આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#GA4
#Week1
નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા.

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

#GA4
#Week1
નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો માટે
  1. 500 ગ્રામબટાકા
  2. 2-3 નંગવાટેલા લીલા મરચા
  3. સ્વાદ અનુસારમીઠુ
  4. 2 ચમચીમોરસ (ખાંડ)
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. કોથમીર
  9. 1બાઉલ ઘઉં નો લોટ
  10. 1/2 ચમચીતેલ
  11. જરૂર મુજબ પાણી
  12. પરાઠા શેકવા તેલ
  13. ગરનિશિંગ માટે :
  14. સોસ
  15. ગ્રીન ચટણી
  16. મસાલા દહીં

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફવા મુકો. અને ઘઉં ના લોટ ની કનક બાંધો. લોટ માં મીઠુ નાખવું. લોટ રોટલી ના લોટ કરતા સહેજ કઠણ બાંધવો.

  2. 2

    હવે બટાકા ને છોલી ને તેમાં બધો મસાલો કરવો. મસાલો થઇ જાય એટલે પરોઠા વણવા.

  3. 3

    સૌ પ્રથમ લુવું લઈને થોડીક વની લેવી. પછી તેમાં વચ્ચે બટાકા નો માવો ઉમેરવો. પછી તેને બંધ કરી લેવું. ફરીથી ઘઉં ના લોટ નું અટામણ લઇ ફરીથી વનો.

  4. 4

    હવે તેને લોઢી પર શેકવું. આગળ ક્રીમ કલર નું થાય તો પાછળ પણ ક્રીમ કલર નું થવા દેવું. પછી તેને તેલ નાખી શેકી લેવું.

  5. 5

    પછી થઇ જાય એટલે તેને એક ડીશ માં ઉતારી લો. એવી રીતે બીજા પરાઠા પણ બનાવી લો. તૈયાર છે આલુ પરાઠા. તેને સર્વિન્ગ પ્લેટ માં ગ્રીન ચટણી, મસાલા દહીં ને સોસ સાથે, સર્વ કરવું. ખાવાની મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes