ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#AsahiKaseiIndia
પલક શેઠ ની રેસિપી ફોલો કરી ને મે બનાવી છે અને ખુબ સરસ બની છે

ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)

#AsahiKaseiIndia
પલક શેઠ ની રેસિપી ફોલો કરી ને મે બનાવી છે અને ખુબ સરસ બની છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. ડો બનાવવા માટે
  2. 300 ગ્રામમેંદો
  3. 1 ટી સ્પૂનમિલ્ક પાઉડર
  4. 1 ટી.સ્પૂનમરી પાઉડર
  5. 1 ટી.સ્પૂનઓરેગાનો
  6. 1 ટી સ્પૂનગાર્લિક પાઉડર
  7. 1 ટેબલ સ્પૂનગાર્લિક પેસ્ટ
  8. 1/2 ટીસ્પૂનમીઠું
  9. 1 ટી સ્પૂનઓરેગાનો
  10. 1/2 ટી.સ્પૂનચીલી ફ્લેક્સ
  11. 1/2 કપહુંફાળુ પાણી
  12. 1 ટી.સ્પૂનખાંડ
  13. 1+1/2 ટી સ્પૂન ડ્રાય ઈસ્ટ
  14. 3/4 ટેબલ સ્પૂનઓલિવ ઓઈલ/સનફ્લાવર ઓઇલ
  15. સ્ટફિંગ માટે
  16. 1નાનુ કેપ્સીકમ ઝીણું સમારેલું
  17. 1/2 કપમકાઈના દાણા બાફેલા
  18. 1 નંગમીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી
  19. 1 કપમોઝરેલા ચીઝ
  20. 1 ટેબલ સ્પૂનગાર્લિક પેસ્ટ
  21. 2 નંગલીલા મરચા સમારેલા
  22. 1 ટી સ્પૂનઓરેગાનો
  23. 1 ટી.સ્પૂનચીલી ફ્લેક્સ
  24. 1/2 કપબટર
  25. સર્વિંગ માટે
  26. મેયોનીઝ અને ચીલી હોટ ટોમેટો સોસ
  27. અટામણ માટે મકાઈનો લોટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં હૂંફાળા પાણી માં ખાંડ ને ઓગાળી તેમા ઈસ્ટ ઉમેરી ઢાંકણ ઢાંકી રહેવા દો

  2. 2

    તમે બીજા એક મોટા બાઉલમાં મેંદો, મિલ્ક પાઉડર, મરી પાઉડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ,ગાર્લિક પાઉડર, ગાર્લિક પેસ્ટ, મીઠું બધું બરાબર મિક્સ કરીને હલાવી લો

  3. 3

    દસ મિનિટ પછી ઈસ્ટ વાળા પાણી માં બબલ્સ થયા હશે હવે તે પાણીને મિક્સ કરેલા મેંદા વાળા મિશ્રણમાં ઉમેરી બરાબર હલાવીને જરૂર લાગે તો બીજું 1/2 કપ જેટલું પાણી ધીરે ધીરે મિક્સ કરીને પરોઠા જેવો ઢીલો લોટ બાંધી ને તૈયાર કરો

  4. 4

    હવે આ લોટ ને દસ મિનિટ સુધી બરાબર મસળીને તૈયાર કરો જેથી ગાર્લિક બ્રેડ નો ડો સોફ્ટ તૈયાર થશે.હાથમાં લોટ ચોંટે નહીં તે માટે ઓલિવ ઓઈલ કે સનફ્લાવર ઓઇલ નો યુઝ કરો

  5. 5

    હવે તૈયાર થયેલો ને એક બાઉલમાં મૂકી તેને ઢાંકી અને તેને fragmentation થવા માટે હુંફાળી જગ્યા પર દોઢથી બે કલાક સુધી મૂકી દો

  6. 6

    હવે બીજી બાજુ સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં ફીલિંગ માટેની બધી સામગ્રી મિક્સ કરી લો

  7. 7

    હવે દોઢથી બે કલાક પછી ડો ફૂલીને ડબલ થઇ ગયો હશે હવે ડો માં આંગળી નાખીને ભૂલી ગયેલા ડો માંથી હવા કાઢી નાખવી. બીજી બાજુ ઓવનને 220 ડિગ્રી પર દસ મિનિટ માટે પ્રી હિટ કરવા મૂકી દેવું હવા કાઢી નાખી તેના ત્રણ ભાગ કરી લેવા હવે એક ભાગને ગોળ લૂઓ બનાવી અટામણ માટે મકાઈના લોટમાં રગદોળીને ગોળ રોટલો હાથેથી બનાવો અને તેના પર બટર લગાવી અડધા ભાગમાં બનાવેલું ફીલિંગ મૂકી બાકી નો 1/2 ભાગ તેના પર ઢાંકી દેવો અને ફરીથી તેના પર બટર લગાવી ઓરેગાનો ભભરાવી કાપા પાડી લેવા બંને બાજુ બટર લગાવી લેવું સાચી વાત

  8. 8

    પ્રીત કરેલો કરેલા ઓવનમાં 20 મિનિટ માટે બેક કરવા મૂકવી અને બીજી બાજુ બીજા ડો માંથી પણ ફીલિંગ કરીને તેને તૈયાર કરી દેવી એમ એક પછી એક ત્રણ ગાર્લિક બ્રેડ તૈયાર થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

Similar Recipes