ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)

Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912

#CT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 100 ગ્રામ મેંદો
  2. 50 ગ્રામવટાણા
  3. 2 નંગનાના બટાકા
  4. ૧ ચમચીગરમ મસાલો
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી મરચાની ભૂકી
  7. 1/2 લીંબુનો રસ
  8. તળવા માટે તેલ
  9. પાણી જરૂર મુજબ
  10. 4 ચમચીમીઠી ચટણી
  11. 2 ચમચીલીલી ચટણી
  12. 1/2 ચમચી લસણની ચટણી
  13. 20 ગ્રામમસાલા બી
  14. 20 ગ્રામસેવ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા નો લોટ લઇ તેની કણક બાંધી તેને 15 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    હવે વટાણા અને બટાકા ને સરસ રીતે બાફી અને મિક્સ કરી બધા મસાલા નાખી દો

  3. 3

    હવે બાંધેલા લોટને સરસ રીતે કેળવી તેમાંથી નાની નાની પૂરીઓ વણી લો અને તેમાં તૈયાર કરેલો મસાલો મૂકો

  4. 4

    પછી તેને સાફ વાળી લો અને ઘૂઘરા જેવી કિનારી આપો આ કિનારી આપતી વખતે ઘૂઘરાની છેડાને પ્રેસ કરતા જાવ અને પાતળી વાળતા જાવ આ રીતે વાળસો એટલે સરસ મજાની કાંગરી તૈયાર થશે

  5. 5

    હવે તૈયાર થયેલા ઘૂઘરાને તેલમાં તળી લો

  6. 6

    ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક પ્લેટમાં કાઢી અને વચ્ચે એક એક કાણું પાડી લો

  7. 7

    હવે તળેલા ઘૂઘરા ઉપર અલગ અલગ જાતની ચટણી મૂકો

  8. 8

    હવે તેની ઉપર સેવ બી અને ડુંગળી ભભરાવો

  9. 9

    ગરમ-ગરમ ટેસ્ટી જામનગર ના પ્રખ્યાત ઘુઘરા પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912
પર

Similar Recipes