ખોબા રોટી વિથ પંચમેલ દાળ (Khoba Roti With Panchmel Dal Recipe in

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#Week25
#jodhpur_special

આજે મે ગોલ્ડન એપ્રોન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી ને ખોબા રોટી ને પંચમેલ દાળ બનાવી છે. રાજસ્થાન નું નામ આવે એટલે જોધપુર ના ગામડા ની ખોબા રોટી અને પંચમેલ દાળ યાદ ન આવે એવું બને જ નહીં. એની સાથે પીરસવામાં આવતી આ પંચમેલ દાળ એટલી જ હેલ્થી હોય છે ...સાથે લસણ ની ચટણી અને લીલી ચટણી મળી જાય તો પૂછવું જ શું ? ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સરળ એવી રાજસ્થાની વાનગી છે આ ખોબા રોટી...આ ખોબા રોટી ને પંચરત્ન દાળ સાથે પીરસાય છે. ..જે મેં ડબલ તડકા થી દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ એવી આ વાનગી આપને આંગળા ચાટવા પર મજબૂર કરી દેશે.
ખોબા રોટી મૂળ તો રાજસ્થાન મા આવેલા જોધપુર ના ગામડામાં બનતી વાનગી છે. ખોબા એટલે ચપટી ભરીએ છે એ... મેં પણ એ ખોબા રોટી બનાવવાનો ટ્રાય કર્યો છે....ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બનતી આ વાનગી બાળકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે.
મેં અહીં બતાવેલ રેસિપી કદાચ ટ્રેડિશનલ ન પણ હોય , પણ એક વાર અચૂક ટ્રાય કરશો. આ રોટી ને હાથ થી ભૂકો કરી ઉપર ગરમ દાળ ઉમરો.. સ્વાદાનુસાર ઘી રેડો. સરસ મિક્સ કરો અને બસ મોજ માણો ને સાથે આપ લસણ ની ચટણી , ડુંગળી નો સલાડ અને લીંબુ પીરસી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 વ્યક્તિ
  1. 🎯 પંચમેલ દાળ ના ઘટકો :--
  2. 2 ટેબલ સ્પૂનતુવેર દાળ
  3. 2 ટેબલ સ્પૂનમગ ની મોગર દાળ (પીળી દાળ)
  4. 2 ટેબલ સ્પૂનઉડદ દાળ
  5. 2 ટેબલ સ્પૂનમસૂર દાળ
  6. 2 ટેબલ સ્પૂનચણા ની દાળ
  7. 3 કપપાણી
  8. 1/2 ટી સ્પૂનમીઠું
  9. 1/4 ટી સ્પૂનહળદર પાઉડર
  10. 2 ટેબલ સ્પૂનઘી / તેલ
  11. 1/4 ટી સ્પૂનહિંગ
  12. 1/2 ટી સ્પૂનજીરું
  13. 2 નંગલીલાં મરચાં ઝીણા સમારેલા
  14. 2 નંગસૂકા લાલ મરચા
  15. 1 ટી સ્પૂનઆદુ + લસણ ની પેસ્ટ
  16. 1 નંગમીડી યમ ડુંગળી જીની સમારેલી
  17. 1 નંગમીડી યમ ટામેટું જીણું સમારેલું
  18. 1/2 ટી સ્પૂનમીઠું
  19. 1/4 ટી સ્પૂનહળદર પાઉડર
  20. 1 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  21. 1ટી લાલ મરચું પાઉડર
  22. 1/4 કપપાણી
  23. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  24. 2 ટેબલ સ્પૂનલીલી કોથમીર ના પાન
  25. 🎯 ડબલ તડકા ના ઘટકો :--
  26. 1 ટી સ્પૂનતેલ/ ઘી
  27. 3ટી 4 નંગ લસણ ની કળી જીની સમારેલી
  28. 1 નંગસૂકું લાલ મરચું
  29. 1/2 ટી સ્પૂનજીરું
  30. 14 ટી સ્પૂનહિંગ
  31. 1 ટી સ્પૂનલીલી કોથમીર ના પાન
  32. 1/2 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  33. ગાર્નિશ માટે -- લીલી કોથમીર ના પાન
  34. 🎯 ખોબા રોટી ના ઘટકો :--
  35. 2 કપઘઉં નો જીનો લોટ
  36. 1 કપઘઉં નો કરકરો લોટ
  37. 1/2 ટી સ્પૂનજીરું
  38. મીઠું સ્વાદ અનુસાર
  39. 3 ટેબલ સ્પૂનઘી નું મોણ
  40. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે પંચમેલ દાળ બનાવીશું. એની માટે પાંચે દાળ ને એક મોટા વાસણમાં લઈ ચોખ્ખા પાણી થી મસળી ને બે થી ત્રણ વાર ધોઈ ને સાફ કરી લો.

  2. 2

    હવે આ દાળ ને પ્રેશર કુકરમાં ઉમેરી તેમાં પાણી, મીઠું અને હળદર પાઉડર ઉમેરી મિક્સ કરી મીડીયમ ગેસ ની આંચ પર 3 થી 4 સિટી વગાડી બાફી લો. ત્યાર બાદ દાળ બફાઈ જાય એટલે વ્હિસ્કર થી બરાબર વલોવી લો.

  3. 3
  4. 4

    હવે એક પેન માં દાળ ના વઘાર માટે ઘી કે તેલ ગરમ કરી તેમાં હિંગ, જીરું, લીલા મરચાં અને સૂકા લાલ મરચા ઉમેરી સોતે કરી લો. હવે આમાં જીની સમારેલી ડુંગળી, આદુ+ લસણ ની પેસ્ટ ઉમેરી ડુંગળી નો રંગ હલકો ગુલાબી થાય ત્યાં સુધી ગેસ ની સ્લો આંચ પર કૂક કરી લો.

  5. 5

    હવે આમાં જીણું સમારેલું ટમેટું, મીઠું, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી આમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો.

  6. 6
  7. 7

    હવે એમાં દાળ ઉમેરી 2 થી 3 મિનિટ માટે કૂક કરો લો. ત્યાર બાદ આમાં ગરમ મસાલો અને લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી કૂક કરી લો.

  8. 8

    હવે આ દાળ ને ડબલ તડકા લગાવીશું. એની માટે એક તડકા પેન મા ઘી/ તેલ ગરમ કરી તેમાં જીણું સમારેલું લસણ, સૂકું લાલ મરચું, જીરું, હિંગ, લીલી કોથમીર ના પાન અને લાલ મરચું પાઉડર ઉમેરી થોડી વાર કૂક કરી દાળ માં તડકા ઉમેરી તરત જ ઢાંકણ ઢાંકી રાખી પછી દાળ ને ઉપરથી લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો.

  9. 9

    હવે આપણે ખોબા રોટી બનાવીશું. એની માટે સૌ પ્રથમ એક મોટા બોલ માં ઘઉં નો જીનો લોટ અને ઘઉં નો કરકરો લોટ લઈ તેમાં જીરું, મીઠું અને ઘી નું મોણ ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. (રોટલી કરતા કઠણ અને ભાખરી કરતા નરમ લોટ બાંધવો) લોટ ને 10 થી 15 મિનિટ માટે ઢાંકણ ઢાંકી ને મૂકી રાખો. (ઘઉં નો કરકરો લોટ ના હોય તો તમે રવો એડ કરી સકાય છે)

  10. 10

    હવે લોટમાંથી એકસરખા ત્રણ ભાગ કરી લો. તેની જાડી ભાખરી જેવી રોટી વણી તૈયાર કરી લો. રોટી ના પાછળ ના ભાગમાં ચાકુ ની મદદ થી આછા આછા કાપા કરી લો.

  11. 11

    હવે કાપા કરેલ ભાગ નીચે ની તરફ રાખી ઉપરની તરફ ચીપિયા ની મદદથી ડિઝાઇન બનાવી લો. હવે રોટી ને શેકવા મટે પેન ગરમ થાય એટલે સ્લો ગેસ ની આંચ પર ડીઝાઇન વાળો રોટી નો ભાગ ઉપર રહે તે રીતે શેકવી. એક રોટી ને શેકાતા 10 થી 12 મિનિટ લાગે છે. (સાઈડ માં રોટી કાચી લાગે તો ચીપિયા ની મદદ થી ડાયરેક્ટ ગેસ પર ધીમા તાપે શેકી સકાય)

  12. 12
  13. 13

    હવે આપણી ખોબા રોટી વિથ પંચ મેલ દાળ તૈયાર છે સર્વ કરવા માટે. આ દાળ ને ગરમ ગરમ ખોબા રોટી સાથે ખાવા ની મજા આવે છે.

  14. 14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes