મગની દાળના દહીવડા (Moong Dal Dahi Vada Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#PS
#Viraj
દહીવડા નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. દહીં વડા ઘણી બધી જાતના બને છે. અડદની દાળ, ચોખાના અડદની દાળના, મગની દાળના. દહીવડા માં ભરી ચટણી એડ કરવાથી તેનો સ્વાદ ચટપટો થઈ જાય છે. અહીં મે મગની દાળના દહીવડા બનાવ્યા છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ દહીં માં કોઈ વ્યંજન બને તો બાળકો અને મોટેરા બધા ને બહુજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપમગ ની ફોતરા વાળી દાળ
  2. 1/2 કપઅડદ ની દાળ
  3. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 2 ચમચીશેકેલું જીરું પાઉડર
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. તળવા માટે તેલ
  7. 1લીટર મોળું દહીં (વલોવેલું)
  8. 1 કપકોથમીર ફુદીના ની ચટણી
  9. 1 કપખજૂર આમલીની ચટણી
  10. 1 કપસેવ
  11. 2 ચમચીદાડમના દાણા
  12. 2 ચમચીબારીક સમારેલી કોથમીર
  13. 1 ચમચીચાટ મસાલો
  14. 1 ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મગની દાળ અને અડદની દાળની બે-ત્રણ પાણીથી ધોઈને સાત આઠ કલાક માટે પાણીમાં પલાળી રાખો પછી મિક્સરમાં ક્રશ કરી લો.ક્રશ કરેલા ખીરામાં મીઠું, આદું-મરચાંની પેસ્ટ અને કોથમીર આ બધું એડ કરીને બરાબર મિક્સ કરી લો. આ રીતે ખીરું રેડી કરી લો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું તેલ નાખીને બરાબર હલાવો. 20 મિનિટ સુધી ફેંટી લો. હવે વડા ને બંને બાજુ સરખી રીતે તળી લો. ગેસની ફ્લેમ ધીમી રાખવી.

  3. 3

    વડા તળાઈ ગયા છે. તળેલા વડાને પાણીમાં પલાળો. પછી વડા માંથી પાણી કાઢીને બહાર કાઢી લો. સર્વિંગ પ્લેટમાં વડા ગોઠવો પછી તેની પર વલોવેલું દહીં, લીલી ચટણી, ગળી ચટણી, ચાટ મસાલો, જીરુ પાઉડર, દાડમના દાણા, કોથમીર અને સેવ થી ગાર્નીશ કરો.

  4. 4

    સર્વ કરવા માટે દહીં વડા રેડી છે. ઠંડા ઠંડા દહીં વડાની મજા માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes