આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
Meghpur
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ વ્યક્તિ માટે
  1. ૧ કિલોબટેકા
  2. ૪ નંગકાંદા
  3. લીલું લસણ
  4. ૧૦ થી ૧૨ લસણ ની કળી
  5. ઈંચ આદુ
  6. ૨ નંગમરચા
  7. ૧ નંગલીંબુ નો રસ
  8. ૧ ચમચીહળદર પાઉડર
  9. ૨ મોટી ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ગરમ મસાલો
  11. ૨ મોટા ચમચાતેલ વઘાર કરવા
  12. ૧/૨ ચમચીરાઈ જીરું
  13. ૧/૨ ચમચીહિંગ
  14. ૧/૪ ચમચીઅજમો
  15. ૪ વાટકીઘઉં નો લોટ
  16. ૩ ચમચીતેલ મોણ માટે
  17. મીઠું સ્વાદાનુસાર
  18. પાણી લોટ બાંધવા
  19. કોથમીર સમારેલી મસાલા માં નાખવા
  20. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બટેકા બાફી લેવા ને કાંદા બારીક સમારી લો આદુ મરચું અને લસણ મિક્સર માં ક્રશ કરી લેવું

  2. 2
  3. 3

    ત્યાર બાદ બાફેલા બટાકા ને છૂંદી ને માવો બનાવવો હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી હિંગ અજમો નાખી તતડે એટલે તેમાં કાંદા નાખી વઘાર કરો

  4. 4
  5. 5

    હવે તેમા કાંદા સહેજ ચડી જાયએટલે તેમાં રૂટિન મસાલા ઉમેરી આદુ મરચું લસણ ની પેસ્ટ ઉમેરો બધું મિક્સ કરી ને મીઠું લીંબુ નો રસ નાખી મોટા બટેકા વડા ની જેમ વડા બનાવી એક થાળી માં મુકો

  6. 6

    હવે એક કથરોટ માં ઘઉં નો લોટ લઈ મોણ નાખીને મીઠું સ્વાદાનુસાર નાખી પરોઠા જેવો લોટ બાંધવો એના મોટા લુવા વારો

  7. 7

    હવે એક લુવા લયને પાટલા પર થોડો વણી લેવો પછી એમાં બટેકા નો માવો નો લુવો પૂરી ને લોટ થી કવર કરી ગોયાનું બનાવો

  8. 8

    ત્યાર બાદ હળવા હાથે વણી લો ને તવી ઉપર તેલ લગાવી બંને બાજુ આછા બ્રાઉન રંગના શેકી લો.

  9. 9

    ગરમ ગરમ પરોઠા ચટણી કે દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
પર
Meghpur
ખાવું ખવડાવું ને મોજ થી રેવું 😍😃
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes