સરગવા નું સૂપ (Drumstick Soup Recipe in Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

સરગવા માં પોટેશિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન ,વિટામિન
એ ,બી ,ખનીજ ભરપૂર માત્રા માં હોય છે .સરગવા નું
સેવન બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે .આયર્ન થી ભૂરપૂર
સરગવો હિમોગ્લોબીન નું લેવલ વધારે છે તેથી શરીર
ને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન અને સ્ટેમિના મળે છે .
સરગવા નું સૂપ પીવાથી ચહેરા પર થતા ખીલ ની
સમસ્યા દૂર થાય છે .
#GA4
#Week20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨-૩ સરગવા ની શીંગ
  2. ૧ ગ્લાસપાણી
  3. /૪ ચમચી મીઠું
  4. /૪ ચમચી સંચળ પાઉડર
  5. /૨ ચમચી મરી પાઉડર
  6. /૪ ચમચી જીરું પાઉડર
  7. /૨ ચમચી લીંબુ નો રસ
  8. લીંબુ ની સ્લાઈસ,ફુદીના ના પાન અને કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સરગવા ની શીંગ ને છોલી ને તેના પીસ કરી ને ધોવા.

  2. 2

    પ્રેશર કુકર માં સરગવા ની શીંગ લઈ તેમાં પાણી,મીઠું નાખી ને બાફી લેવી.૨ /૩ સીટી માં બફાઈ જશે.

  3. 3

    ત્યારબાદ બ્લેન્ડર થી બ્લેન્ડ કરવું.બ્લેન્ડ કર્યા બાદ તેને ગાળી લેવું.

  4. 4

    ગાળેલા સૂપ માં મરી પાઉડર,સંચળ પાઉડર,લીંબુ નો રસ અને જીરું પાઉડર નાખી મિક્સ કરવું.

  5. 5

    સર્વિંગ ગ્લાસ માં લઈ લીંબુ ની સ્લાઈસ,કોથમીર અને ફુદીના ના પાન થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes