ગુંદા-કેરી નું પંજાબી શાક(Gunda Keri Punjabi Shak Recipe In Gujarati)

Rachana Gohil
Rachana Gohil @rkambad

"ગુંદા-કેરી નું પંજાબી શાક"

#AM3
#cookpadindia
#cookpadgujarati

ઉનાળા માં આપણે દાદી, નાની કે બા ને "ગુંદા ના ફૂલ ની કઢી" કે "ભરેલા ગુંદા", "વરાળીયા ગુંદા" નું શાક બનાવતા જોયા છે. સૌરાષ્ટ્ર માં આ પરંપરાગત વાનગીઓ ગુંદા ની સીઝન માં બનતી હોય છે,પણ સમય સાથે આ વાનગીઓ ભૂલાતી જાય છે. આજ ની ફાસ્ટફૂડ જનરેશન ને આપણી પરંપરાગત ગુજરાતી વાનગીઓ જે આયુર્વેદ દ્રષ્ટિ એ પણ ખૂબ જ સ્વાસ્થ્યવધૅક, તેમા બહુ ઓછી રુચિ પડે છે.
તેથી મેં ગુંદા ના શાક ને એક અલગ રીતે બનાવી ફ્યુઝન સબ્જી બનાવી છે, જે બાળકો પણ રુચિ થી જમી
શકે. ટેસ્ટ મા બહુ સરસ લાગે છે અને ગુંદા જેવા પરંપરાગત શાક થી બાળકો ને પરીચીત પણ રાખી શકાય. એકવાર જરૂર થી આ રેસીપી ટ્રાય કરજો.
#gujaratifoodlover #treditionalfood

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 લોકો માટે
  1. 250 ગ્રામગુંદા
  2. 1 કાચી કેરી
  3. 2 ચમચીસફેદ તલ
  4. 4 ચમચી મગજતરી ના બી (મીક્ષ્ચર માં દળી લેવું.)
  5. 10-12કાજુ નો ક્રશ કરેલો પાઉડર
  6. 2 ચમચીલસણ,આદુ-મરચાં ની પેસ્ટ -
  7. 1મીડિયમ સાઈઝ ડુંગળી (ક્રશ કરેલી)
  8. 1સૂકાં મરચા
  9. 1તમાલપત્ર
  10. 1/4 ચમચીહીંગ (વઘાર માટે)
  11. 2 ગ્લાસછાશ
  12. મસાલા:
  13. 1/2 ચમચીહળદર
  14. 1 ચમચી લાલ મરચું
  15. 1 ચમચી ધાણાજીરુ,મીઠું
  16. 1 ચમચીકિચન કીંગ મસાલો
  17. કોથમીર
  18. કાજુ ના કટકા સજાવટ માટે
  19. 6 ચમચાતેલ
  20. 1/2 ચમચીવઘાર માટે આખું જીરુ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ગુંદા ને સાફ કરી, તેને ફોડી ચીકણા બી કાઢી, મીઠા વડે અંદર થઈ સાફ કરી લો, જેથી ગુંદા ની બધી ચીકાશ નીકળે જાય. પછી ખાટી છાશ મા પલાળી ચોખ્ખા કરી લેવા.

  2. 2

    કેરી ને ખમણી લો. પેન માં તેલ મૂકો. આપણે ગુંદા કાચા જ લીધા છે,તેથી આ શાક બનાવવા તેલ થોડું વધારે જ લેવું. જીરુ,આખા મરચાં, તમાલપત્ર નાખી વઘાર કરો. ગુંદા નાખી ચડવા દો.7 થી 10 મીનીટ ચડતા થશે. હળવા હાથે હલાવતા રહો. થોડીવાર ઢાંકી દેવાથી જલ્દી ચડી જશે.

  3. 3

    ગુંદા ચડી ગયા પછી, ક્રશ કરેલી ડુંગળી નાખી ચડવા દો. ખમણેલી કાચી કેરી ઉમેરો. લસણ-આદું-મરચા ની પેસ્ટ નાખી, હળદર, મીઠું, મરચું, ધાણાજીરુ વગેરે મસાલા ઉમેરી દેવા.

  4. 4

    ત્યારબાદ તલ-મગજતરી-કાજુ નો પાઉડર ઉમેરો. કિચન કીંગ મસાલો સ્વાદ અનુસાર ઉમેરો. છેલ્લે છાશ ઉમેરી, સરખું મીક્સ કરી તેલ છૂટું પડે ત્યા સુધી ચડવા દેવું.

  5. 5

    કોથમીર, કાજુ ના ટુકડા થી ગારનીશ કરી ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Gohil
Rachana Gohil @rkambad
પર

ટિપ્પણીઓ

Similar Recipes