મોતિયા લાડવા (motiya ladva Recipe in Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#સાતમ
હેલ્લો ફ્રેંડસ ગુજરાત ....સૌરાષ્ટ્ર એટલે ...ગુજરાતી લોકો,અને સૌરાષ્ટ્ર ના લોકો ની સાતમ એન્ડ આઠમ એ ખૂબ જ મોટો તહેવાર ગણાય છે. આ શ્રાવણ મહિના માં આવતા તહેવાર છે. આમતો,દીવાસા થી દિવાળી સુધી તહેવારો ચાલુ રહે છે.
પણ ખાસ સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો ત્યાં આ તહેવાર ખૂબ જોરશોર થી ઉજવામાં આવે છે.રાજકોટ જેવા શહેરો માં અને ઘણા નાના મોટા ગામડા માંપણ મેળા યોજાઇ છે. પણ આવખતે કોરોના મહામારી ને કારણે ઘણા મેળાઓ રદ કર્યા છે. તો સાતમ એટલે ઠંડુ ખાવા માં આવે છે. શીતળા માતાજી ની પુજા કરવામાં આવેછે.
અને આઠમ વદ આઠમ શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મદિન એટલે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.ત્યારે મોટા ભાગે લોકો ફરાળ કરે છે.
તો સાતમ ના તહેવાર માટે મેં અહીં અમારા ગ્રામ,અને અમારી cast ના પ્રખ્યાત મોતિયા લાડુ બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે.
અને ઘર માં પણ સૌ ના ફેવરેટ છે.
તો આશા છે તમને બધા ને આ રેસીપી ગમશે.ચોક્કસ try કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 600-ગ્રામ ચણા નો કકરો લોટ
  2. 400- ગ્રામ ખાંડ
  3. 3-4-ઇલાયચી નો ભુકો
  4. 1/3-ચમચી જાય ફળ નો ભુકો
  5. પાણી જરુર મુજબ ચાસણી માટે/લોટ બાંધવા માટે
  6. ચપટી- ખાવા નો ફૂડ કલર(ઓરેન્જ)
  7. 5-6બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચણા ના કકરા લોટ માં તેલ નું મોણ નાખી ને પાણી થી કઠણ લોટ બાંધો. અને..

  2. 2

    હવે લોટ માંથી લંબ ગોળ આકાર ના મુઠીયા વાળો. અને પછી તેલ કડાઈ માં મૂકી ને ગરમ તેલ માં મુઠીયા તળો. કાચા ન રહે તે માટે મીડિયમ ફાસ્ટ તાપે તળો

  3. 3

    ધીમા તાપે મુઠીયા તળી લો.

  4. 4

    હવે મુઠિયા ને ઠંડા કરી હાથે થી ટુકડા કરો. અને મિક્સર માં મોતીદાર દળી લો. અને તેમાં જાય ફળ નો ભુકો,અને ઇ લાઈયચી નો ભુકો નાખો. બદામ ની કતરણ નાખો. ઘી નાખવું હોય તો પણ નાખી શકાય છે. Opstional છે. બીજી બાજુ ગેસ પર તપેલી માં ખાંડ લો. અને ખાંડ ડૂબે એટલું પાણી લો. અને ચાસણી કરો.

  5. 5

    હવે 1તાર કે સવા તાર ની ચાસણી કરી તેમાં ફૂડ કલર ને પાણી માં મિક્સ કરી ને ચાસણી માં નાખો. અને ગરમ ચાસણી માં મિક્સ કરો. અને ગ્રાઈન્ડ કરેલ લોટ મિક્સ કરી તેમાં આ ચાસણી નાખી મિક્સ કરો.

  6. 6

    પછી મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે તરત મોલ્ડ કે હાથે થી લાડુ વાળો.

  7. 7

    તો હવે આપના લાડવા ખાવા માટે એકદમ તૈયાર છે. મેં એને અલગ ડિશ માં સર્વ કર્યા છે.. તો સાતમ માટે ની સ્વીટ,રસીલી રેસીપી મોતિયા લાડુ તૈયાર... છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes