રોયલ સાગો ફાલુદા (Royal Sago Falooda Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

ફાલુદા આપણે ફાલુદા ની સેવ નો ઉપયોગ કરીને બનાવતા હોઈએ છે પણ અહીં મે સાબુદાણા નો ઉપયોગ કરીને ફાલુદા બનાવ્યું છે. સાબુદાણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આ એક હેલ્ધી રિફ્રેશિંગ ડેઝર્ટ બનશે.

રોયલ સાગો ફાલુદા (Royal Sago Falooda Recipe In Gujarati)

ફાલુદા આપણે ફાલુદા ની સેવ નો ઉપયોગ કરીને બનાવતા હોઈએ છે પણ અહીં મે સાબુદાણા નો ઉપયોગ કરીને ફાલુદા બનાવ્યું છે. સાબુદાણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આ એક હેલ્ધી રિફ્રેશિંગ ડેઝર્ટ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. મુઠ્ઠી સાબુદાણા
  2. ૨ ચમચીતકમરીયા (sabja seeds)
  3. બાઉલ દૂધ
  4. ૮-૧૦ બદામની કતરણ
  5. ૮-૧૦ પીસ્તા ની કતરણ
  6. ૮-૧૦ કાજુની કતરણ
  7. ૭-૮ ચમચી રોઝ સીરપ
  8. સ્ટ્રોબેરી જેલી
  9. રાસ્પ બેરી જેલી
  10. ટુટી ફ્રુટી (લાલ લીલો અને પીળા કલરની)
  11. વેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા આપ આપણે આ રીતે બધી સામગ્રીઓ તૈયાર કરી લેવી.

  2. 2

    સાબુદાણા ને ધોઈ અને બેથી ત્રણ કલાક પલાળી રાખવા. પછી પલાળેલા સાબુદાણા મા થોડું પાણી નાખી અને ઉકળવા દેવા જ્યાં સુધી સાબુદાણા સરસ પારદર્શક મોતીના દાણા જેવા થઇ જાય ત્યાં સુધી. પછી જરૂર પડે તો પાણી નાખવું. પછી સાબુ દાણા માંથી ગરણી ની મદદથી બધું પાણી કાઢી લેવું અને ઉપરથી ઠંડુ પાણી નાખવું જેથી સાબુદાણા ની ચીકાશ ફાલુદા મા ન લાગે.

  3. 3

    તકમરીયા ને પણ ૨૫ થી ૩૦ મિનિટ પાણી નાખીને પલાળી લેવા. પછી તકમરીયા ને પણ ગરણી ની મદદથી ગાડી ને પાણી કાઢી લેવું. તકમરીયા પણ આવા જેલી જેવા સરસ થઇ જશે.

  4. 4

    પછી એક પેનમાં દૂધ લઈ તેને ગરમ કરી લેવું થોડુંક થીક થાય ત્યાં સુધી ઊકળવા દેવું. પછી ગેસ બંધ કરી દૂધ ઠંડું પડે એટલે તેમાં 3 ચમચી રોઝ સીરપ ઉમેરી દૂધને સરસ થી હલાવવું એટલે આપણુ રોઝ મિલક તૈયાર થઈ જશે. રોઝ સીરપ ઉમેરવાથી દૂધનો કલર બદલી જશે અને આપણા ફાલુદા માં એક નાઇસ કલર અને ફ્લેવર મળશે.

  5. 5

    હવે આપણે ફાલુદા તૈયાર કરીશું તેના માટે એક કાચ નો ગ્લાસ લઈ તેમાં લેયરસ બનાવીશું તેના માટે સૌથી પહેલા બેથી ત્રણ ચમચી રોઝ સીરપ ઉમેરી પછી તેમાં બે ચમચી તકમરીયા અને એક ચમચી સાબુદાણા ઉમેરીશું.

  6. 6

    પછી તેમાં સ્ટ્રોબેરી જેલી, ડ્રાયફ્રૂટ્સ અને ટુટી ફ્રુટી ઉમેરીશું.

  7. 7

    હવે તેમાં આપણું તૈયાર કરેલું રોઝ મિલ્ક ઉમેરી અને સરસ થી હલાવ શું જેથી બધી વસ્તુઓ ફાલુદામાં સરસ મિક્સ થઈ જાય.

  8. 8

    હવે ફાલુદા ને મસ્ત લુક આપવા માટે ઉપરથી આપણે વેનીલા આઈસ્ક્રીમ નું scoop ઉમેરીશું પછી તેની ઉપર ડ્રાયફ્રૂટ્સ અને ટુટી ફ્રુટી નાખીશું. પછી ઉપર રાસ્પબેરી જેલી ને રાખીશું. આ રીતે ફાલુદા ને ગાર્નીશ કરવાથી આપણને ફાલુદા માં બધી વસ્તુઓનો સ્વાદ મસ્ત આવશે. થઈ ગયું ને હેલ્ધી ડેઝર્ટ બધી સામગ્રીઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. જેલીઝ અને આઈસક્રીમ નાખવાથી બાળકો પણ એને ખુબ જ એન્જોય કરશે.

  9. 9

    તો તૈયાર છે આપણું રિફ્રેશિંગ ડેઝર્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes