ઇન્સ્ટન્ટ સોજી હાંડવો(instant soji Handvo in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સ્નેક્સ
ખુબજ ઝડપથી બની જતો સૂજીનો નો હાંડવો નાસ્તા માં અને ટિફિન માટે સરસ બેસ્ટ છે

ઇન્સ્ટન્ટ સોજી હાંડવો(instant soji Handvo in Gujarati)

#સ્નેક્સ
ખુબજ ઝડપથી બની જતો સૂજીનો નો હાંડવો નાસ્તા માં અને ટિફિન માટે સરસ બેસ્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપસોજી
  2. 1 કપઝીણી સમારેલી મેથી
  3. 1 મોટી ચમચીલીલા મરચાની પેસ્ટ
  4. 1 મોટી ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીઅથાણાનો મસાલો
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1 મોટી ચમચીતેલ મોણ માટે
  11. 1 મોટી ચમચીલીલા ધાણા સમારેલા
  12. 2 મોટી ચમચીખાંડ
  13. પા કપ દહીં
  14. 1 મોટી ચમચીતલ
  15. 1/4 ચમચીબેકિંગ સોડા
  16. ચપટીહિંગ
  17. હાંડવા ને બનાવવા માટે બે ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા સોજીને એક બાઉલમાં લઈને એમાં દહીં નાખીને જરૂર મુજબ થોડું પાણી નાખીને તેને દસ મિનિટ માટે પલાળીને રાખી દો

  2. 2

    સોજી 10 મિનિટમાં પલળી જાય એટલે એમાં સમારેલી ઝીણી મેથી આદુ મરચા ની પેસ્ટ અથાણાનો મસાલો લાલ મરચું હળદર ગરમ મસાલો લીલા ધાણા ખાંડ હિંગ બધી સામગ્રી નાખીને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્ષ કરીને ફરી પાંચ મિનિટ માટે ઢાંકીને રાખો

  3. 3

    પાંચ મિનિટ પછી એમાં બેકિંગ સોડા નાખી અને તેલ નાખીને બરાબર હલાવીને નોન-સ્ટીક પેનમાં એક ચમચી તે નાખીને લગભગ બેથી ત્રણ ચમચા જેટલું ખીરૂં નાખવાનું અને એને ઉપર થોડા તલ ભભરાવીને ઢાંકીને ધીમા તાપે પાંચ મિનિટ માટે રાંધીલો

  4. 4

    પાંચ મિનિટ પછી એને પલટાવીને બીજી સાઈડે પણ પાંચ મિનિટ માટે રાંધી લેવાનું બંને તરફ સરસ ક્રિસ્પી થઈ જાય કડક થઈ જાય તો કાઢીને લો તો તૈયાર છે સોજીનો ઇન્સ્ટન્ટ હાંડવો
    ગરમા ગરમ ચા સાથે ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

Similar Recipes