પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week26
પાણીપુરી નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય ને? પાણીપુરી નાના-મોટા સૌની પ્રિય વાનગી છે. ઘઉંના લોટમાંથી કે રવા માંથી પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે. બટાકા અને ચણાનો માવો બનાવી તેને પાણીપુરીમાં ભરીને, ફુદીનાના પાણી સાથે આ વાનગી સર્વ કરવામાં આવે છે.

પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)

#GA4
#Week26
પાણીપુરી નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય ને? પાણીપુરી નાના-મોટા સૌની પ્રિય વાનગી છે. ઘઉંના લોટમાંથી કે રવા માંથી પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે. બટાકા અને ચણાનો માવો બનાવી તેને પાણીપુરીમાં ભરીને, ફુદીનાના પાણી સાથે આ વાનગી સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 60 નંગપૂરી
  2. ફુદીનાનું (જલજીરા) પાણી બનાવવા માટે:
  3. 2 કપફુદીનાના પાન
  4. 3/4 કપકોથમીરના પાન
  5. 1નાનો ટુકડો આદુ
  6. 2તીખા મરચા
  7. 2લીંબુનો રસ
  8. 7 નંગઆખા મરી
  9. 1 Tbspપાણીપુરી મસાલો
  10. 1 Tspસંચળ
  11. 1Tap મીઠું
  12. 2 કપઠંડુ પાણી અથવા બરફના ટુકડા
  13. ખાટું મીઠું પાણી બનાવવા માટે:
  14. 200 ગ્રામઠળિયા વગરનો ખજુર
  15. 100 ગ્રામઆંબલી
  16. 1 Tbspલાલ મરચું પાઉડર
  17. 1 Tspધાણાજીરૂ
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. માવો બનાવવા માટે:
  20. 5 નંગબટાકા
  21. 1 કપકઠોળના દેશી ચણા
  22. 1 Tbspલાલ મરચું પાઉડર
  23. 1 Tspધાણાજીરૂ
  24. મીઠું
  25. ગાર્નીશિંગ માટે:
  26. ઝીણી સમારેલી ડુંગળી
  27. ઝીણી સમારેલી કોથમીર
  28. ચણાના લોટની બુંદી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ફુદીનાનું (જલજીરા) પાણી બનાવવા માટે:
    ફુદીનો, કોથમીર, મરચાં, આદુ બધુ ચોખ્ખા પાણીથી ધોઈ મિક્સરની જારમાં લેવાનું છે.

  2. 2

    તેમા લીંબુનો રસ, આખા મરી, મીઠું, સંચળ અને પાણીપુરીનો મસાલો ઉમેરી થોડું ઠંડુ પાણી ઉમેરી ક્રશ કરી લેવાનું છે.
    આ પાણીને ગરણાથી ગાળી લઇ ફ્રીઝમાં ઠંડુ કરવા માટે રાખી દેવાનું છે.

  3. 3

    ખાટું મીઠું પાણી બનાવવા માટે:
    ઠળિયા કાઢેલા ખજૂર અને ઠળિયા કાઢેલી આંબલી ને બે ત્રણ કલાક ગરમ પાણીમાં પલાળી રાખી મિક્સરની જારમાં ક્રશ કરી લેવાના છે.

  4. 4

    ગરણા વડે ગાળી લઇ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જેથી ખાટું મીઠું પાણી તૈયાર થઈ જશે.

  5. 5

    બટાકા ચણાનો માવો બનાવવા માટે: કઠોળના ચણાને છ થી સાત કલાક ગરમ પાણીમાં પલાળી રાખી કુકરમાં તેને બાફી લેવાના છે. બટાકા ને પણ કૂકરમાં બાફી લેવાના છે.

  6. 6

    બટાકા ચણાને છુંદીને તેનો માવો બનાવવાનો છે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જેથી પાણીપુરીમા ભરવા માટેનો માવો તૈયાર થઇ જશે.

  7. 7

    પાણીપુરી તૈયાર કરવા માટે:
    પાણીપુરીની પૂરી લઈ તેમાં વચ્ચે કાણું પાડી તૈયાર કરેલો માવો ભરવાનો છે પીરસતી વખતે તેમાં ફુદીનાનું તૈયાર કરેલું પાણી ઉમેરી સર્વ કરી શકાય.

  8. 8

    મેં પાણીપુરીને સર્વ કરતી વખતે સમારેલી ડુંગળી અને કોથમીર વડે ગાર્નીશ કરી છે અને ચણાના લોટની બુંદી ફુદીનાના પાણીમાં ઉમેરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes