રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#GA4 #Week25
દાળ બાટી પછી સૌથી વધુ પસંદ આ કઢી છે.તેની સાથે વાળેલી રોટલી પણ રાજસ્થાની છે.

રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati)

#GA4 #Week25
દાળ બાટી પછી સૌથી વધુ પસંદ આ કઢી છે.તેની સાથે વાળેલી રોટલી પણ રાજસ્થાની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૨ કપચણા નો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ચપટીખાવા નો સોડા
  4. ૧/૪ ચમચીહળદર
  5. ચપટીહિંગ
  6. પાણી જરૂર મુજબ
  7. કઢી બનાવવા
  8. ૨ કપદહીં
  9. ૧+૧/૨ કપ પાણી
  10. ૪ ટેબલ સ્પૂનચણા નો લોટ
  11. કળી લસણ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૨ ટેબલ સ્પૂનલાલ મરચું
  14. ૧/૨ ટી સ્પૂનહળદર
  15. ૨ ટેબલ સ્પૂનધાણજીરુ
  16. ૪ ટેબલ સ્પૂનતેલ
  17. ૨ નંગલાલ સૂકા મરચા
  18. ૧ ટી સ્પૂનજીરું
  19. ૧૦ દાણા સૂકી મેથી
  20. ૪ નંગલવિંગ
  21. ૨ ટુકડાતજ
  22. ૧૦ લીમડા ના પાન
  23. ચપટીહિંગ
  24. તેલ પકોડા તળવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પકોડા બનાવવા માટે ૨ કપ ચણા ના લોટ નું જાડું ખીરું બનાવવું તેમાં હિંગ, મીઠું, સોડા ઉમેરવા.

  2. 2

    ગરમ તેલ મા નાના નાના પકોડા તળી લેવા.બહુ કડક ના કરો. સતત ફેરવી નેઉતરી લો.

  3. 3

    દહીં, લોટ ને સારી રીતે બ્લેન્ડર મા મિક્સ કરો.તેમાં પાણી ઉમેરી કઢી નું મિશ્રણ બનાવો.બહુ પાતળું નહિ કરવાનું.

  4. 4

    ખંડણી માં લસણને ખાંડી લો.તેમાં મરચું, હળદર, મીઠું, ધાણાજીરુ ને પાણી ઉમેરી પેસ્ટ બનાવો.

  5. 5

    મે આહી માટી ની કડાઈ લીધી છે. જેમાં રસોઈ નો સ્વાદ ખૂબ સરસ આવે છે.૪ ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકો.

  6. 6

    તેમાં તજ,લવિંગ, મરચા, મેથી,હિંગ, લીમડો નો વઘાર કરો.

  7. 7

    તેમાં લસણ નો પલાળેલા મસાલો ઉમેરો.

  8. 8

    તેલ છૂટું પડે એટલે તેમાં છાસ નું મિશ્રણ ઉમેરો.

  9. 9

    સરસ ઉકાળી લો.તેમાં તળેલા પકોડા ઉમેરો.

  10. 10

    એક વાર ઉકળે એટલે ગેસ બંધ કરો. ઠંડુ પડે તેમ કાઢી જાડી થઈ જાય. ગરમ ગરમ વાળેલી રોટલી સલાડ ઘી ગોળ સાથે સર્વ કરો.એક healthy dinner તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes