મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)

#LB
#cookpadgujarati
આપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે.
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB
#cookpadgujarati
આપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં રવો અને ચણાનો લોટ લઈ તેમાં દહીં અથવા ખાટો છાશ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરી લેવું પછી તેમાં અડદની અને ચણાની દાળ ઉમેરી બરાબર મિક્સ કરી 1/2 કલાક ઢાંકી રાખો.
- 2
હવે મિક્સર જારમા આદુ મરચાં લસણ અચકચરા પીસી લેવા અને બેટરમાં એડ કરી બરાબર મિક્સ કરી દેવુ.
- 3
બધા શાકભાજી તૈયાર કરી બેટરમાં એડ કરી બરાબર મિક્સ કરવું.
- 4
હવે મીઠું મરચું ધાણાજીરું પાઉડર હળદર મિક્સ કરી એનો ફ્રુટ સોલ્ટ અને તેલ એડ કરી ઝડપથી હલાવવું. વઘાર માટેની સામગ્રી તૈયાર રાખવી.
- 5
હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, કરી પત્તા અને સફેદ તલનો વઘાર કરી બેથી ત્રણ ચમચા બેટર પાથરો નીચેનું પડ બ્રાઉન રંગનું થાય એટલે અલગ કાઢી ફરી પાછું તેલ નાખી રાઈ સફેદ તલ અને કરી પત્તા નો વઘાર કરી ઉથલાવી ને નાખો.બીજો ભાગ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો.
- 6
તો તૈયાર છે ઇન્સ્ટન્ટ મિક્સ વેજ હાંડવો. કટ કરી ચટણી સાથે લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે.
Similar Recipes
-
વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો ને હમેશા લંચબોક્શ માં હેલ્ધી,ગરમ અને સ્વાદિષ્ટ ખોરાક આપવો જોઈએ. તેથી મે મારા બાળકને શાળામાં લઈ જવા માટે આવો જ ગરમ, હેલ્ધી અને સ્વાદિષ્ટ ખોરાક માં વેજ અપમ બનાવ્યા છે. Ankita Tank Parmar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LBઆલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
સોજીના મિક્સ વેજ અપમ (Sooji Mix Veg Appam Recipe In Gujarati)
#KERસોજીના અપમ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તેમજ મિક્સ વેજ નો ઉપયોગ કરવાથી તે હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મારી આ વાનગી હું Shrijal Baraiya ને અર્પણ કરું છું. આ વાનગી મેં Ekta Mam ને follow કરીને બનાવી છે. હાંડવો એક ગુજરાતી વાનગી છે. મિક્સ દાળ અને ચોખાના મિશ્રણમાંથી હાંડવો બનાવવામાં આવે છે. હાંડવો બનાવવા માટે અથવા બેક કરવા માટે કડાઈ અથવા ઓવન બંનેનો ઉપયોગ કરી શકાય છે. હાંડવા ના ખીરામાં મિક્સ વેજીટેબલ ઉમેરીને વેજીટેબલ વાળો હાંડવો બનાવી શકાય છે. મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવો મિક્સ વેજીટેબલ વાળો હાંડવો બનાવ્યો છે. Asmita Rupani -
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો તમે પેનમાં પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. ખાસ કરીને હાંડવાનો ઉપરનો કડક ભાગ જેને વધુ ભાવતો હોય તેવા લોકોને કૂકરમાં બનાવેલા હાંડવા કરતા પેન પર બનાવેલો હાંડવો વધુ પસંદ પડશે.#handvo#gujaraticuisine#baked#healthy#spicycake#delicious#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
હાંડવો કૂકર મા (Handvo In Cooker Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી નું ફેમસ ફરસાણ વાનગી છે . સવારે નાસ્તા મા, ડીનર મા , બાળકો ના લંચબોકસ મા, લગભગ બધા ને પ્રિય ગુજરાતી ફેવરિટ વાનગી છે હાંડવો ઘણી અલગ અલગ રીત થી બને છે. દૂધી, મેથી, મિક્સ વેજ, કોર્ન , સોજી, મિક્સ લોટ, ચોખા અને દાળ મિક્સ કરીને મે બનાવ્યો છે Parul Patel -
હાંડવો (handvo recipe in gujarati)
#સ્ટફ્ડઆ રેસીપી ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય. ચીઝ હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
ગાજર નો હાંડવો (Gajar Handvo Recipe In Gujarati)
#SD#Summer_special_dinner_recipeઝડપથી ઇન્સ્ટન્ટ બની જાય એવો સોજીના ઉપયોગથી ગાજર નો હાંડવો બનાવ્યો છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ સ્વાદિષ્ટ હાંડવો બ્રેકફાસ્ટ કે ડિનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#GA4#week1સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ ઉમેરી ને ખવડાવી શકાય છે. Anjana Sheladiya -
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe in Gujarati)
મનપસંદ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો Riddhi Dholakia -
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
મિક્સ વેજ ઉત્તપમ
#CWT#MBR1#Cookpad_gujઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી અને સોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મિક્સ વેજ ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ઇન્સ્ટન્ટ વેજ પનીર હાંડવો(instant veg paneer handvo recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડસ, હાંડવો એ ગુજરાતીઓની ઓળખ સમાન છે . ચોખા અને દાળ માંથી બનતો હાંડવો થોડો સમય માંગી લે છે જ્યારે મેં અહીં એકદમ ફટાફટ બની જાય અને હેલ્ધી એવી હાંડવા ની રેસિપી રજુ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે.લેખિત રેસિપી નીચે મુજબ છે. asharamparia -
વેજ મેગી મસાલા રાઈસ(veg Maggi masala rice recipe in Gujarati
#સુપરશે 4#રાઈઝ દાલ રેસિપિમેં વેજ મેગી મસાલા રાઈસ બનાવ્યા છે.તે લંચ અને ડિનરમાં પણ લઈ શકાય. મારા સન ને ખૂબ જ ભાવે છે. Yogita Pitlaboy -
મિક્સ વેજ બ્રોકન મીલેટ સ્ટર ફ્રાય (Mix veggies broken millet recipe in Gujarati)
#સુપરશેફ૩ #મકાઈઆપણા ભોજનમાં બધા જ પ્રકારના ધાન્ય અલગ અલગ પણ ખુબ જ મહત્વ ધરાવે છે. એવી જ રીતે બધા શાકભાજી નું પણ એટલું જ મહત્વ છે કે જેમાં થી આપણને અલગ અલગ પ્રકારના વીટામીન અને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ મલે છે. તો મે આજે બનાવી છે મિક્સ વેજીટેબલ અને મિક્સ ગ્રેઈન ફાડા માંથી એક અલગ જ ટેસ્ટી અને હેલ્ધી ડીશ. Harita Mendha -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha -
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
#30mins recipeઝટપટ બનતો હાંડવો.. ગુજરાતી ઓ નો હોટ ફેવરિટ હાંડવો.. તો ચાલો બનાવીએ.. અને તેનો આનંદ માણીએ.. Dr. Pushpa Dixit -
મકાઈ પાલક હાંડવો
#બ્રેકફાસ્ટ રેસીપી#અલગ અલગ દાળમાંથી બનતો હાંડવો એક ગુજરાતી નાસ્તો છે. તેમાં મેં પાલક , ગાજર , દૂધી અને મકાઈ ઉમેરી છે. Dimpal Patel -
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani -
-
મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
#CB1Weak 1બટાકા પૌવા તો બધાના ઘરે બને છે પણ તેમાં વેજીટેબલ મિક્સ કરીને આપણે અલગ રીતે બનાવીએ તો વેરાઈટી લાગે છે અને રોજ કરતા અલગ નાસ્તો મળ્યો હોય તેવું લાગે તો શિયાળામાં તો ખાસ કરીને આપવા બનાવવા જોઈએ Kalpana Mavani -
ઇનસ્ટન્ટ રવા અપે (Instant Rava Appe Recipe In Gujarati)
#LBઆ અપે મને અને મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે છે. મારા neighbours ના પણ ખુબ ફેવરિટ છે. મારા સન ને લંચ બોક્સ માં આપું એટલે લંચ બોક્સ ફિનિશ થઈને જ આવે. Nidhi Desai -
મિક્સ વેજ હાંડવો(mix veg handvo recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪#monsoonગુજરાતી ઓની ફેમોસ ફૂડ માં સ્થાન મેલેવેલું અને પોષક તત્વો થી ભરપુર એવી વાનગી એટલે હાંડવો હો..મારા ઘર માં બધા ને ખુબ જ ભાવે પણ ખરો. Rachana Chandarana Javani -
-
મિક્સ વેજ ફ્રીટર્સ (Mix veg fritters recipe in gujarati)
#ફટાફટઅલગ અલગ પ્રકારના શાકભાજી માં અલગ અલગ પ્રકારના વીટામીન્સ અને મીનરલ્સ હોય છે. મોટેભાગે બાળકો અને ઘણી વખત મોટેરાઓ ને પણ બધા શાકભાજી ભાવતા નથી હોતા તો મેં અહીં બધા શાકભાજી ને મિક્સ કરી એકદમ ટેસ્ટી વર્સન બનાવી ને શેર કર્યું છે જેનો ટેસ્ટ બચ્ચાઓના ફેવરિટ મન્ચુરિયન જેવો જ આવે છે. તો ટ્રાય કરવા માટે લીંક પર ક્લિક કરો. Harita Mendha -
મિક્સ વેજ ઉપમા (Mix Veg Upma Recipe In Gujarati)
#MBR4સોજીનો ઉપમા એ એક પૌષ્ટિક, બનાવવામાં ખૂબ જ સરળ અને લોકપ્રિય વાનગી છે. જે સવારના નાસ્તામાં પીરસવામાં આવે છે. ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ સોજીને ઘી માં શેકવામાં આવે છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી તેને સાંતળેલા શાકભાજીમાં અને પાણીની સાથે પકાવવામાં આવે છે ઉપમાને કોથમીર તથા દાડમથી ગાર્નીશ કરવાથી તેનો લુક પણ સરસ લાગે છે. Ankita Tank Parmar -
મિક્સ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadમેં હેલ્ધી અને ટેસ્ટી એવા મિક્સ વેજ કબાબ બનાવ્યા છે. ઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી તથા મકાઈનો લોટ, ચણાનો લોટ એડ કરી સ્લરીમાં ડીપ કરી સેલો ફ્રાય કરીને આ ટેસ્ટી કબાબ બનાવ્યા છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (10)