ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૩ મોટા વાટકા ખાટી છાશ
  2. ૨ નંગ‌ બટેકા
  3. ૫૦ ગ્રામ શીંગદાણા નો ભૂકો
  4. 1 ટુકડોઆદુ
  5. લીલા મરચા
  6. મીઠા લીમડાનાં પાન
  7. વઘાર માટે
  8. 1 ચમચીતેલ
  9. 1/2 ચમચીજીરું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧/૨ ચમચીમરી પાઉડર
  13. ૧/૨ ચમચીખાંડ
  14. લીલાં ધાણા ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ‌ને‌ બાફી લો.હવે એક કઢાઈમાં વઘાર માટે તેલ નાખી જીરું નાખો.

  2. 2

    જીરું લાલ થઇ જાય પછી તેમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, મીઠા લીમડાનાં પાન અને ખમણેલું આદુ નાખી છાશ વઘારો.

  3. 3

    છાશ ઉકળે પછી તેમાં શીંગદાણા નો ભૂકો નાખી મીઠું, ખાંડ, મરચું અને મરી પાઉડર ઉમેરો.

  4. 4

    થોડું ઉકળે પછી તેમાં બાફેલા બટાકા સ્મેશ કરી ને ઉમેરો ્્્્્

  5. 5

    સરખું ઉકળે એટલે બાઉલ‌મા ‌લઇ ઉપર ઝીણા સમારેલા લીલાં ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.આ કઢી સાબુદાણા ની ખીચડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal kotak
Sonal kotak @cook_22001641
પર

ટિપ્પણીઓ

Similar Recipes