બદલાવ આવે છે અને આ ફેરફારો આપણા શરીરથી લઈને લાઇફસ્ટાઇલ સુધીના હોય છે. આવી સ્થિતિમાં, આપણે શિયાળાની ઋતુમાં પણ ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. ખિચડીના ઘણા પ્રકારો છે જેમ કે- મગ દાળની ખીચડી, તુવેરની દાળની ખીચડી, આખા અનાજની ખીચડી, આયુર્વેદ ખીચડી, મસાલેદાર ખીચડી, ડ્રાયફ્રૂટ ખીચડી, બાજરીની ખીચડી અને દહીં વાળી ખીચડી વગેરે છે.
શિયાળા ની ઋતુ માં ખીચડી ખાવાથી ઘણા એવા ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં ઠંડકને કારણે ઘણા લોકો કફ, તાવ, વિકનેસ વગેરેની ફરિયાદ રહે છે. જો તમે શિયાળાની સીઝનમાં ખીચડી ખાઓ છો તો તે જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે. આને કારણે શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે અને શિયાળામાં સરળતાથી કામ કરે છે. જો બોડી ડિટોક્સની વાત કરવામાં આવે તો ખીચડી આમાં ઘણી મદદ કરે છે. આ કાઠિયાવાડી ખીચડી પણ પોષક તત્વો થી ભરપુર છે. એમાં મે ઘણા બધા શાકભાજી અને ત્રણ જાત ની દાળ નો ઉપયોગ કરી ને એક હેલ્થી ખીચડી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચોખા, પીળી મગ ની મોગર દાળ, તુવેર દાળ અને મગ ની ફોતરા વાળી દાળ ઉમેરી સ્વચ્છ પાણી થી ધોઈ ને બીજા સ્વચ્છ પાણી માં એને 10 થી 15 મિનિટ માટે પલાળી રાખો.
- 2
હવે બધું જ શાકભાજી સામગ્રી માં બતાવ્યા પ્રમાણે કટ કરી સ્વચ્છ પાણી થી ધોઈ લો. (તમે ઇચ્છો તો આમાંથી કોઈ પણ શાકભાજી સ્કીપ કરી સકો છો)
- 3
હવે પલાળેલા ચોખા માંથી પાણી નિતારી કૂકર મા ઉમેરો ને એની પર સમારેલા બધા શાકભાજી પણ ઉમેરી લો. હવે આમાં પાણી, હળદર પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી કૂકર ની 4 સિટી વગાડી ખીચડી કૂક કરી લો. (જો ખીચડી માં પાણી ઓછું લાગે તો બીજું વધારાનું પાણી ઉમેરી ને ખીચડી ઠીલી કરી સકો છો)
- 4
હવે આ ખીચડી નો વઘાર કરીશું. એની માટે એક પેન કે કઢાઇ માં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું કાકડાવી તેમાં જીની સમારેલી ડુંગળી ઉમેરી ગેસ ની મીડીયમ આંચ પર ગોલ્ડન સાંતળી લો. હવે આમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચાં અને આદુ + લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
- 5
હવે આમાં હિંગ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી 1 મિનિટ કૂક કરી લો. હવે આમાં બનાવેલી ખીચડી ઉમેરી મિક્સ કરી લો. ને તેમાં લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી લો ને ગેસ ની આંચ બંધ કરી લો.
- 6
હવે આપણી સ્વાદિષ્ટ ને હેલ્થી કાઠિયાવાડી વઘારેલી ખીચડી તૈયાર છે સર્વ કરવા માટે. આ ખીચડી ને લીલી કોથમીર ના પાન અને કાકડી અને ટોમેટો સ્લાઈસ થી ગાર્નિશ કરો. આ ખીચડી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1#khichdi#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati ) આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો. Daxa Parmar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
કાઠિયાવાડી વઘારેલી ખીચડી(Kathiyawadi Vaghareli Khichdi in Gujarati)
#KS1ખીચડી એ ખુબ હળવો ખોરાક છે.ખીચડી નું બાળકો ને પસંદ ઓછી હોય છે,જેથી આ રીતે વગારી ને નવો ટેસ્ટ આપી ને બાળકો ને ખીચડી ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#WEEK1- ખીચડી નામ પડતાં દરેક ને એક જ વિચાર આવે કે બીમાર થઈએ એટલે ખીચડી ખવાય. પણ ખીચડી માં શાકભાજી અને મસાલા ઉમેરીને ખાવામાં આવે તો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર બને છે. અહીં આવી જ ખીચડી પ્રસ્તુત છે.. Mauli Mankad -
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 ખીચડી ને ઈન્ડિયા નું રાષ્ટ્રીય ખાણું તરીકે ઓળખાય છે.ખીચડી હલકો ખોરાક હોવાં ને કારણે વધુ પડતાં લોકો તેને રાત્રે ભોજન તરીકે કરે છે.તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરવા માં આવે છે અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેનાં વઘારવા નાં સમયે આટલી વસ્તુઓ જરૂર નાખો, તો સ્વાદ બમણો આવશે. Bina Mithani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1વઘારેલી ખીચડી દાળ, ચોખા તથા શાકભાજી, ના પોષક તત્વો અને વિટામિન થી ભરપુર હોય છે..ખીચડી શબ્દ નો અર્થ જ આ કે સૌથી વધારે વસ્તુઓનૂ મિશ્રણ.. એટલે ખીચડી..અને જ્યારે ઝડપથી રસોઈ બનાવવા નું હોય તો.. દરેક ગૃહિણીની પસંદ પણ ખરી જ.. Sunita Vaghela -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#WKRવઘારેલી ખીચડી દરેક ઘરમાં બનતી હોય છે..અને ફટાફટ તૈયાર પણ થઈ જાય...અને વનમિલ પોટ આહાર છે.. જેમાં શાકભાજી, દાળ, ચોખા તથા ઘી , મસાલા નો ઉપયોગ હોવાથી.. જેથી શરીરમાં બધાં જ વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ બધું જ મળી રહે છે.. Sunita Vaghela -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખીચડી ને સુપર ફૂડ કે વન પોટ મિલ કહેવાય છે... તેમાં પણ મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ઉમેરી ખીચડી બનાવો તો હેલ્થ વેલ્યુ ખૂબ વધી જાય છે.... સાદી ખીચડી ગરમ હોય ત્યારે ઉપરથી ઘી નાખી અને ઠંડી થાય પછી સીંગતેલ નાખી સાથે ખાટું અથાણું ખાવા થી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.... આજે મે મિક્સ વેજ. વઘારેલી ખીચડી બનાવી છે. Hetal Chirag Buch -
સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
#TT1#satvik_Kadhi_khichdi#cookpadgujarati કઢી ખીચડી આમ તો આપણે બનાવતા હોઈએ પણ આ કઢી ખીચડી સ્વામિનારાયણ મંદિર ની ખુબ જ ટેસ્ટી કઢી ખીચડી હોય છે તેવી જ મેં બનાવી છે. સ્વામિનારાયણ મંદિર માં સમૈયા માં પ્રસાદ તરીકે મળતી આ સાત્વિક એવી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સ્વામિનારાયણ ખીચડી બનાવી છે. મેં આ કઢી ખીચડી નો પ્રસાદ એકવાર વડતાલ ના સ્વામિનારાયણ મંદિર માં ગ્રહણ કર્યો હતો ..ત્યારથી જ એ કઢી ખીચડી મને ખૂબ જ ભાવિ ગઈ હતી.. તો મંદિર માં મળતી આ ખીચડી ખાવામાં ખુબ જ હેલ્ધી હોવાની સાથે, જો તમે ઘરે આ રીતે બનાવશો તો ધરના બધા ખાતા રહી જશે. આ ખીચડી માં ભરપુર પ્રમાણ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં હોવાથી એકદમ હેલ્થી અને પૌષ્ટીક બની છે. તો તમે પણ આવી સાત્વિક કઢી ખીચડી બનાવીને પ્રસાદ નો આનંદ માણો. Daxa Parmar -
કાઠીયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
ખીચડી ખુબ જ ઝડપથી બની જાય તેવી છે ખૂબ જ લોકપ્રિય છે અને ઘણીવાર વધેલી ખીચડી માંથી પણ ખીચડી બનાવી શકાય છે #WKR Aarati Rinesh Kakkad -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#CB1#Week1#chappanbhog Recipe Vaishaliben Rathod -
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week 1 છપ્પન ભોગ ખીચડી એક લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે દાળ અને ચોખા ને એક સાથે પકવી ને બનાવાય છે.ચોખા અને મગ ની દાળ ની ખીચડી બીમાર લોકો માટે બનાવવા માં આવે છે. ખીચડી ઘણા અલગ અલગ પ્રકાર થી બનાવવામાં આવે છે. વઘારેલી મસાલા ખીચડી ખૂબ સ્વાદિષ્ટ અને ઝડપથી સરળ રીતે બનતી હોય છે. કૂકર માં બનાવવામાં વધુ સમય નથી લાગતો. દહીં, પાપડ અને સલાડ સાથે બપોરના કે રાતના ભોજનમાં પીરસી શકાય. આજે મે બાસમતી ચોખા અને છોતરવાળી મગ ની દાળ માં ઘી અને મસાલા નાખી ને ખુબજ ચટપટી બનાવી છે. Dipika Bhalla -
ખીચડી થેપલા (khichdi Thepla Recipe in Gujarati)
થેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે ખીચડી ના થેપલા બનાવ્યા છે અને એમાં થોડો મીન્ટ (પુદીના) નો ફ્લાવર આપ્યો છે. આ થેપલા આપડે ચા, દહીં, રાઇતું, ચટણી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
ગલકા ની વઘારેલી ખીચડી (Galka Vaghareli Khichdi Recipe In Gujarati)
#આ ખીચડી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. ગલકું ઘણા ને ભાવતું નથી. ખીચડી માં નાખવા થી ખબર જ નથી પડતી અને હેલ્થી છે. Arpita Shah -
રજવાડી વઘારેલી ખીચડી
#હેલ્થડેવિથ કિડ્સ.આજે મારી લાડકી એ બનાવી રજવાડી વઘારેલી ખીચડી.😍😘😋 Chhaya Panchal -
મગ દાળની સાદી ખીચડી (Moong Dal Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#cookoadgujarati આપણા સૌના ઘરમાં અવારનવાર ખીચડી તો બનતી જ હોય છે. તેમાં ફરક એટલો હોય કે ક્યારેક મગની દાળની ખીચડી હોય, ક્યારેક એકદમ સાદી ખીચડી હોય, ક્યારેક વઘારેલી ખીચડી હોય. મગની દાળની સાદી ખિચડી એક ખૂબ જ સરળ વાનગી છે જે ચોખા અને મગની દાળને સાથે પ્રેશર કૂકરમાં પકાવીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા માટે બહુ વધારે સામગ્રીની જરૂર નથી, માત્ર ચોખા, મગની દાળ, હળદર અને મીઠું જ જોઈએ. પરંતુ મેં અહીંયા આ ખીચડી ને થોડી વઘાર કરીને બનાવી છે...જેથી કરીને એના સ્વાદમાં અનેક ઘણો વધારો થઈ જાય. આ ખિચડી નાના બાળકો, બીમાર લોકો અને મોટી ઉંમરવાળા લોકોના જમવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે કારણકે તેનું પાચન સરળતાથી થઈ જાય છે. જો ક્યારેય પણ તમને કઇંક હલ્કું ફૂલ્કું ખાવાનું મન હોય તો આ ખિચડી ખાઈ શકાય છે. Daxa Parmar -
-
વઘારેલી ખિચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
all favourite ખિચડી એક સુપાચ્ચ ,પોષ્ટિક હલવો ખોરાક છે , દરેક ભારતીય ઘરો મા વિવિધ રીતે બને છે. સાદી ,રજવાડી ,વેજ ખિચડી, જુદા જુદા ધાન્ય થી બનતી ખિચડી , લંચ ,ડીનર મા લઈ શકાય છે, Saroj Shah -
મિક્સ વેજ પંચરત્ન ખીચડી (Mix Veg Panchratna Khichdi Recipe In Gujarati)
#WKR#ખીચડી રેસિપી ચેલેન્જ આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે પાંચ દાળ ની ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોખ્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
-
ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં કાઠીયાવાડી ભોજન બધાને ભાવે છે. તેમાં પણ તેલ મસાલાથી ભરપૂર એવું કાઠીયાવાડી સ્વાદિષ્ટ ભોજન મારા બંને બાળકો પણ પસંદ કરે છે. અમારા ઘરની ગિરનારી ખીચડી અમારી સોસાયટીમાં ખૂબ જ ફેમસ છે. એટલા માટે આજે હું તમારી સાથે આ કાઠીયાવાડી ગિરનારી ખીચડી ની રેસીપી શેર કરું છું. ગિરનારી ખીચડી જો દહીં તીખારી સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. Asmita Rupani -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1Thursday Treat 1ખીચડી એક એવું ધાન્ય છે. જે ગુજરાતીઓના ઘરમાં રાત્રે વાળું માં બનતી હોય છે. ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે..ખીચડી બનાવવાની રીત દરેક ની અલગ - અલગ હોય છે. મેં અહીં ફોતરાંવાળી મગની દાળ - ચોખા ની બનાવી છે. સાથે ગુજરાતી કઢી હોય તો ઓર મજા પડી જાય.. Jigna Shukla -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Linlmaખીચડી એક હેલ્ધી અને પૌષ્ટિક આહાર છે.મેં ચાર પ્રકારની દાળ અને ચોખા નો ઉપયોગ કરી ખીચડી બનાવી છે. તેમાં જે વેજીટેબલ્સ ઉપયોગ કરવો હોય તે નાખી અને પૌષ્ટિક બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ (8)