ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#AM4
આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે ‌તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે..

ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)

#AM4
આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે ‌તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પુરણ માટે:-
  2. 500 ગ્રામબટાકા
  3. 3કયુબ પ્રોસેસ ચીઝ
  4. 50 ગ્રામબટર
  5. 3 ચમચીતેલ વધાર માટે
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીખાંડ
  9. 1/2લીંબુ નો રસ
  10. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  11. 4લીલા મરચા
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 2 ચમચીસમારેલી કોથમીર
  14. 1/2 ચમચીજીરૂ
  15. 1 ચપટીહિંગ
  16. લોટ બાંધવા માટે:-
  17. 2 વાટકીઘઉં નો લોટ
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. 2 ચમચીતેલ મોણ માટે
  20. પાણી લોટ બાંધવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં તેલ નું મોણ નાખી ને મીઠું નાખી ને પાણી ઉમેરી ને સાધારણ નરમ પરોઠા જેવો લોટ બાંધવો અને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.. બટાકા બાફીને માવો કરવો..

  2. 2

    હવે એક નોનસ્ટિક તાવી લેવી એમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું નો વઘાર કરી હિંગ નાખી ને મરચા અને આદુ ની પેસ્ટ ઉમેરવી અને બરાબર સાંતળો.. પછી તેમાં બાફેલા બટાકા નો માવો નાખી ને મસાલો કરી ને મિક્સ કરી લો.. ગેસ બંધ કરી ઠંડુ થવા દો..

  3. 3

    હવે લુઆ બનાવી લો અને એક પાટલી પર એક લુઆ ને લઈ ને કોડીયા જેવો આકાર આપો અને તેમાં બટાકા નું પુરણ ભરી ઉપર ચીઝ ખમણી ને મુકી દો.. ફરીથી લુઓ બનાવી લો અને અટામણ લઈ ને વણી લો..

  4. 4

    તાવી માં તેલ કે બટર મૂકી ગુલાબી શેકી લો.. ગરમાગરમ ચીઝ આલુ પરોઠા પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes