કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#MW2
#cookpadmid_week_chellenge
#શાક_અને_કરીશ_ચેલેન્જ
#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )
#restaurantstyle_recipe
પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે.
આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને.
એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. 🎯કાજુ પનીર પેસ્ટ ના ઘટકો :--
  2. ૨ નંગમીડી યમ સાઇઝ ની ડુંગળી મોટી સમારેલી
  3. ૧ ઇંચઆદુ નો ટૂકડો
  4. ૧૦ થી ૧૨ લસણ ની કળી
  5. ૨ ટેબલ સ્પૂનકાજુ
  6. ૩ નંગમીડી યમ સાઇઝ ના ટામેટા મોટા સમારેલા
  7. ૧& ૧/૨ ટેબલ ચમચી નમક
  8. 🎯ગ્રેવી ના ઘટકો :--
  9. ૨ ટેબલ સ્પૂનઘી
  10. ૧ ટી સ્પૂનજીરું
  11. ૧ ઇંચતજ નો ટુકડો
  12. ૧ નંગતમાલપત્ર
  13. ૨ નંગસૂકા લાલ મરચા
  14. ૧ ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  15. ૧ ટેબલ સ્પૂનબટર
  16. ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  17. ૨ ટી સ્પૂનએવરેસ્ટ કિચન કિંગ મસાલો
  18. ૨ ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  19. ૨૦૦ ગ્રામ પનીર
  20. ૧/૨ કપકાજુ
  21. ૧ કપગરમ પાણી
  22. ૧ ટી સ્પૂનખાંડ
  23. ૧ ટેબલ સ્પૂનકસૂરી મેથી
  24. ૨ ટેબલ સ્પૂનલીલી કોથમીર ના પાન
  25. ૪-૫ ટેબલ સ્પૂનતેલ
  26. ગાર્નિશ માટે - લીલી કોથમીર ના પાન, તળેલા કાજુ ને તળેલા પનીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ૪ થી ૫ ટેબલ તેલ ગરમ કરી એમાં કાજુ ને થોડા ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લો. હવે એ જ તેલ મા પનીર નાં ટુકડા ઉમેરી થોડો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લો. ને પ્લેટ મા કાઢી લો.

  2. 2

    હવે આ જ તેલ મા ડુંગળી ના ટુકડા ઉમેરી ગેસ ની મીડીયમ આંચ પર ગુલાબી રંગ ની સાંતળી તેમાં આદુ નો ટૂકડો અને લસણ ની કળી ઉમેરી ૨ થી ૩ મિનિટ માટે સાંતડી લો. ત્યાર બાદ આમાં કાજુ ના ટુકડા ઉમેરી સાંતળી લો.

  3. 3

    હવે આમાં મોટા સમારેલા ટામેટા અને નમક ઉમેરી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ગેસ ની મીડીયમ આંચ પર કૂક કરી લો. હવે ગેસ બંધ કરી આ મિશ્રણ ને ઠંડુ કરવા મૂકી દો. હવે આ મિશ્રણ ને ઠંડું કર્યા પછી મિક્સર જારમાં પીસી ને સ્મૂથ પેસ્ટ બનાવી લો.

  4. 4

    હવે એ જ પેન મા ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરી કકડે એટલે એમાં તજ નો ટુકડો, તમાલપત્ર, સૂકા લાલ મરચા, કાશ્મીરી લાલ મરચું પાઉડર અને બનાવેલી ડુંગળી ટામેટા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી તેમાં બટર ઉમેરી ગેસ ની સ્લો આંચ પર તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકણ ઢાંકી ને કૂક કરી લો.

  5. 5

    તે પછી આમાં હળદર પાઉડર, એવરેસ્ટ કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાઉડર અને નમક ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ગેસ ની સ્લો આંચ પર કૂક કરી લો.

  6. 6

    હવે આમાં તળેલા કાજુ અને તળેલા પનીર ઉમેરી મિક્સ કરી એમાં ગરમ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની મીડીયમ આંચ પર 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી ને કૂક કરી લો.

  7. 7

    ત્યાર બાદ આમાં ખાંડ, કસૂરી મેથી અને લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિકસ કરી ગેસ ની આંચ બંધ કરી લો.

  8. 8

    હવે આપણી કાજુ પનીર મસાલા સબ્જી તૈયાર છે સર્વ કરવા માટે. આ સબ્જી ને લીલી કોથમીર, તળેલા કાજુ અને તળેલા પનીર ના ટુકડા થી ગાર્નિશ કરો. આ સબ્જી ને રોટલી, પૂરી, પરાઠા કે જીરા રાઈસ સાથે સર્વ કરી સકાય છે.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes