કેસર પિસ્તા ફાલુદા (Kesar Pista Falooda Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#childhood
હું નાની હતી ત્યારે અમારા નવસારી માં પારસી કોલ્હાજી નો ફાલુદા ખૂબ જાણીતા હતા. એમને સારા result ની treat માં કોલ્હા નો ફાલુદા પીવડાવવામાં આવશે એવું કેવામાં આવતું...એનો સ્વાદ આજે પણ યાદ આવે છે..આજે તો એ બંધ થઈ ગયું છે...પણ એનો સ્વાદ યાદ રાખી મે એને ઘરે બનવાની try કરી છે...લગભગ સફળ થઈ છું..મે આઇસ્ક્રીમ પણ ઘરે જ બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દૂધ માટે:
  2. ૫૦૦ મીલી દૂધ
  3. ૧ tbspખાંડ
  4. ૧/૨ tbspકસ્તરડ પાઉડર
  5. ઈલાયચી પાઉડર
  6. અસેમ્બલ માટે:
  7. કેસર સીરપ
  8. ફાલુદા સિડ્સ / basil seeds
  9. ટુકડાપિસ્તા અને કાજુ ના
  10. કેસર પિસ્તા આઈસ્ ક્રીમ
  11. ફાલુદા ની સેવ
  12. ફાલુદા ની સેવ માટે
  13. ૧/૪ કપકોર્ન ફ્લોર
  14. ૧ કપથી થોડું વધારે પાણી
  15. 1તપેલી બરફ વાળુ પાણી
  16. સેવ પાડવાનો સંચો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોર્ન ફ્લોર અને પાણી ને એક પેન માં મિક્સ કરી લેવું. પછી ગેસ ચાલુ કરવો. એકધારું હલાવતા રહેવું. એકદમ ધટ્ટ થઈ જાય અને મિશ્રણ પેન ને છોડવા માંડે એટલે ગેસ પર થી ઊતારી લેવું. એને સેવ ના સંચા માં ભરી એકદમ ઠંડા બરફ ના પાણી માં આ સેવ ને ડાયરેક્ટ એ પાણી માં જ પાડવી.એને ઠંડા પાણી માં જ રાખવી..જેથી ફાલુદા માં એ સરસ ક્રંચી લાગશે.

  2. 2

    દૂધ માં ખાંડ, કેસર અને કસ્તરડ પાઉડર નાખી બરાબર ઉકાળી ઠંડુ કરવું. પલાળેલા તુકમારિયા, કાજુ ના ટુકડા, કેસર સીરપ,બનાવેલ સેવ, કેસર પિસ્તા આઇસ્ક્રીમ બધી સામગ્રી તયાર રાખવી.

  3. 3

    ઊંડા ગ્લાસ માં પેલા કેસર સીરપ, તુકમરિયા,સેવ નાખવી. એની પર ઠંડુ બનાવેલ દૂધ રેડવું. ઉપર કેસર પિસ્તા આઇસ્ક્રીમ મૂકવું. એની ઉપર કાજુ ના ટુકડા મૂકી સર્વ કરવું.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes