ડ્રમસ્ટીક સૂપ (Drumstic Soup Recipe In Gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

#GA4
#Week25
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સરગવાનો સૂપ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય તેનાથી ગભરામણ થવી, ચક્કર આવવા, વૉમિટિંગમાં પણ રાહત મળે છે.
સરગવાની શિંગમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે બાળકો માટે ખુબ ગુણકારી હોય છે. તેનાથી હાડકા અને દાંત મજબૂત થાય છે. ગર્ભવતી મહિલાઓને સરગવાની શિંગ ખવડાવવાથી બાળકમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે અને બાળક હેલ્ધી પણ થાય છે.
શરીરની વધેલી ચરબી દૂર કરવા માટે સરગવો એક ગુણકારી ઔષધ મનાય છે. સરગવામાં રહેવું ફોસ્ફરસનું પ્રમાણ શરીરની વધારાની કૅલરી દૂર કરે છે.
જો ઈજા થઈ હોય તો સરગવાના પાનની પેસ્ટને ઘા પર લગાવવાથી રાહત મળે છે. સરગવાનાખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. સરગવાથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે.

ડ્રમસ્ટીક સૂપ (Drumstic Soup Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week25
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સરગવાનો સૂપ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય તેનાથી ગભરામણ થવી, ચક્કર આવવા, વૉમિટિંગમાં પણ રાહત મળે છે.
સરગવાની શિંગમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે બાળકો માટે ખુબ ગુણકારી હોય છે. તેનાથી હાડકા અને દાંત મજબૂત થાય છે. ગર્ભવતી મહિલાઓને સરગવાની શિંગ ખવડાવવાથી બાળકમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે અને બાળક હેલ્ધી પણ થાય છે.
શરીરની વધેલી ચરબી દૂર કરવા માટે સરગવો એક ગુણકારી ઔષધ મનાય છે. સરગવામાં રહેવું ફોસ્ફરસનું પ્રમાણ શરીરની વધારાની કૅલરી દૂર કરે છે.
જો ઈજા થઈ હોય તો સરગવાના પાનની પેસ્ટને ઘા પર લગાવવાથી રાહત મળે છે. સરગવાનાખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. સરગવાથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૩ લોકો
  1. ૮-૧૦ સરગવા સ્ટીક
  2. ૧ ટીસ્પૂનછાશ મસાલો
  3. 1/2 નંગ લીંબુ
  4. ૧ ટી સ્પુન કોનૅફલોર

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સરગવાને કૂકરમાં પાણી નાખીને બોઈલ કરો.

  2. 2

    બોઈલ થઈ જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી અથવા બ્લેનડર ફેરવી ચારણી માં ગાળી લો.

  3. 3

    ગાળેલ સીટને કૂકર માં એક ઊભરો આવવા દો. કોનૅફલોર માં પાણી નાંખીને તેને મિક્સ કરી લો. આ પેસ્ટ ને સૂપ માં એડ કરો.

  4. 4

    મસાલો તથા લીંબુ નાખીને મિક્સ કરી ને ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

Similar Recipes