ભરેલાં રીંગણનું શાક (Bharwa baingan sabji recipe in Gujarati)

#CB8
#week8
#cookpadgujarati
#cookpadindia
શિયાળાની સિઝનમાં રીંગણાં ખૂબ મીઠા અને કૂણા આવે છે. રીંગણ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેવી કે રીંગણા બટેટા નું શાક, રીંગણા નો ઓળો, ભરેલાં રીંગણાનું શાક વગેરે. મેં આજે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે જે લોકોને રીંગણા પસંદ ના હોય તેમને પણ આ શાકનો ટેસ્ટ ભાવી જાય છે.
ચણાના લોટમાં સીંગદાણાનો ભૂકો અને મસાલો ભેળવી રીંગણ માં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ટામેટા અને ડુંગળીની ગ્રેવી બનાવી ભરેલા રીંગણાને તેમાં કુક કરવામાં આવે છે. આ શાકનો ખાટો, મીઠો અને તીખો સ્વાદ નાના મોટા સૌને ભાવી જાય તેવો બને છે. આ શાક ને રોટલી, રોટલા, ઘઉં બાજરાના ખાખરા કે પરાઠા સાથે સર્વ કરી શકાય. કાઠિયાવાડમાં આ શાકમાં થોડું દહીં ઉમેરીને પણ ખાવામાં આવે છે.
ભરેલાં રીંગણનું શાક (Bharwa baingan sabji recipe in Gujarati)
#CB8
#week8
#cookpadgujarati
#cookpadindia
શિયાળાની સિઝનમાં રીંગણાં ખૂબ મીઠા અને કૂણા આવે છે. રીંગણ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેવી કે રીંગણા બટેટા નું શાક, રીંગણા નો ઓળો, ભરેલાં રીંગણાનું શાક વગેરે. મેં આજે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે જે લોકોને રીંગણા પસંદ ના હોય તેમને પણ આ શાકનો ટેસ્ટ ભાવી જાય છે.
ચણાના લોટમાં સીંગદાણાનો ભૂકો અને મસાલો ભેળવી રીંગણ માં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ટામેટા અને ડુંગળીની ગ્રેવી બનાવી ભરેલા રીંગણાને તેમાં કુક કરવામાં આવે છે. આ શાકનો ખાટો, મીઠો અને તીખો સ્વાદ નાના મોટા સૌને ભાવી જાય તેવો બને છે. આ શાક ને રોટલી, રોટલા, ઘઉં બાજરાના ખાખરા કે પરાઠા સાથે સર્વ કરી શકાય. કાઠિયાવાડમાં આ શાકમાં થોડું દહીં ઉમેરીને પણ ખાવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં સમારેલી ડુંગળી સાતળી, આદુ મરચાની પેસ્ટ અને સમારેલા ટામેટા ઉમેરવાના છે.
- 2
ટામેટાં થોડા નરમ થઈ જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લઈ ગેસ પરથી નીચે ઉતારી ઠંડું થવા દેવાનું છે.
- 3
મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેને મિક્સર ની જાર માં લઇ ક્રશ કરી તેની ગ્રેવી બનાવવાની છે.
- 4
રીંગણા ના ડીટીયા કાઢી ચોખ્ખા પાણીથી ધોઈને ઉપર અને નીચેની બાજુએ થી વચ્ચેના ભાગમાં છરી વડે બે કાપા કરવાના છે.
- 5
સ્ટફિંગ તૈયાર કરવા માટે સીંગદાણાનો ભૂકો લઈ તેમા ચણાનો લોટ અને બધો મસાલો ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 6
આ મિશ્રણને રીંગણા માં ક્ટ કરેલા વચ્ચેના ભાગમાં બરાબર રીતે સ્ટફ કરવાનું છે. આ તૈયાર કરેલા રીંગણાને કૂકરમાં એક સીટી વગાડી થોડા બાફી લેવાના છે.
- 7
એક કડાઈમાં તેલ ગરમ મૂકી લીમડો અને જીરૂ ઉમેરી તૈયાર કરેલી ગ્રેવી તેમાં ઉમેરી બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.
- 8
હવે તેમાં બાફીને તૈયાર કરેલા રીંગણા ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 9
તો અહીંયા રીંગણાનું ભરેલું શાક તૈયાર છે.
- 10
તેના પર કોથમીર છાંટી તેને સર્વ કરી શકાય.
- 11
Similar Recipes
-
ભરવા બેંગન મસાલા (Bharwa baingan Masala recipe in Gujarati)
#GA4#Week9#eggplant મેં આજે ભરવા બેંગન મસાલા બનાવ્યું છે જે લોકોને બેંગન પસંદ નથી હોતા તેને પણ આ સબ્જી એકવાર ટ્રાય કરવાથી જરૂરથી ભાવશે. બેંગન માં મસાલા નું સ્ટફિંગ કરીને આ સબ્જી ટોમેટો, ઓનીયન ગ્રેવીમાં બનાવવામાં આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. આ સબ્જી રોટી, પરાઠા, રાઇસ સાથે પીરસવામાં આવે છે. તો ચાલો આ સબ્જી બનાવીએ. Asmita Rupani -
ભરેલા રીંગણનું શાક (stuffed Brinjal Sabji recipe in Gujarati)
#CB8#week8#chhappanbhog#bharelaringan#stuffed#Brinjal#Sabji#CookpadIndia#COOKPADGUJRATI કાઠિયાવડમાં માં ભરેલાં શાક નું એક આગવું સ્થાન છે. તીખું અને મસાલેદાર ભરેલા રીંગણનું શાક સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવા માં પણ સરળ છે. આ શાક રોટલા કે ભાખરી પરાઠા સાથે સરસ લાગે છે. Shweta Shah -
ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadgujarati#કાઠીયાવાડી_સ્ટાઈલ કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. Daxa Parmar -
ભરવા બૈગન (Bharva Baingan Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : ભરવા બૈગનઆ શાક થોડું ભરેલા રીંગણ બનાવીએ એ ટાઈપ નું છે પણ આમાં થોડા ફેરફાર હોય છે.પણ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ભરેલાં વેજિટેબલ્સ (Stuffed Vegetables Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujrati#cooksnap#gujratilunch#ભરેલું શાકભરેલાં રીંગણ બટેકા ડુંગળી નું શાક Keshma Raichura -
ભરેલા કરેલા નું શાક (Stuffed Bitter gourd Curry recipe in Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે કારેલા નું શાક બધા જ લોકો પસંદ નથી કરતા હોતા. પરંતુ જો કારેલામાં મસાલેદાર સ્ટફિંગ ભરીને તેનું ભરેલું શાક બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ગ્રેવી વાળું અને ગ્રેવી વગરનું એમ બંને રીતે બનાવી શકાય છે પરંતુ મેં આજે ગ્રેવી વગરનું ડ્રાય શાક બનાવ્યું છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો અને ચણાના લોટમાં મસાલા ઉમેરી ખટાશ ગળાશ વાળુ એક સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. આ સ્ટફિંગને કારેલામાં ભરી એક ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલા કારેલાનું શાક બનાવવામાં આવે છે. Asmita Rupani -
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
#BW#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં મોટા રીંગણા જે ઓળાના રીંગણાના નામે પણ જાણીતા છે તે ખૂબ સરસ આવે છે. આ રીંગણા બે કલરના આવે છે. બંને કલરના રીંગણાથી ઓળો ખૂબ જ સરસ બને છે. રીંગણાનો ઓળો બે રીતે બનાવી શકાય છે રીંગણાને બાફીને અથવા તો આખા રીંગણાને શેકીને બંને રીતે ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. લસણ, ડુંગળી અને ટમેટાના વઘારની સાથે બનાવવામાં આવતો આ ઓળો બાજરીના રોટલા સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. હવે આજે જ્યારે શિયાળાની સિઝન પૂરી થવામાં છે ત્યારે મેં શિયાળાને ગુડબાય કહેતા રીંગણા નો ઓળો બનાવ્યો છે. આટલા સરસ અને મીઠાશવાળા રીંગણા હવે ફરીથી આવતા શિયાળે જ મળશે. Asmita Rupani -
ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)
#FFC2#week2#cookpadgujarati#cookpadindia#cookpad ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે. Asmita Rupani -
ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે. Meera Thacker -
સંભારીયા-ભરેલાં બટેટા નું શાક(sambhariya recipe in gujarati)
#આલુ#સુપરશેફ1સંભારીયા એ કચ્છી તળપદી શબ્દ છે. જેનું અર્થ થાય છે ભરેલું શાક. ભરેલા બટેટા, રીંગણા, ડુંગળી અને ઢોકળી નાખી બનાવેલું ચટાકેદાર શાક.મને તો સંભારીયા બહુ જ ભાવે હો. તમને ભાવે?? Jigna Vaghela -
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7#AM3 કાંદા બટેકા નું શાક બનાવવું ખુબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ સામગ્રી માંથી જ આ શાક તૈયાર થઈ જાય છે. આ શાક બનાવવાં માટે સમય પણ ઓછો લાગે છે. ઝટપટ બનતું આ શાક સ્વાદિષ્ટ પણ એટલું જ બને છે. Asmita Rupani -
ભરેલા રીંગણા ગ્રીન ગ્રેવીમાં (Bharela Ringan In Green Gravy Recipe In Gujarati)
#CB8શિયાળો આવે એટલે દરેકના ઘરમાં પાલક રીંગણાનું શાક તો બનતું જ હોય છે પણ આજે અહીં મેં ભરેલા રીંગણા ને પાલકની ગ્રેવી સાથે તૈયાર કરેલ છે જે સ્વાદમાં ખુબ જ સરસ બન્યા છે. તો આવો આપણે જોઈએ તેની રેસિપી... Riddhi Dholakia -
ભરેલા રીંગણ બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલું શાક બધા ના ઘરે બનતું હોય છે. અહીં જે મેં ચણાનો લોટ ઉપયોગ કર્યો છે તે બનાવવાની પણ રેસિપી સાથે આપું છું. તે લોટને આપ ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને આ લોટ ના ઉપયોગથી ભરેલા ગુંદા, ભરેલા રીંગણા બટાકા નું શાક પછી ભરેલા મરચા અને કારેલા ના શાકમાં પણ ઉપયોગ કરી શકો છો. Buddhadev Reena -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
રીંગણ બટેટાનું ભરેલું શાક
રીંગણ ખાવા બહુ ઓછા લોકો પસંદ કરતા હોય છે. પણ રીંગણ બટેટાનું ભરેલું શાક આમ તો બધાનું ફેવરિટ હોય છે . અમારા ઘરમાં તો બધા જ ને બહુ જ ભાવે. એટલે પંદર દિવસે એક વખત તો મારા ઘરમાં ભરેલું શાક બને જ. Sonal Modha -
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani -
ભરેલા કારેલાનું શાક(Stuff Karela Sabji Recipe In Gujarati)
#EBWeek 6ભરેલા કારેલાનું શાક Mital Bhavsar -
પાલક રીંગણનું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#RC4પાલક એ ખુબ જ આરોગ્યપ્રદ ભાજી છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, ફાયબર અને વિટામિન એ રહેલું છે. શિયાળામાં પાલક સારી મળે છે. રીંગણા પણ ખુબ સરસ મળે છે. તો આ બન્ને ના કોમ્બિનેશન થી આજે મે આ ગુજરાતી શાક બનાવ્યું છે. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
આખી ડુંગળીનું શાક(Stufed Onion Sabji Recipe In Gujarati)
#CB7Week7 આ શાક સામાન્ય રીતે ડિનરમાં બને છે.આખી ડુંગળીનું શાક હોય એટલે બેબી ઓનીયન નો ઉપયોગ કરવામાં આવે છે. ઘરે તેમજ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ્સ માં પણ બનાવીને પીરસવામાં આવે છે...રોટલા, ભાખરી અને પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે.. Sudha Banjara Vasani -
પાકા કેળાનુ શાક(Ripe banana sabji recipe in Gujarati)
#CookpadTurns4#fruit#recipe1મેં અહીં કેળાનું શાક કટકા કરીને બનાવ્યું છે પણ ટેસ્ટ સ્ટફિંગ કેળા જેવો આવે છે મેં અહીં એવી વસ્તુ ઉમેરી છે કે શાકનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ મારી આ રેસિપી જોઈને જરૂરથી ટ્રાય કરજો Sejal Kotecha -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi chana dal sabji recipe in Gujarati
#GA4#week21#bottlegourd#cookpadgujarati#cookpadindia દૂધી ચણાની દાળનું શાક એક ગુજરાતી વાનગી છે. ગુજરાતી લોકોના ઘરમાં અવારનવાર આ શાક બનતું હોય છે. ચણાની દાળ અને દૂધી ને બાફીને બનાવવામાં આવતું આ શાક ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેમા ગળાસ અને ખટાશ બંને ઉમેરવામાં આવે છે જેથી આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
રીંગણા નું શાક(Rigan shaak Recipe in Gujarati)
આ શાક મે આજે કુકરમાં બનાવ્યું છે. જે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમા પણ ખુબજ સરસ લાગે છે. કાઠીયાવાડ મા ભરેલાં રીંગણા નું શાક ને બાજરાનો રોટલો ખુબ ખવાય છે. Ilaba Parmar -
મસાલા વાળા રીંગણ (Masala Vala Ringan Recipe In Gujarati)
#GA4#Week9Eggplantશિયાળા માં રીંગણ સારા મળે છે .રીંગણ માંથી ઘણા પ્રકાર ના શાક જેમકે ભરેલા રીંગણ ,ગ્રેવી માં રીંગણ નું શાક બનાવવા માં આવે છે .રીંગણ નો ઓળો પણ બનાવવા માં આવે છે .મેં સિંધી ટ્રેડિશનલ સ્ટાઇલ થી મસાલા વાળા રીંગણ બનાવ્યા છે .તેને રોટલી ની સાથે કે ભાત ની સાથે ખાવા માં આવે છે . Rekha Ramchandani -
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 ગુજરાતી નું ફેવરીટ ભરેલું શાક ...તે જ મસાલો નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જેમાં શાક માં મસાલો ભરવાની મહેનત નથી કરવી પડતી અને ખૂબ જ ઝડપ આ શાક બનાવી શકાય છે. આ શાક મેં મારી જાતે બનાવ્યું છે. Bina Mithani -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 કાઠીયાવાડી ઢોકળીનું શાક કાઠિયાવાડની એક સ્પેશિયાલિટી તરીકે જાણીતું છે. કાઠિયાવાડના ધાબાઓ માં આ શાક ખુબ સરસ મળતું હોય છે આ શાક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી જ બની જાય છે. આ શાક બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે અને બેસન માંથી પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં મળે છે જેથી આ શાક એક હેલ્ધી વાનગી તરીકે પણ લઈ શકાય. Asmita Rupani -
મસાલા પરાઠા વિથ સાલસા (Masala paratha with salsa recipe in Gujarati)
#GA4#Week1મસાલા પરાઠા ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં અહીંયા તેનું એક વેરિઅંટ બનાવ્યું છે જે ઘણી સ્પીડી અને ઈઝી રીતે બની જાય છે સાથે પરાઠા ટેસ્ટી પણ એટલા જ બને છે. Asmita Rupani -
ભરેલા ભીંડા(Stuff Bhindi Recipe in Gujrati)
#ગોલ્ડન_એપ્રોન #week_૧૫ #ભીંડીસામાન્ય રીતે ભરેલા શાકનો મસાલો/ સ્ટફિંગ હું ફ્રીઝમાં મૂકી રાખું છું એટલે જ્યારે મન થાય ત્યારે ભરેલા શાક બનાવી શકાય. Urmi Desai -
કાઠીયાવાડી લસણીયા બટેટા નું શાક (Lasaniya Bataka Nu Shak Recipe In Gujarati)
#હેપ્પીકુકિંગ આ એક હાઇવેના ઢાબા પર મળતું દેશી બટેટા નું ગ્રેવીવાળું શાક છે જેને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે સાથે માખણ અને ગોળ ઘી પણ રાખી શકાય ડુંગળી અને છાશ હોય તો તેની મજા કંઈ ઓર જ છે અને હા સાથે લસણની ચટણી તો ખરી જ ચાલો બનાવીએ લસણીયા બટેટા નું શાક Khushbu Japankumar Vyas -
ભરેલા રીંગણા નું શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણ બટાકાનું શાક અમારા ઘરમાં દર રવિવારે બને છે અને બધાને ખૂબ જ ભાવે છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (57)