હોળી સ્પેશિયલ ઠંડાઈ

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#હોળી
આપણે ત્યાં હોળીમાં સ્પેશ્યલ ઠંડાઈ પીવામાં આવે છે ઠંડાઈ ખૂબજ હેલ્થી અને પૌષ્ટિક તત્વો થી ભરપૂર હોય છે ગરમીમાં એકદમ શરીરને ઠંડક અને તાજગી આપે છે

હોળી સ્પેશિયલ ઠંડાઈ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#હોળી
આપણે ત્યાં હોળીમાં સ્પેશ્યલ ઠંડાઈ પીવામાં આવે છે ઠંડાઈ ખૂબજ હેલ્થી અને પૌષ્ટિક તત્વો થી ભરપૂર હોય છે ગરમીમાં એકદમ શરીરને ઠંડક અને તાજગી આપે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 મિનિટ
2 લોકો
  1. # ઠંડાઈ મસાલા માટે
  2. 1/4 કપબદામ
  3. 1/4 કપકાજુ
  4. 1 ચમચીપિસ્તા
  5. 2 ચમચીમગજતરી ના બી
  6. 1 ચમચીવળિયાળી
  7. 1 ચમચીખસખસ
  8. 1/2 ચમચીમરી
  9. 6એલચી
  10. 1 ચમચીગુલાબની સૂકી પાંદડી
  11. 1/4 નાની ચમચીકેસર
  12. 2 ચમચીખાંડ
  13. # ઠંડાઈ માટે
  14. 2.5 કપઠંડુ દૂધ
  15. 1 ચમચીખાંડ
  16. 1મોટો સ્કૂપ વેનીલા આઈસક્રીમ
  17. 5 ચમચીબનાવેલો ઠંડાઈ મસાલો
  18. ગાર્નીસ માટે સમારેલા પિસ્તા કેસર ને ગુલાબની સૂકી પાંદડી

રાંધવાની સૂચનાઓ

8 મિનિટ
  1. 1

    સૌથી પેહલા ઠંડાઈ મસાલો બનાવી લઈએ
    એક મિક્સર જારમાં બદામ પિસ્તા કાજુ મગજતરી ના બી ખસખસ વરિયાળી મરી અને એલચીના દાણા નાખીને અને એમાં બે ચમચી ખાંડ નાંખીને પગ્રાઈન્ડ કરીને સરસ પાવડર બનાવી લેવાનો

  2. 2

    પાવડર સરસ થઇ જાય એટલે એને એક બાઉલમાં કાઢી લો ત્યાર બાદ એમાં કેસર અને ગુલાબના પાંદડા મસળીને નાખીને મિક્સ કરી દો અને સાઈડમાં રાખી દો

  3. 3

    આ મસાલાને તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમારે ઠંડાઈ પીવી હોય ત્યારે બનાવી શકો છો લગભગ ૮ થી ૧૦ મહિના સુધી ફ્રીજમાં સારો રહે છે

  4. 4

    હવે આપણે ઠંડાઈ બનાવી લઈએ એક મિક્સર જાર લો એમાં ૨ કપ દૂધ નાખો દૂધ ઠંડુ લેવાનું છે ગરમ કરીને ઠંડું કરી લેવાનું છે એમાં આપણે બનાવેલો પાંચ ચમચી ઠંડાઈ મસાલો નાખો અને એને મિક્સ કરીને ઢાંકીને એક કલાક માટે રાખી દો એમાં આપણો મસાલો સરસ ભળી જશે એક કલાક પછી એને મિક્સર માં ફેરવી લો જેથી મસાલો અને દૂધ એકરસ થઈ જાય

  5. 5

    ત્યાર બાદ એમાં એક ચમચી ખાંડ અને એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ નાખીને ફરી મિક્સર ને ફેરવી લેવું

  6. 6

    તૈયાર છે આપણી ઠંડી ઠંડી ઠંડાઈ એને ગ્લાસમાં સર્વ કરો ઉપરથી પિસ્તા કેસર અને ગુલાબની પાંદડી થી ગાર્નીસ કરી સર્વ કરો

  7. 7

    તૈયાર છે ઉનાળાની સ્પેશ્યલ અને હોળીની સ્પેશ્યલ ઠંડાઈ તમે ગરમીની સિઝનમાં સવારમાં એક ઠંડાઈ નો ગ્લાસ પીવો તો આખો દિવસ તમારા શરીરની તાજગી અને ઠંડક મળી રહે છે અને એકદમ હેલ્ધી પીણું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes