સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#Immunity
સ્પરાઉત એક હેલ્ધી ફૂડ છે. તેને સુપરફૂડ પણ
કહેવાય છે. સ્પરાઉત માં વિટામિન,પ્રોટીન,
ફાઇબર ભરપુર પ્રમાણ માં રહેલું છે.
કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ માં રાખે છે.સ્પરાઉત આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ને બુસ્ટ કરવા માં અને બોડી ને ક્લીન કરવા માં મદદ કરે છે

સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)

#Immunity
સ્પરાઉત એક હેલ્ધી ફૂડ છે. તેને સુપરફૂડ પણ
કહેવાય છે. સ્પરાઉત માં વિટામિન,પ્રોટીન,
ફાઇબર ભરપુર પ્રમાણ માં રહેલું છે.
કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ માં રાખે છે.સ્પરાઉત આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ને બુસ્ટ કરવા માં અને બોડી ને ક્લીન કરવા માં મદદ કરે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 1/4 કપમગ
  2. 1/4 કપચણા
  3. 1 નંગટામેટું
  4. 1 નંગડુંગળી
  5. 2 ટેબલ સ્પૂનકોથમીર
  6. 1 નંગલીલું મરચું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/4 ટી સ્પૂનમરી પાઉડર
  9. 1/2 ટી સ્પૂનસંચર પાઉડર
  10. 1/2 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  11. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  12. 1/2 ટી સ્પૂનજીરા પાઉડર
  13. 1 ટી સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ અને ચણા ને ધોઈ ને 7-8કલાક માટે પલાળી દો

  2. 2

    7-8 કલાક પછી પાણી કાઢી એક પતલા સ્વચ્છ કપડાં માં મગ લઈ ટાઈટ પોટલી બાંધી લો. ચણા ને પણ તે રીતે જ બાંધી 7-8કલાક માટે રાખી દો.

  3. 3

    7-8કલાક પછી પોટલી ખોલી લેવી તેમાં કોટા ફુટિયા હશે જેને આપણે સ્પરાઉત અથવા ફણગાવેલ કઠોળ કહીએ છીએ

  4. 4

    એક બાઉલમાં ફણગાવેલ મગ અને ચણા લઈ તેમાં બારીક સમારેલ ટામેટું,ડુંગળી,લીલું મરચું નાખો. બધા મસાલા ઉમેરી મિક્સ કરો

  5. 5

    લાસ્ટ માં કોથમીર અને લીંબુ નો રસ એડ કરી મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

ટિપ્પણીઓ

Similar Recipes