ઉબાડીયુ (Ubadiyu Recipe In Gujarati)_

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#CT
ઉબાડિયું એ મારા સિટીની ઓળખ ઉબાડિયું ઓરીજનલ વલસાડી ડીશ અથવા તો વિન્ટર ડીશ કહીએ તો પણ ચાલે
વલસાડની ત્રણ ઓળખ" તિથલનો દરિયો, અને ઉબાળીયુ વલસાડી, હાફૂસ કેરી..
ઉબાળીયા ની સિઝન એમ.ઓ ઠંડીની સિઝન એટલે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ની ઓરીજનલ સીઝન કહેવાય છે કારણકે ઠંડીમાં જ ખાવાની મજા આવે છે જેમાં કડવા વાલ પાપડી અને કંદમુળ જેવા કે શક્કરિયા બટાકા અને રતાળું હોય છે. લીલુ લસણ લીલી હળદર અને તાજો વાટેલો મસાલો. ઉબાડીયુ માટલામાં બનાવવામાં આવે છે અને સાથે કલ્હાર અને કંબોઈ નામની વનસ્પતિ પણ મૂકવામાં આવે છે જે એને એક અનેરો રંગ અને સ્વાદ આપે છે અને સાથે છાશ અને જલેબી નું સંગ હોય છે. મારા ઘરમાં જ્યારે શિયાળામાં પાર્ટીની વાત હોય એટલે એક જ વાત હોય ઉબાડીયુ પાર્ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨કલાક
  1. શાકભાજી
  2. 2 કિલોકાળા વાલની પાપડી
  3. ૧/૨ કિલોબટાકા
  4. ૧/૨કિલોરતાળુ
  5. ૧/૨ કિલોશકકરીયા
  6. ૫૦૦ગા્મ રવેયા રીંગણ ના
  7. મસાલો તૈયાર કરવા માટે
  8. 250 ગ્રામ લીલું લસણ
  9. ૨૫૦ગા્મ આદુ
  10. ૨૫૦ગા્મ લીલો મસાલો
  11. ૧૫૦ગા્મ લીલી હળદર
  12. ડ્રાય મસાલા
  13. 250 ગ્રામ અજમો
  14. ૧/૨કપ હળદર
  15. ૨કપ આખું મીઠુ
  16. રવૈયા નો મસાલો બનાવા
  17. ૧૦૦ગા.મ શીંગ દાણા નો ભુકો
  18. ૨૫ ૨૫ ગ્રામ તલ નો ભૂકો
  19. 25 ગ્રામકોપરું ની છીણ
  20. ૨ ચમચીખાંડ
  21. ૨ચમચી લાલ મરચુ
  22. ૫૦૦ગા્મ તેલ
  23. શેકવા માટે
  24. મિડીયમ સાઈઝ નું માટલું
  25. કલાર
  26. કંબોઈ

રાંધવાની સૂચનાઓ

૨કલાક
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજીને બરાબર પાણીથી ધોઈ લો હવે એક મોટા વાસણની અંદર પહેલા પાપડી ઉમેરો તેની અંદર અજમો અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો પાણી છૂટે ત્યાં સુધી બરાબર મિક્સ કરી લેવાનું હવે એને સાઇડ પર રાખીને શક્કરિયા અને બટાકા અને કંદને મોટા ટુકડામાં કાપી લો અને રવૈયા ને બે વચ્ચેથી એક કટ મારીને કાપી લો

  2. 2

    હવે જે મસાલા માટેનું તૈયાર કર્યું છે લીલી હળદર આદુ લસણ લીલા મરચા મરચું બધાને મિક્સ કરીને અને પેસ્ટ તૈયાર કરી લો. પછી એ જે પેસ્ટ તૈયાર કરી છે તેને પાપડીની અંદર બરાબર મિક્સ કરી લો અને સકરિયા અને બટાકા જે કાપ્યા છે તેને તેની અંદર ભરી લો અને જે મસાલો વધે એને ફરીથી બટાકા રગદોળીલેવાનું છે. સાઈડ પર રાખી લો. તેલ થોડુ ઉમેરવાનું છે

  3. 3

    જે રવૈયા નો મસાલો છે તેને મિક્સ કરી લો ત્યાર પછી જે રવૈયા કટ કર્યા છે તેની અંદર આ બધો મસાલો એડ કરેલો અને રવૈયા ભરી લો.. હવે એ રવૈયા ને કોઈપણ મોટા પાનની અંદર દોરાથી બાંધી લો વડ પાન પીપળા ના પાન અથવા ખાખર ના પાન પણ લઈ શકો.

  4. 4

    ઉબાડિયું શેકવા માટે પહેલા માટલામાં ભરવા માટે નીચે કલ્હાર અને કંબોઈ નાખો તેની ઉપર મિક્સ કરેલા પાપડી અને કંદમૂળ નાખો સાથે-સાથે રવૈયા પણ નાખતા જવાના છે ત્યાર પછી પાછું કંબોઈ અને કલાર નાખો અને બરાબર દાબીને ભરવાનું છે

  5. 5

    હવે શેકવા માટેની તૈયારી કરવા માટે પહેલા તો માટલા ને તૈયાર કરીને રાખી લો અને ત્યાર પછી તેની ઉપર છાણા અને લાકડા ગોઠવીને સળગાવી દો માટલું બરાબર અંદર થયેલું હોવું જોઈએ અને થોડી થોડી સ્મેલ આવે ત્યાં સુધી એને થવા લેવાનું છે બે દોઢથી બે કલાક લાગે છે

  6. 6

    થઈ જાય એટલે ઉપરથી થોડી પાપડી કાઢીને જોઈ લેવાની છે એનો કલર બદલાય ને શેકાયેલા થોડા થોડા કાળા થયેલા જોવા મળશે ત્યાર પછીએને ગરમ ગરમ ઢાંકી દેવા

  7. 7

    ઉબાડીયા‌ ને ગરમ ગરમ જ સર્વ કરવામાં આવે છે સાથે જલેબી અને છાસ અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

ટિપ્પણીઓ (4)

Similar Recipes