લીંબુનું ગોળ વાળુ ખાટું મીઠું અથાણું (Limbu Gol Valu Khatu Mithu Athanu Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

Cookpad kitchen star challenge #KS5. મારા મમ્મી બનવાનતા એવું લીંબુ નું અથાણું હું તમારી સાથે સેર કરું છું .જેને આપણે લાંબા સમય માટે સાચવી શકીય છે

લીંબુનું ગોળ વાળુ ખાટું મીઠું અથાણું (Limbu Gol Valu Khatu Mithu Athanu Recipe In Gujarati)

Cookpad kitchen star challenge #KS5. મારા મમ્મી બનવાનતા એવું લીંબુ નું અથાણું હું તમારી સાથે સેર કરું છું .જેને આપણે લાંબા સમય માટે સાચવી શકીય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૨૫ ગ્રામ લીંબુ
  2. ૧૫૦ ગ્રામ ગોળ
  3. લીંબુ અથવા માટે
  4. ૧ ચમચીમીઠું
  5. ૧/૨ ચમચીહળદર
  6. વઘાર માટે
  7. મોટા ચમચો તેલ
  8. ૮ નંગલવિંગ
  9. ૮ નંગમરી
  10. સૂકા લાલ મરચાં
  11. ૨ ચમચી માંથીયો સાંભર મસાલો
  12. ૧ ચમચીકાશમિરી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીંબુ નુ અથાણું બનાવા માટે સૌ પ્રથમ લીંબુને ધોઈ કોરા કરવા. અને તેમા થી ચાર કટકા કરવા. સમારતી વખતે લીંબુના બીજ અલગ કરી દેવા નહી તો અથાણું કડવું થઈ શકે છે...(અથાણા ના લીંબુહંમેશા પીળા રંગના અને પાતળી છાલ વાળા રસ થઈ ભરેલા લેવા જોઈએ) લીંબુ નું અથાણું સારુ બનશે..

  2. 2

    તેને એક તપેલી માં લઈ તેમાં હળદર મીઠું નાખી તેને આથવા માટે ૩ દિવસ માટે રાખવા

  3. 3

    એક દિવસ માં ૩ વાર લીંબુને મિક્સ કરવા અથવા ઉછાળવા ને આ પક્રિયા સતત ૩ દિવસ સુધી કરવી ચોથા દિવસે લીંબુ સરસ સોફ્ટ થઈ ગયા હશે. એક કાણાં વાળું વાસણ લઈ લીંબુ ને નિતારી લેવા.

  4. 4

    એક કડાય માં તેલ લઈ તેમાં મરી લવિંગ હિંગ સૂકા મરચાં નાંખવા.પછી તેમાં નિતરેલા લીબું નાખવા.થોડી વાર તેને ચડાવી લેવાં

  5. 5

    પછી ગેસ બંધ કરી તેમાં સાંભર પાઉડર નાખવો.મરચું નાખી તેમાં ગોળ નાખવો. બધું બરાબર મિક્ષ કરીને ઠાડું થવા દેવું.

  6. 6

    લીંબુ નું અથાણું તયાર છે તેને સર્વે કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Parmar
Archana Parmar @Archana_87
પર

Similar Recipes