ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો.

ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)

ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
  1. ૧/૨ કપબદામ
  2. ૧/૨ કપકાજુ
  3. ૧/૪ કપપીસ્તા
  4. ૧/૪ કપમગતરી ની બીજ
  5. ૨ ટેબલસ્પૂનખાંડ
  6. ૧ ટેબલસ્પૂનમરી
  7. ૩ ટેબલસ્પૂનવરીયાળી
  8. ૨ ટેબલસ્પૂનખસખસ
  9. ૨૦ નંગ ઈલાયચી
  10. ૭-૮ કેસર ના તાંતણા
  11. ૨ ટેબલસ્પૂનડ્રાય ગુલાબ ની પાંખડી
  12. ૧ ગ્લાસદુધ (૧ ગ્લાસ ઠંડાઈ માટે)
  13. ૨ ટી સ્પૂનપાઉડર ખાંડ
  14. ગુલાબ ની પાંખડી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સરમાં બદામ, કાજુ, પિસ્તા અને મગતરી ના બીજ ને ઉમેરો અને એમાં એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીને પલ્સ માં પીસી લો જેથી ડ્રાય ફ્રુટ માંથી ઓઈલ રીલીઝ ના થાય અને આપણો એકદમ ડ્રાય પાઉડર તૈયાર થાય. તૈયાર કરેલ આ પાવડરને એક બાઉલમાં કાઢી લો.

  2. 2

    હવે મિક્સર જારમાં વરીયાળી, ખસખસ, ઈલાયચી, કેસર, મરી, સુકાયેલી ગુલાબની પાંખડી અને એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીને પલ્સ માં પીસી લો. બંને પાવડરને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે એક બાઉલમાં બે ટેબલ-સ્પૂન ઠંડાઈનો પાઉડર લો અને એમાં 2-3 ટેબલસ્પૂન પાણી ઉમેરીને કલાક અથવા તો બે કલાક માટે બરાબર પલળવા દો.જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે તરત જ ઠંડાઈ પાવડરમાં દૂધ ઉમેરીને પણ પી શકો છો.

  4. 4

    પલાળેલા ઠંડાઈ પાવડરને એક ગ્લાસ માં ઉમેરો.હવે ઉપરથી એમાં દૂધ ઉમેરો અને દળેલી ખાંડ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. આપણી એકદમ ઠંડી ઠંડી ઠંડાઈ તૈયાર છે સર્વ કરવા માટે.

  5. 5

    ઉપર થી ગુલાબની પાંખડીઓ થી ગાર્નીશ કરો અને ઠંડી ઠંડી સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes