ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

ગુજરાતનું બહુ જ લોકપ્રિય એવું ચટપટું ફરસાણ કે નાસ્તો છે. ખટાશ, તીખાશ અને મીઠાશ બધું ચડિયાતું હોવાથી મોં માં ટેસ્ટ રહી જાય છે અને સ્વાદ રસિયાઓ ખૂબ પસંદ કરે છે...

તેના પરફેક્ટ ટેસ્ટ માટે મસાલાનું માપ પરફેક્ટ હોવું જરુરી છે. સાથે તળતી વખતે મસાલો તેલમાં છૂટો ના પડે કે તેલ ના ભરાય તે રીતનો મસાલો હોવો જોઈએ...

ભાખરવડી લીલી અને સૂકી એમ 2 પ્રકારની બને છે. તેમાંથી લીલી ભાખરવડીની આસાન અને સરસ રેસિપી શેર કરી રહી છું...

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
40-45 નંગ
  1. ➡️પડ માટે,
  2. 1+1/2 કપ ચણાનો લોટ
  3. 1/3 કપમેંદો
  4. 1/3ઘઉંનો લોટ
  5. 1/2 ટીસ્પૂનમીઠું
  6. 1/2 ટીસ્પૂનહળદર
  7. ➡️સ્ટફીંગ બનાવવા માટે,
  8. 1/2 કપકોપરાનું છીણ(desiccated coconut)
  9. 1/2 કપછીણેલું લીલું નારિયેળ
  10. 1/2 કપચણાનો લોટ
  11. 3/4 કપદળેલી ખાંડ
  12. 1/4 કપશીંગદાણા
  13. 3 ટેબલ સ્પૂનતલ
  14. 2 ટેબલ સ્પૂનખસખસ
  15. 2 ટેબલ સ્પૂનવરિયાળી
  16. 7-8તીખા લીલા મરચાં
  17. 15-20કળી લસણ
  18. ટુકડોઆદુંનો મોટો
  19. 2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  20. 2 ટીસ્પૂનગરમ મસાલો
  21. 1 ટીસ્પૂનહળદર
  22. 1 ટીસ્પૂનમીઠું
  23. 1 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  24. 1લીંબુનો રસ
  25. ➡️તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કઢાઇમાં તલ,વરીયાળી થોડી શેકી ખસખસ ઉમેરી બધું બરાબર શેકી લેવું.તેને બાઉલમાં કાઢી તે જ કઢાઇમાં શીંગદાણા પણ શેકી લેવા. તેને પણ અલગ બાઉલમાં કાઢી ગરમ કઢાઇમાં સ્ટફીંગનો ચણાનો લોટ નાખી શેકવો. 1 મિનિટમાં ગેસ બંધ કરી લેવો. લોટ લાલ ના થવો જોઇએ. તેને પણ એક બાઉલમાં કાઢી લેવો. શીંગદાણા ઠંડા પડે એટલે ફોતરા કાઢી લેવા.

  2. 2

    હવે બીજા એક બાઉલમાં ત્રણે લોટ ચાળીને હળદર, મીઠું નાખી ભાખરી જેવો ટાઇટ લોટ બાંધવો. 1/4 કપ પાણીમાં બંધાઈ જશે.તેને 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપવો. 1 ચમચી મેંદાને નાની વાડકીમાં કાઢી થીક સ્લરી કે લઇ બનાવવી. આદું લસણ મરચાં ની વાટીને પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    હવે સ્ટફીંગ બનાવવા, જે બાઉલમાં શેકેલો ચણાનો લોટ છે તેમાં દળેલી ખાંડ અને આદું લસણ મરચાં ની પેસ્ટ ઉમેરવી. મિક્સર જારમાં તલ, વરિયાળી, ખસખસ ને બારીક પીસવા. તેમાં જ શીંગદાણા, લાલ મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો, આમચૂર પાઉડર નાખી ફરી ઝીણું પીસવું.

  4. 4

    તે જ જારમાં સૂકું કોપરાનું છીણ નાખી ફરી એકવાર પીસી લેવું. આ મિશ્રણને લોટ,ખાંડ વાળા બાઉલમાં ઉમેરી લેવું. તેમાં છીણેલું લીલું નારિયેળ અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લેવું. 1/2 ચમચી જેટલા આખા તલ ઉમેરવા.મિક્સ કરી લેવું. પાથરવાનો મસાલો તૈયાર છે.

  5. 5

    હવે લોટના 4 સરખા ભાગ કરવા. તે જ રીતે સ્ટફીંગના 4 સરખા ભાગ કરી લેવા. એક લૂઓ લઇ તેને પ્લાસ્ટીક પર વણવો. ભાખરી જેટલી જાડાઈ રાખવી.તેને કાંટાથી પ્રીક કરી લેવું જેથી તેલમાં પડ ફૂલે નહીં. તેના પર હાથથી એકસરખું બધી બાજુ સ્ટફીંગ પાથરવું. હવે તેને હાથથી ફોલ્ડ કરવું અને દબાવવું. તે રીતે રોલ કરતા જવું. છેડો આવે ત્યાં થોડી સ્લરી લગાવી સીલ કરવું. હવે આ રોલને ચપ્પાથી નાના ટુકડા માં કાપવો. એક રોલમાંથી 10-12 ટુકડા થશે.

  6. 6

    બધા લોટમાંથી આ રીતે ભાખરવડી તૈયાર કરવી. પછી તેલ ગરમ કરી બિલકુલ ધીમા તાપે કલર આવે ત્યાં સુધી તળી લેવી. વધારે પડ હોવાથી ધીમા તાપે તળવાથી અંદર સુધી સારી રીતે કુક થશે. બધી ભાખરવડી તળાઇ જાય એટલે ઠંડી કરી બહાર જ ડબ્બામાં ભરી લેવી. 5-6 દિવસ સુધી સારી રહેશે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes