ઇન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા (Instant Rava Masala Dosa Recipe in Guj

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#Week25

સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં પણ ઢોસા તો બહુ બધા ના પ્રિય હોય છે. આમ તો આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ જાત ના ઢોસા મેનુ માં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને વડી આ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથા વાળું ના ખાતા હોય તેમની માટે આ રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. રવા ઢોસા પણ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીંયા મસાલા રવા ઢોસા બનાવ્યા છે તમે ઈચ્છો તો તેમાં બટાકા નો મસાલો ભરી ને પણ રવા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા જાળી વાળા હોય છે. પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે સવારે નાસ્તા માં પણ ફટાફટ આ મસાલા રવા ઢોસા બનાવી શકો છો અને તેને કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો. મેં અહીં આ મસાલા રવા ઢોસા ને કોકનટ ચટણી અને શંભર સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 🍪મસાલા ઢોસા ના બેટર ના ઘટકો :--
  2. 1 કપરવો
  3. 1/3 કપચોખા નો લોટ
  4. 2 ટેબલ સ્પૂનઘઉં નો જીનો લોટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 કપદહીં
  7. પાણી જરૂર મુજબ
  8. 1/2ટી ઇનો ફ્રુટ સોલ્ટ
  9. 🍪 મસાલો ઓનિયન બનાવાના ઘટકો :--
  10. 1 નંગડુંગળી જીની સમારેલી
  11. ચપટીમીઠું
  12. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  13. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  14. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  15. 🍪 અન્ય સામગ્રી :--
  16. તેલ જરૂર મુજબ
  17. બટર જરૂર મુજબ
  18. લાલ મરચું પાઉડર
  19. ગરમ મસાલો
  20. કેપ્સીકમ ઝીણું સમારેલું
  21. ટામેટા ઝીણા સમારેલા
  22. પ્રોસેસ ચીઝ ગ્રેટ કરેલ
  23. લીલી કોથમીર ના પાન
  24. ઓનીયન મસાલો

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવો ને મિક્સર જારમાં ઉમેરી એકદમ બારીક પીસી લો. ને તેને એક મોટા બાઉલમાં કાઢી લો. હવે દહીં ને વહિસ્કર ની મદદ થી બરાબર ફેટી લો.

  2. 2

    હવે પીસેલા રવા માં ચોખાનો લોટ, ઘઉં નો લોટ, મીઠું અને ફેટેલું દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરી બેટર તૈયાર કરી લો. હવે આ બેટર ને ઢાંકણ ઢાંકી ને 15 થી 20 મિનિટ માટે મૂકી રાખો. હવે 20 મિનિટ પછી રવો બરાબર ફૂલી ને પાણી સોખી લીધું છે તો હવે ફરીથી આ બેટર માં 1/2 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી સમૂઠ બેટર તૈયાર કરી લો.

  3. 3

    હવે મસાલા ઓનીયન બનાવીશું. એની માટે બોલ માં જીની સમારેલી ડુંગળી, મીઠું, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી ઢોસા માટે નો મસાલો તૈયાર કરી લો.

  4. 4

    હવે બેટર્ માં ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક તવા ને ગરમ કરી તેમાં તેલ સ્પ્રેડ કરી કિચન ટોવેલ થી લુછી લો. ને ઢોંસા નું બેતર્ એકદમ પોર consistency જેવું રાખવું.

  5. 5
  6. 6

    હવે આ ગરમ તવા પર ખીરું પથરી ઉપરથી બટર સ્પ્રેડ કરી લો. હવે આ ઢોંસા પર લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ટામેટા, લીલી કોથમીર ના પાન, મસાલા ઓનિયનન અને ચીઝ ગ્રેટ કરી ને ઉમેરી ઉપર થી ફરીથી લીલી કોથમીર ના પાન, કેપ્સીકમ, ટામેટા ઝીણા સમારેલા, ઓનીયનન મસાલો, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ભભરાવી ઢોંસા ને ફોલ્ડ કરી પ્લેટ મા કાઢી લો. આ રીત થી બધા ઢોંસા તૈયાર કરી લો.

  7. 7
  8. 8

    હવે આપણા એકદમ ક્રિસ્પી ને જાળીદાર રવા મસાલા ઢોંસા તૈયાર છે સર્વ કરવા માટે. આ ઢોંસા ને શાંબર અને કૉકોનટ ચટણી સાથે સર્વ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes