ઘટકો

  1. ૧/૨ લિટરખીરું
  2. ૧ ગ્લાસદૂધ
  3. ૧ વાટકીખાંડ
  4. થોડું ઇલાયચી જાયફળ નો પાઉડર
  5. થોડી કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેં ગાય નું ખીરું તેમજ દૂધ લીધું છે.ઇલાયચી જાયફળ નો પાઉડર તૈયાર કર્યો છે અને ખાંડ ૧ વાટકી લીધી છે.હવે એક તપેલી માં ગાયનું ખીરું તેમજ દૂધ મિક્સ કરી તેમાં ખાંડ ઉમેરી એકદમ મિક્સ કરી ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે એક લોયું લઈ તેમાં થોડું પાણી ઉમેરો. પાણી ગરમ થાય એટલે તેમાં એક થાળી રાખી તેમાં તેલ લગાવી દો. હવે તેમાં તૈયાર કરેલ ખીરું રેડી દો. ઉપર ઇલાયચી જાયફળ નો પાઉડર તેમજ કેસર ઉમેરો. તેની ઉપર એક મોટી થાળી ઢાંકી દો અને ધીમા તાપે થવા દો.

  3. 3

    થોડી વાર પછી ગેસ બંધ કરી થાળી ને ઉપર થી ઉતારી લો. તેને ઠંડુ થવા દો.ઠંડુ થયા પછી તેમાં આકા પાડી તેના પીસ કરી લો. તો તૈયાર છે કેસર બરી. તે નાના બાળકો થી લઈ મોટા સુધી બધાં ને પસંદ પડે છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Vibha Upadhya
Vibha Upadhya @cook_22149616
પર

Similar Recipes