વાટી દાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)

Dimpy Aacharya
Dimpy Aacharya @HD2212
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. 250 ગ્રામચણાની દાળ
  2. 3 ચમચીદહીં
  3. 2લીલા મરચાં
  4. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 1 ચમચીખાવા ના સોડા
  6. ચપટીહળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 2 ચમચીવઘાર માટે તેલ
  9. 5-7લીમડાનાં પાન,
  10. 2 લીલા મરચાં,
  11. 1 ચમચી તલ
  12. 1/2 ચમચીરાઈ,
  13. 1/2 ચમચીજીરું
  14. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 250 ગ્રામ ચણાની દાળ લેવાની

  2. 2

    ચણાની દાળને ૬ થી ૮ કલાક સુધી પલાળી રાખવી

  3. 3

    દાળ પલ્લી જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવી તેમાં થોડું દહીં ઉમેરવાનું

  4. 4

    ક્રશ કરેલી દાળને ત્રણથી ચાર કલાક આથો લાવવા માટે મૂકી દેવી

  5. 5

    આથો આવી જાય એટલે આપણે તેમાં મીઠું, સોડા, થોડી હળદર,આદુ-મરચાની પેસ્ટ ઉમેરી ને થાળીમાં મા પાથરવુ

  6. 6

    પછી હવે તેને સ્ટીમ થવા માટે ઢોકળીયા મા 10 મિનિટ માટે મૂકી દેવાનું

  7. 7

    સ્ટીમ થયેલા ઢોકળા ને તેલ, લીમડાનાં પાન,લીલા મરચાં, રાઈ, જીરું, તલ થી વઘાર કરવો

  8. 8

    તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ વાટી દાળ ના ખમણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimpy Aacharya
પર

Similar Recipes