ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn handwo recipe in Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#MRC ચોમાસા મા મક્કાઇ ખૂબ મોટા પ્રમાણમાં બજારમાં જોવા મળે છે. સાથે ચોમાસા મા મક્કાઇ ખાવાની મઝા કાંઈક જુદીજ હોય. મેં આજે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો બનાવ્યો છે. જે ખૂબ ઝડપથી બની જાય છે તેમજ વરસાદી માહોલ મા ખાવાની મઝા આવે એવો છે. જરૂર બનાવાજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરવો
  2. 250 ગ્રામખાટુ દહીં
  3. 1 કપબાફેલા મક્કાઈ
  4. 1કેપ્સીકમ ઝીણું સમારેલી
  5. 1ગાજર ની છીણ
  6. 1ડુંગળી ઝીણી સમારેલી
  7. 4 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. 1 ચમચીમીઠું
  9. 1પાઉચ ઈનો
  10. 2 ચમચીરાઈ
  11. 2 ચમચીતલ
  12. 10-15કઢી લીમડા ના પાન
  13. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવો લઈ દહીં અને 2 કપ પાણી ઉમેરી મિક્સ કરી 10 મિનિટ ઢાંકી દો. હવે બધા શાક સમારી લો. હવે પાલાંડેલા રવા મા બધા શાક અને મસાલો ઉમેરો. મિક્સ કરી લો.

  2. 2

    હવે એક કઢાઈમાં 1 ચમચી તેલ ગરમ કરો એમાં રાઈ, તલ, લીમડા નો વઘાર કરો. હવે રવાના મિશ્રણ નો એક ભાગ અલગ વાસણ માં લ્યો એમાં ચપટી ઈનો ઉમેરી 1 ચમચી પાણી ઉમેરી મિક્સ કરો. હવે વઘાર થાય એટલે ખીરું રેડી ગોળ ફેલાવી ઢાંકણ ઢાંકી ગેસ ધીમો કરી 5 થી 7 મિનિટ સુધી થવા દો.

  3. 3

    હવે 7 મિનિટ પછી તપાસી લો અને હાંડવો ને બીજી તરફ ફેરવી ફરી 7 મિનિટ લાલ થાય ત્યાં સુધી થવા દો. પછી ઊતારી લ્યો. બાકીના બીજા મિશ્રણ ના પણ આજ રીતે ભાગ કરાતા જઈ હાંડવો તૈયાર કરી દો. પછી ગરમ ગરમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes