ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat
શેર કરો

ઘટકો

1 દિવસ
  1. 500 ગ્રામરાજપુરી કેરી
  2. 500 ગ્રામગુંદા
  3. થોડી વરિયાળી
  4. થોડાતીખા
  5. 1/2 કપસીંગતેલ
  6. 3-4 ચમચીહળદર
  7. 1નાનો વાટકો લાલ મરચું
  8. 1 મોટો વાટકોરાઈ ના કુરિયા
  9. 1નાનો વાટકો મેથી ના કુરિયા
  10. થોડી હિંગ
  11. 1 કિલોગોળ

રાંધવાની સૂચનાઓ

1 દિવસ
  1. 1

    પહેલા કેરી ને સાફ કરી છાલ ઉતારી નાના કટકા કરવા.પાણી માં ધોઈ ને તેને 1 બાઉલ માં લઇ ટી હળદર અને મીઠું નાખી 7 થી 8 કલાક રહેવા દેવા.પછી તેને ચારણી માં નિતારી 1 કપડાં માં સુકવા મુકવી.

  2. 2

    ગુંદા ના ડિટીયા તોડી ને તેને દસ્તા વડે 1/2 ભાગ ખોલી તેને પાણી માં નાખી ગેસ પર બાફવા મુકવા.10 થી 15 મિનિટ બફાય જાય પછી તેને નિતારી ને હળદર મીઠા વાળા પાણી માં નાખવા.તેમાં 2 કલાક રાખી તેને નિતારી તેમાં થી ઠળિયા કાઢી ને બે ભાગ કરી ને સુકવા મુકવા.

  3. 3

    1 કઢાઈ માં રાઈ ના કુરિયા,મેથી ના કુરિયા, હિંગ પાથરી ગેસ પર 1 તપેલી માં તેલ ગરમ કરવા મુકવું.તેલ ગરમ થાય પછી મસાલા પર રેડી દેવું.તેમાં હળદર,મારિયા વાટેલા અને વરિયાળી નાખી મિક્સ કરો મસાલો ઠંડો પડે પછી લાલ મરચું અને ગોળ વાતરી અથવા ખમણી ને મિક્સ કરવો.હવે તેમાં કેરી અને ગુંદા નાખી મિક્સ કરવું.1 કલાક પછી અથાણું હલાવું.2 દિવસ રાખી અને 3 થી 4 કલાક ના અંતરે હલાવી કાચ ની બરણી માં સ્ટોર કરવું.હવે રેડી છે ગોળ કેરી નું અથાણું.

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

Similar Recipes