દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#EB
#week3
#PS
ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે.

દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)

#EB
#week3
#PS
ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૨ વ્યક્તિ
  1. 20 નંગપાણીપુરી ની પૂરી
  2. 2બાફેલા બટાકા
  3. 1 કપબાફેલા ચણા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ચમચીશેકેલું જીરું
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. 1/2 ચમચીસંચળ પાઉડર
  9. 1 ચમચીલાલ મરચું (optional)
  10. 1/2 કપડુંગળી બારીક સમારેલી
  11. 1 કપમોળું દહીં
  12. 1 કપલીલી ચટણી
  13. 1 કપખજૂર આમલીની ચટણી
  14. 1 કપસેવ
  15. ગાર્નિશ માટે
  16. દાડમના દાણા
  17. સેવ
  18. કોથમીર બારીક સમારેલી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મિક્સિંગ બાઉલમાં બાફેલા બટાકા મેશ કરી ચણા એડ કરી મિક્સ કરવું. પછી તેમાં મીઠું, જીરૂ પાઉડર, ચાટ મસાલો, મરચું,મરી પાઉડર, સંચળ પાઉડર બધુ એડ કરીને મિક્સ કરી લો. દહીપુરી માટે સ્ટફિંગ રેડી છે. દહીંને વલોવીને રેડી કરી લો.

  2. 2

    એક પ્લેટમાં આઠ પૂરી લેવી. પૂરી ની વચ્ચે કાણું પાડી સ્ટફિંગ ભરો પછી તેમાં ડુંગળી, લીલી ચટણી અને મીઠી ચટણી એડ કરો. હવે ઉપર થી બે ચમચી દહીં એડ કરવું તેની ઉપર જીરુ અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.

  3. 3

    સર્વ કરવા માટે દહીં પૂરી રેડી છે. તેને દાડમના દાણા, સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો. દહીપુરી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ (16)

Similar Recipes