કારેલા બેસનનું શાક(Karela Besan Shak Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#cookpadindia
આ શાક સ્વાદ માં એકદમ ચટપટું બને છે. કારેલાની કળવાશ બિલકુલ રહેતી નથી. ગોળની ગળપણ છે તેથી તમને ગમે તો ખટાશ માટે લીંબુનો રસ એડ કરી શકાય, એમ જ પણ આ શાક એકદમ ટેસ્ટી બને છે, તમે પણ ચોક્કસ બનાવજો કારેલાનું બેસન વાળુ શાક.

કારેલા બેસનનું શાક(Karela Besan Shak Recipe In Gujarati)

#cookpadindia
આ શાક સ્વાદ માં એકદમ ચટપટું બને છે. કારેલાની કળવાશ બિલકુલ રહેતી નથી. ગોળની ગળપણ છે તેથી તમને ગમે તો ખટાશ માટે લીંબુનો રસ એડ કરી શકાય, એમ જ પણ આ શાક એકદમ ટેસ્ટી બને છે, તમે પણ ચોક્કસ બનાવજો કારેલાનું બેસન વાળુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ
  1. 500 ગ્રામકારેલા
  2. વઘાર માટે તેલ 2 ટે.સ્પૂન
  3. 1 ટી.સ્પૂનરાઈ
  4. 1 ટી.સ્પૂનજીરું
  5. 1/2 ટી.સ્પૂનહીંગ
  6. 1.5 ટી.સ્પૂનલસણની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ટી.સ્પૂનહળદર
  9. 2 ટી.સ્પૂનમરચું
  10. 2 ટી.સ્પૂનધાણાજીરું
  11. 1.5 ટી.સ્પૂનગોળ
  12. 2 ટે.સ્પૂનચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ કારેલા ને ધોઈ, કોરા કરવા. છોલી ને ગોળ સ્લાઈસ માં સમારવા. થોડું મીઠું એડ કરી 10-15 મિનિટ રાખવા. હવે હાથ વડે દબાવીને બધું પાણી કાઢી નાખવું. સમારેલા આ કારેલા ને ઉકળતા પાણીમાં બાફી લેવા.

  3. 3

    બફાઈ જાય એટલે ચાળણી માં લઈ વધારાનું પાણી કાઢી લઈ કોરા કરવા.

  4. 4

    વઘાર કરવા માટે કડાઈમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, સુકા લાલ મરચાં ન વઘાર કરવું. બાફેલાં કારેલા ૩ એડ કરી પીસેલું લસણ એડ કરવું. થોડું સાંતળવુ.

  5. 5

    હવે મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગોળ એડ કરી મિક્સ કરવું.

  6. 6

    હવે ચણાનો લોટ એડ કરવું. 2-3 મિનિટ ઢાંકીને મુકવું. હવે હલાવી ને લોટ મિક્સ કરવું. થોડી વાર ચઢવવું. તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી દેવું.

  7. 7

    કારેલા નું લોટવાળું શાક તૈયાર છે. ગરમ રોટલી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes