ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Murli Antani Vaishnav
Murli Antani Vaishnav @murli123

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોરાજાપુરી કેરી
  2. 1 કિલોછીણેલો ગોળ
  3. 30 ગ્રામરાઈ નાં કુરિયા
  4. 20 ગ્રામમેથી નાં કુરિયા
  5. 60 ગ્રામધાણા નાં કુરિયા
  6. 1 ચમચીહિંગ
  7. 1 ચમચીકાશ્મીરી અને 1 ચમચી રેગ્યુલર લાલ મરચું
  8. 2 ચમચીહળદર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 3મોટા ચમચાતેલ
  11. થોડાક મરી ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ની છાલ કાઢી કટકા કરી મીઠું 1 ચમચી હળદર મિક્સ કરી રેવા દેવું.4 કલાક પછી પાછું હલાવી આખી રાત રેવા દેવું.પછી તેમાંથી પાણી નિતારી કોટન નાં કપડાં માં પહોળી કરી સૂકવી દેવી.

  2. 2

    મસાલા માટે તપેલી માં રાઈ ના કુરિયા, methi નાં કુરિયા, મરચું, હળદર,હિંગ, મરી તેમજ ગરમ કરી ઠરેલું તેલ ત્યારબાદ ધાણાના કુરિયા મીઠું નાખી મિક્સ કરવું.મીઠું અહી જોઈએ એટલુજ નાખવું કેરી માં પણ છે એટલે.તેલ જોઈ લેવું જરૂર લાગે તો એડ કરવું.

  3. 3

    ત્યાર બાદ મસાલા માં સુકાયેલ કેરી અને ખમણેલ ગોળ ઉમેરી હલાવો.અને આરીતે જ્યાંસુધી ગોળ ઓગળે નહિ ત્યાંસુધી દિવસ માં 2 વાર હલાવવું. આરીતે 4 દિવસ પછી ગોળ સરસ ઓગળી ને મિક્સ થઈ જશે.

  4. 4

    તો તૈયાર છે ગોળ કેરી નું મસ્ત અથાણું.આમાં અથાણાં નો તૈયાર મસાલો પણ ઉપયોગ માં લઇ શકો છો એનાથી પણ સરસ થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Murli Antani Vaishnav
પર

Similar Recipes