લસણીયા બટાકા (lasaniya potato recipe in Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧૨-૧૫ કળી લસણ
  2. ૪-૫ લાલ સુકા મરચાં
  3. મીડીયમ ટામેટા
  4. ઈંચ આદું
  5. મોટા બટાકા
  6. મોટી ડુંગળી
  7. ૧ ટેબલ સ્પૂનમલાઈ
  8. ૧ ટી સ્પૂનજીરું
  9. તમાલપત્ર
  10. ૨,૩ લવીંગ
  11. ૧ ટેબલસ્પૂનલાલ મરચું
  12. ૧ ટેબલસ્પૂનધાણાજીરું
  13. ૧/૨ ટી સ્પૂનહળદર
  14. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૫ ટેબલસ્પૂનતેલ
  17. ૨ ટેબલસ્પૂનકોથમીર
  18. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    લાલ મરચાં ગરમ પાણીમાં દસથી પંદર મિનિટ પલાળી રાખો પછી લસણ અને મરચાંને મિક્સરમાં પીસી લો.

  2. 2

    ટામેટા અને આદુને પણ અલગથી મિક્સરમાં પીસી લો.

  3. 3

    હવે ૨ બટાકાને બાફી લો અને મોટા મોટા ટુકડા કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને બટાકાને કળી લો. તળાઈ જાય એટલે બટાકા બહાર કાઢી લો.

  4. 4

    હવે એ જ તેલ માં તમાલપત્ર, લવિંગ, જીરું ઉમેરો અને જીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી બરાબર સંતળાઈ જાય પછી એમાં મરચા અને લસણની પેસ્ટ ઉમેરીને એક મિનીટ સાંતળી લો. સંતળાઈ જાય પછી એમાં ટામેટાની પેસ્ટ ઉમેરો અને સાથે બધા મસાલા ઉમેરી દો અને બરાબર મિક્સ કરીને બે ત્રણ મિનિટ માટે ચઢવા દો.

  5. 5

    હવે મસાલા ચડી જાય પછી એમાં મલાઈ ઉમેરી મીક્સ કરી લો પછી બાફી ને તળેલા બટાકા ઉમેરી લો અને બધું બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે એમાં એક કપ પાણી ઉમેરો અને એમા જરૂર પ્રમાણે મીઠું ઉમેરો અને ગરમ મસાલો ઉમેરી લો. હવે એને ઢાંકી ને ત્રણથી ચાર મિનિટ માટે ચઢવા દો. આપણા લસણીયા બટેકા ખાવા માટે તૈયાર છે.

  7. 7

    કોથમીર નાખી ગાર્નીશ કરી લો અને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes