જામનગર ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

જામનગર ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 400 ગ્રામમેંદો
  2. 1 ટીસ્પૂનઅજમો
  3. 1/2લીંબુનો રસ
  4. ઘૂઘરા ના પુરણ માટે
  5. 200 ગ્રામબટાકા
  6. 150 ગ્રામવટાણા
  7. 1 નાની વાટકીચણા ની દાળ
  8. 2 ટેબલસ્પૂનલીલા આદુ મરચાં ની પેસ્ટ
  9. 1 ટીસ્પૂનજીરૂ પાઉડર
  10. 1 ટેબલસ્પૂનગરમ મસાલો
  11. 2 ચમચીમરચુ પાઉડર
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. સ્વાદમુજબ મીઠું
  14. તળવા માટે તેલ
  15. 1 ટેબલસ્પૂનઆમચૂર પાઉડર
  16. સર્વ કરવા માટે
  17. 1 વાટકીલીલી ચટણી
  18. 1 વાટકીખજૂર આંબલી ની ચટણી
  19. 1 વાટકીસેવ
  20. 1 વાટકીમસાલા શીંગ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ મેંદો લઈ એમાં અજમો,મીઠું, અને તેલ નું મોણ નાખી બરાબર મિક્સ કરી લીંબુ નો રસ ઉમેરી સરસ લોટ બાંધી લો.હવે બાંધેલા લોટ માથી નાના નાના લૂવા કરી જાડી પૂરી વણો

  2. 2

    હવે બાફેલા બટાકા ને મેસ કરી એમાં બાફેલા વટાણા, ધાણાભાજી, બાફેલી ચણાની દાળ અને બીજા બધા મસાલા ઉમેરી મિક્સ કરી દો. ત્યારબાદ બનાવેલી પૂરીમાં પૂરણ ભરીને ઘૂઘરા તૈયાર કરો.

  3. 3

    હવે ગરમ તેલમાં ધીમા તાપે ઘૂઘરા તળી લ્યો.ત્યારબાદ ઘૂઘરા સર્વિગ પ્લેટ માં લઈ વચ્ચે કાણું પાડી એમાં બંને ચટણી નાખી સેવ શીંગદાણા અને ચટણી સાથે ઘૂઘરા સર્વ કરો.

  4. 4

    નોંધ: ચણાની દાળને રાત્રે પલાળી દેવી અને સવારે તેને તપેલીમાં જ બાફી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

Similar Recipes