ગુંદા નું ગ્રેવી વાળું શાક (Gunda Gravy Valu Shak Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#week2

ગુંદા એ આપણા શરીર ને તાકતવર અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને "ભારતીય ચેરી" તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુંદા નું સેવન શરીર માટે ખૂબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવન થી પેટના કીડા નાશ પામે છે. ગુજરાતી માં તેને "ગુંદા" કહેવાય છે અને હિન્દી માં તેને "લસોડા" કહેવાય છે. ગુંદા કેલ્સિયમ અને ફૉસ્ફરસ થી ભરપુર હોય છે. ગુંદા ના સેવન થી હાડકા તો મજબૂત બને છે. પરંતુ મગજ નો વિકાસ પણ થાય છે અને શરીર માં લોહી ની ઊણપ પણ દૂર થાય છે. કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે પરંતુ પાકા ગુંદા પણ એટલા જ મીઠા હોય છે.
આજે મેં ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. જે રેસ્ટોરન્ટ ના પંજાબી શાક ને પણ ભુલાવી દે તેવું આ દેસી શાક એકદમ ચટાકેદાર ને મસાલેદાર શાહી રીતથી બનાવામાં આવ્યું છે. આ ગુંદા નું શાક મસાલા ભર્યા વિના નું આખા ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે..જે ગુંદા ના ભરેલા શાક જેવું જ બન્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 🎯 ગ્રેવી ના મસાલા ના ઘટકો :---
  2. 1/4 કપશીંગદાણા
  3. 1/4 કપનાયલોન ગાંઠિયા કે બેસનની જાડી સેવ
  4. 1/4 કપમગજતરી ના બી
  5. 10-12 નંગલસણ ની કળી + 2 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર ની ચટણી
  6. 2 ટી સ્પૂનઆદુ + લીલા મરચાં ની પેસ્ટ
  7. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  9. 1/2 નંગકાચી કેરીનું છીણ છાલ સહિત
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 2-3 ટેબલ સ્પૂનલીલી કોથમીર ના પાન
  12. 1 ટેબલ સ્પૂનસફેદ તલ
  13. 🎯 અન્ય સામગ્રી :---
  14. 500 ગ્રામગુંદા
  15. 1/2 કપછાસ ગુંદા પલાળવા
  16. 5 ટેબલ સ્પૂનતેલ
  17. 1 ટી સ્પૂનરાઈ
  18. 1 ટી સ્પૂનજીરું
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  21. 1 નંગમીડી યમ સાઇઝ ટામેટું જીણું સમારેલું
  22. 1 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  23. 1.5 કપછાસ
  24. 1 ટેબલ સ્પૂનગોળ
  25. 2 ટેબલ સ્પૂનલીલી કોથમીર ના પાન
  26. 👉 ગાર્નિશ માટે :-- લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુંદા ને ધોઈ ને તોડીને બી કાઢી લેવા. હવે આ ગુંદા ને એક થી બે વાર સાફ પાણી થી ધોઈ લેવા જેથી તેની ચિકાસ થોડી ઓછી થાય. હવે આ ગુંદા ને 10 મિનિટ માટે છાસ માં પલાળી રાખો જેથી એકદમ તેમાંથી ચિકાસ દૂર થઈ જાય.

  2. 2

    હવે ગ્રેવી માટેનો મસાલો બનાવીશું. એની માટે મિક્સર જારમાં શીંગદાણા, નાયલોન ગાંઠિયા અને મગજતરી ના બી ઉમેરી અથકચરુ પીસી લો. હવે આ પાઉડર ને પ્લેટ મા કાઢી તેમાં લસણ + લાલ મરચાં ની ચટણી, આદુ + લીલા મરચા ની પેસ્ટ, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, કાચી કેરી નું છીણ, મીઠું, લીલી કોથમીર ના પાન અને સફેદ તલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે ગુંદા ના શાક નો વઘાર કરીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું તતડાવી એમાં છાસ માંથી નીતરેલા ગુંદા ઉમેરી ઉપર મીઠું અને હળદર પાઉડર ઉમેરી સ્લો ગેસ ની આંચ પર ઢાંકણ ઢાંકી ગુંદા સોફ્ટ થાય ત્યાં સુધી 5 મિનિટ માટે કૂક કરી લો.

  4. 4

    હવે આમાં બનાવેલો ગ્રેવી નો મસાલો ઉમેરી તેમાં જીણું સમારેલું ટામેટું અને કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની ધીમી આંચ પર ઢાંકી ને 5 મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. તેલ છૂટું પડે એટલે એમાં છાસ ઉમેરી મિક્સ કરી 7 મિનિટ માટે સ્લો ગેસ પર ઉકળવા દો.

  5. 5

    હવે ગ્રેવી ઘટ્ટ થઈ ગઈ છે એટલે એમાં ગોળ અને લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી 1 મિનિટ માટે કૂક કરી ગેસ ની આંચ બંધ કરી લો.

  6. 6

    હવે આપણું એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર એવું ખાટું મીઠું ગુંદા નું ગ્રેવી વાળું શાક તૈયાર છે સર્વ કરવા માટે. આ શાક ને લીલી કોથમીર ના પાન ઉમેરી ગાર્નિશ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes