દૂધી નું શાક (BottleGourd Sabzi Recipe In Gujarati)

#AM3
#KS6
દૂધી, આછા લીલા કલર ની બહાર થી અને અંદર થી સફેદ, વેલા માં થતું શાક છે જે વિટામિન સી અને કેલ્શિયમ થી ભરપૂર છે. જેનો ઉપયોગ જ્યુસ, શાક, મુઠીયા, હલવો, ખીર વગેરે બનાવા માં થાય છે. પાણી થી ભરપૂર એવી દૂધી, તેના પોષકતત્વો ને લીધે મધુપ્રમેહ ના દર્દી માટે મદદરુપ તો છે જ સાથે સાથે બ્લડ પ્રેસર ને પણ કાબુ માં રાખે છે. જો કે દૂધી નું નામ સાંભળી ને ઘણા ના મોઢું બગડી જાય છે પણ તેના સ્વાસ્થ્ય સંબંધી લાભ જોતા આપણા ભોજન માં સામેલ કરવી જ જોઈએ.
આજે મેં દૂધી નું ખાટું- મીઠું શાક બનાવ્યું છે જે રોટી, ભાખરી અથવા ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે.
દૂધી નું શાક (BottleGourd Sabzi Recipe In Gujarati)
#AM3
#KS6
દૂધી, આછા લીલા કલર ની બહાર થી અને અંદર થી સફેદ, વેલા માં થતું શાક છે જે વિટામિન સી અને કેલ્શિયમ થી ભરપૂર છે. જેનો ઉપયોગ જ્યુસ, શાક, મુઠીયા, હલવો, ખીર વગેરે બનાવા માં થાય છે. પાણી થી ભરપૂર એવી દૂધી, તેના પોષકતત્વો ને લીધે મધુપ્રમેહ ના દર્દી માટે મદદરુપ તો છે જ સાથે સાથે બ્લડ પ્રેસર ને પણ કાબુ માં રાખે છે. જો કે દૂધી નું નામ સાંભળી ને ઘણા ના મોઢું બગડી જાય છે પણ તેના સ્વાસ્થ્ય સંબંધી લાભ જોતા આપણા ભોજન માં સામેલ કરવી જ જોઈએ.
આજે મેં દૂધી નું ખાટું- મીઠું શાક બનાવ્યું છે જે રોટી, ભાખરી અથવા ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને છાલ કાઢી અને ટુકડા કરી લો.
- 2
તેલ ગરમ મૂકી, જીરું નાખો, તતળે એટલે હિંગ અને લીમડો નાખી દૂધી વધારો. અને 2 મિનિટ તેજ આંચ પર 2 મિનિટ સાંતળો.
- 3
હવે થોડું પાણી ઉમેરીને, ઢાંકી ને,હલકી આંચ પણ ચડવા દો.
- 4
દૂધી ચડી જાય એટલે બધા મસાલા અને ગોળ નાખી, ભેળવી 1 -2 મિનિટ રાખો.
- 5
છેલ્લે લીંબુ નો રસ નાખી, આંચ બન્ધ કરો.
- 6
ગરમ ગરમ દૂધી નું શાક રોટલી, પરાઠા, ભાખરી સાથે પીરસો. ટામેટાં નાખી શકાય.
Similar Recipes
-
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
#cookpadindia#weekendપોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે. Deepa Rupani -
મસૂર દાળ અને દૂધી નું શાક
#ડિનર #સ્ટારઆપણે ઘણી દાળ અને શાક ની મેળવણી કરીને વાનગી બનાવતાં હોઈએ છીએ તો આ મસૂર દાળ અને દૂધી નું શાક બનાવ્યું છે. Bijal Thaker -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#Fam આ શાક ખાટુંમીઠું હોઈ છે જે લોકો ને દૂધી ઓછી ખાય કે ના ભાવતી હોઈ તો આ શાક ખાય લે છે, આ માં પ્રોટીન મળેછે Bina Talati -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
શાકભાજી માં સૌથી ઠંડુ શાક દૂધી ને કહેવાય છે .દૂધી માં ભરપૂર માત્રા માં પાણી નો ભાગ રહેલો છે .દૂધી નું સેવન દરરોજ કરવાથી ત્વચા માં નિખાર આવે છે .શુગર ના દર્દી ઓ માટે દૂધી કોઈ વરદાન થી ઓછી નથી .#GA4#Week21 Rekha Ramchandani -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ઉનાળા માં બહુ આવે. અને ઉનાળા માં દૂધી ખાવી જ જોઈ એ। દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. પણ ઘર ના બધા દૂધી નું નામ સાંભળી ને મ્હોં બગાડે.મે અહીંયા થોડું અલગ રીતે બનાવ્યું છે જે મારા ફેમીલી મા બધા ને ખૂબ જ ભાવ્યું#KS6 Nidhi Sanghvi -
દૂધી નું રસાવાળું શાક (Dudhi Rasavalu Shak Recipe In Gujarati)
(Bottel Gourd )દૂધી નું રસાવાળું શાક. સાદુ અને સાત્વિક આ શાક ખીચડી સાથે સરસ લાગે છે.#GA4 #Week21 Bina Talati -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#SVCદૂધી બહુ ગુણકારી એને ઠંડક આપે છે. દૂધી માંથી ગણી વાનગી બને છે. અને શાક પણ સરસ બને છે. દૂધી નું શાક બનાવવા કુણી દૂધી લેવી. Rashmi Pomal -
દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaદૂધી, એક સ્વાસ્થ્યપ્રદ શાક છે જેનું નામ સાંભળી ઘણા લોકો મોઢું બગાડે છે. પરંતુ વિવિધ મિનરલ્સ, લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર એવી દૂધી તેના પોષકતત્વો ને લીધે પાચક ક્રિયા અને એસીડીટી માં મદદરૂપ થાય છે તો વાળ અને આંખ ના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે. દૂધી થી સામાન્ય રીતે આપણે શાક, સૂપ, જ્યુસ, હલવો બનાવીએ જ છીએ. આપણે સ્વાસ્થ્યપ્રદ એવી દૂધી નો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યાન માં રાખવું જોઈએ.દૂધી નો ઓળો એ એક સ્વાદસભર દૂધી ની વાનગી છે જે , જેને દૂધી નું શાક ના ભાવતું હોઈ તેને પણ ભાવે છે. Deepa Rupani -
દૂધી ના લાછરા (સ્ટફ્ડ દૂધી નું શાક)
#સ્ટફ્ડ સ્ટફ્ડ કોન્ટેસ્ટ માં આજે મેં દૂધી માં મસાલો ભરી ને શાક બનાવ્યું છે. અને આ શાક ઘર ના બધા નું ફેવરેટ છે. દૂધી ખાવા માં ઠંડી હોય છે. અને પાણી પણ વધારે હોય છે . તો આપણી હેલ્થ માટે પણ સારી હોય છે. જો નાના બાળકો,અને ટીનેજર્સ છોકરા છોકરી લોકો દૂધી ખાવાનું પસંદ ન કરતા હોય તો આવી રીતે સ્ટફ્ડ દૂધી નુશાક બનાવશો તો જરુર થી ખાશે. Krishna Kholiya -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#દૂધી નું શાક#Riddhi Mamદૂધી શરીર ને ઠંડક આપે છે.. ઉનાળામાં દૂધી રોજ ખાવાથી કાળઝાળ ગરમીથી રાહત મળી જાય છે.. દૂધી નો રસ હ્દય ને મજબુત બનાવે છે.અને બ્લોક હટાવવા માટે મદદરૂપ થાય છે.તો આવી ગુણકારી દૂધી નું શાક પણ બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 દૂધી નું શાક લગભગ મોટા ભાગ નાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયામાં એક વાર બનતું જ હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે દૂધી નું શાક ઓછું ભાવે.અહીં મેં ગોળ , આંબલી વાળું અને છાલ સહિત શાક બનાવ્યું છે. જે ચોક્કસ ભાવશે. Bina Mithani -
દૂધી નું શાક (Bottle Gourd Shak Recipe In Gujarati)
#KS6 ગરમી માં દૂધી નું શાક સારું લાગે છે. અને તેની તાસીર ઠંડી હોવાથી ફાયદાકારક છે. તો મારા શાક ની રેસિપિ ટ્રાઈ કરો. Krishna Kholiya -
દૂધી ના થેપલા (Bottlegourd Thepla Recipe In Gujarati)
#EB#week10કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણવાળી છે. દૂધી એ વનસ્પતિ જન્ય દૂધ છે. દૂધી ની તાસિર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે.આમ તો ઘર માં દૂધી નું શાક બને તો નાના થી માંડી ને મોટા નું પણ મોઢું બગડવા માંડે છે પણ જો તમે દૂધી ના આ થેપલા બનાવી ને આપશો તો બધા હોંશો હોંશે ખાઈ જશે. Sachi Sanket Naik -
દૂધી વટાણા નું શાક (Dudhi Vatana Shak Recipe In Gujarati)
#SVCઆ એક સિમ્પલ શાક છે જે ઉનાળામાં બધા ને ઘરે બનતું હોય છે. કોઈ દૂધી સાથે વડી અથવા બટાકા,મિક્સ શાક એવા વિવિધ કોમ્બીનેશન થી બનાવે છે.મેં આજે દૂધી સાથે વટાણા નું શાક બનાવ્યું છે. દૂધી બહુજ હેલ્થી છે અને એમાં પાણી નો ભાગ વધારે હોય છે ,એટલે ઉનાળામાં ખાસ કરીને વધારે ગુણકારી છે. Bina Samir Telivala -
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
રાજસ્થાની દૂધી દાળ નું શાક (Rajasthani Dudhi Dal Shak Recipe In Gujarati)
#KRC#cookpadgujaratiદૂધી અને દાળના કોમ્બિનેશન થી મેં રાજસ્થાની દૂધી દાળનું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ તો લાગે છે સાથેસ્વાસ્થ્ય માટે સારું એવું હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે. Sonal Modha -
ફરાળી દૂધી -ગાંઠીયા નું શાક
#AM3Sabji/ShakMy Cookpad Recipeદુધી એ પૌષ્ટિક આહાર છે દૂધીનું શાક ઈમ્યુનીટી બુસ્ટર તરીકે કામ કરે છે, ફરાળમાં બટેટાની જગ્યાએ દૂધી નું શાક સારો આહાર છે. Ashlesha Vora -
દૂધી ચણા નુ શાક
#માઇલંચહમણાં લોકડાઉન છે બધે. તો ઘરમાં જે હોય તેમાં જ ચલાવું પડે છે.હમણાં બધા શાક પતી ગયા છે.એક દૂધી જ પડી હતી.આમ તો દૂધી માંથી ઘણી વાનગી બને .તો મેં દૂધી ચણા નું શાક બનાવ્યું. આ મારા ઘરમાં બધા નું બહુ પ્રિય છે.એકદમ સરળ અને ઓછા રોજિંદા મસાલા થી બને છે. Kripa Shah -
દૂધી નું શાક (Bottle Gourd Sabji Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati અમારાં ઘરે દૂધી નું શાક બધાને બહુજ ભાવે.મને જરાય ના ભાવે પણ વીક માં ૧ વાર તો બનેજ. દૂધી ફાયદાકારક હોવાથી દૂધી ખાવી સારી છે. તો આજ થઈ જાય દૂધી નું શાક. सोनल जयेश सुथार -
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
કાચા કેળા નું શાક (Raw banana sabzi recipe in Gujarati)
#TT1#PR#cookpad_guj#cookpadindiaમૂળ પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયા માં કેળા નું વાવેતર થયું હતું એવું કહેવાય છે પરંતુ આજ ના સમયે દુનિયાભર માં તેનું વાવેતર થાય છે. ફાયબર થી સમૃદ્ધ એવા કેળા માં વિટામિન બી 6, કાર્બોહાઇડ્રેટ અને પોટેશિયમ પણ સારી માત્રા હોય છેકાચા કેળા નો ઉપયોગ શાક, કોફતા, ફરસાણ અને વેફર્સ બનાવામાં વધારે થાય છે. અને જૈન સમાજ માં કાચા કેળા નો ઉપયોગ વધુ થાય છે કારણકે કંદમૂળ નો વપરાશ નથી થતો તો બટેટા ની બદલે કાચા કેળા વપરાય છે. Deepa Rupani -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
કાઠિયાવાડી દૂધી બટાકા નું શાક (Kathiyawadi Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6#CookpadIndia#CookpadGuj ઘણા લોકોને દૂધી ખાવી જરાય પણ પસંદ હોતી નથી. દૂધીનો જ્યુસ બનાવીને પીવામાં આવે ક્યાંતો એનું શાક બનાવીને ખાવામાં આવે , આ બંને રીતે સ્કીન, વાળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધીના જ્યુસનું સેવન ગરમીમાં વધારે કરવામાં આવે છે. કારણ કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોવાને કારણે શરીરને શીતળતા પ્રદાન કરે છે. આજે મેં આ જ દૂધી માંથી કાઠિયાવાડી દૂધી બટેટાનું રસાવાડું શાક બનાવ્યું છે. જે એકદમ ચટપટું, ગળ્યું ને તીખું બન્યું છે. જો આ રીતે દૂધી નું શાક બનાવવામાં આવે તો જે દૂધી ના ખાતા હોય તે પણ ખાવા લાગે છે. Daxa Parmar -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaજામફળ એ કુદરતી પોષકતત્વો થી ભરપૂર એવું ઉષ્ણકટિબંધીય પ્રદેશ માં થતું ફળ છે. તેના આ પોષકતત્વો ને લીધે તે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી બને છે. જામફળ ને ફળ તરીકે તો આપણે ખાઈએ જ છીએઆજે આપણે બહુ જલ્દી બનતું જામફળ નું ખાટું મીઠું સ્વાદિષ્ટ શાક જોઈએ. Deepa Rupani -
દૂધી નું લસણિયું શાક (Dudhi Lasaniyu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : દૂધી નું લસણિયું શાકસમર મા પાણી વાળા શાકભાજી બહુ મલતા હોય છે. દૂધી નું શાક ખૂબ જ ઓછા મસાલા માં બનતું શાક છે જે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
દૂધી-ચણા ની દાળ
#કૂકર#india કૂકર, આ એક એવું સાધન છે જેના વિના રસોડું અધૂરું છે. કૂકર થી રસોઈ ઝડપી તો બને જ સાથે સાથે પૌષ્ટિક પણ બને જ. આ એક બહુ જ જાણીતું અને દરેક ના ઘર માં બનતું શાક છે. સવાર ના ભોજન કે રાત ના ભોજન ,બંને માં ચાલતું આ શાક સ્વાદ સભર અને પૌષ્ટિક છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (16)