ગુંદા નુ લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

અથાણાં ની સિઝનમાં ગુંદા સરસ મલતા હોય છે. ગુંદા માં થી અલગ અલગ અથાણાં , શાક અને સંભારો પણ બનાવી શકાય.તો આજે મેં ગુંદા નુ લોટ વાળું શાક બનાવ્યું.

ગુંદા નુ લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

અથાણાં ની સિઝનમાં ગુંદા સરસ મલતા હોય છે. ગુંદા માં થી અલગ અલગ અથાણાં , શાક અને સંભારો પણ બનાવી શકાય.તો આજે મેં ગુંદા નુ લોટ વાળું શાક બનાવ્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ગુંદા
  2. ૩/૪ ચમચી તેલ
  3. ૧ ટી સ્પૂનરાઈ મેથી
  4. ૧/૨ ટી સ્પૂનજીરું
  5. ૧ ટી સ્પૂનહળદર
  6. ૧ ટી સ્પૂનતલ
  7. સૂકા લાલ મરચાં
  8. ૧ ટી સ્પૂનમીઠું
  9. ૨ ચમચીલીંબુનો રસ
  10. ૧ વાટકીભરેલા શાક નો મસાલો
  11. ગાર્નિશ કરવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ગુંદા ને ધોઈ કોરા કરી ઉપર ના ડીટા કાઢી ને ગરમ પાણી મા મીઠું નાખી ને ૫ મીનીટ સુધી બાફી લેવા. બફાઈ જાય એટલે ગરણી માં કાઢી થોડા ઠંડા થવા દેવા. પછી તેમાં થી સિડ્સ કાઢી લેવા.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકા લાલ મરચાં તલ નાખી ને ગુંદા વઘારી દેવા. ગુંદા ને ૩/૪ મીનીટ સુધી સાંતળી લેવા.

  3. 3

    હવે તેમાં ભરેલા શાક નો મસાલો ઉપર છાંટી તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી ‌લેવુ અને ઢાંકી ને ૩/૪ મીનીટ સુધી થવા દેવા. જરૂર લાગે તો થોડું પાણી છટકોરવુ. ગુંદા ને ધીમા તાપે ચડવા દેવા.

  4. 4

    Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
    તો તૈયાર છે
    ગુંદા નુ લોટ વાળું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes